Western Times News

Latest News from Gujarat India

સબ વેરિયન્ટ BA.2.38 દેશમાં કોરોનાના વધેલા કેસ માટે જવાબદાર

પુણે, ઓમિક્રોન સબ વેરિયન્ટ BA. 2માંથી ઉદ્ભવેલો BA. 2 38, મહારાષ્ટ્ર અને ભારતના અન્ય ભાગોમાં કેસોમાં વધારાનું કારણે બન્યો હોઈ શકે છે, પરંતુ તેના કારણે જે બીમારી થઈ રહી છે તે સ્વયં-મર્યાદિત છે અને સામાન્ય શરદી સાથે તુલનાત્મક છે, જે SARS-CoV-2ની સ્થાનિકતા તરફની સફર દર્શાવે છે. ભારતમાં BA. 2. 38થી આશરે ૧૧૬ જેટલા દર્દીઓ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.

પુણે સ્થિત બીજે મેડિકલ કોલેજ અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત સાસૂન જનરલ હોસ્પિટલ સાથે જાેડાયેલા ડોક્ટરોએ આ મહિને BA. 2. 38થી સંક્રમિત થયેલા દર્દીઓના લક્ષણો અને બીમારીની પેટર્નનુ મૂલ્યાંકન કરવા માટે સ્ટડી હાથ ધરી હતી. હકીકત એ છે કે BA. 2. 38ના કારણે સંક્રમણ વધી રહ્યું છે અને તે જાણીતું છે.

પરંતુ તેની સંક્રમણ ફેલાવવાની ક્ષમતાના સંદર્ભમાં ભારતમાં પહેલી વખત તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, તે માત્ર હળવી બીમારીનું કારણ બને છે’, તેમ ઈન્ડિયન SARS-CoV-2 જિનોમિક્સ કન્સોર્ટિઅમના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે જણાવ્યું હતું.

દેશમાં જિમોન સિક્વન્સિંગ અને વાયરસની વિવિધતાના અભ્યાસ અને દેખરેખ માટે આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ ફોરમની સ્થાપના કરવામાં આવી છે.

સ્ટડીના મુખ્ય સંશોધક કો. રાજેશ કાર્યકર્તેએ જણાવ્યું હતું કે, ‘જે લોકો તેનાથી સંક્રમિત છે, તેમનામાં મુખ્યત્વે તાવ, ઉધરસ શરદી, ગળામાં દુખાવો અને માથામાં દુખાવો જેવા લક્ષણો હતો. કેટલાકમાં શરદીના કારણે શ્વાસ લેવામાં થોડી તકલીફ પડે તેવું પણ જાેવા મળ્યું હતું.

આ સિવાય કેટલાને ઝાડા થયા હતા’ BA.2.38થી સંક્રમિત ૭૩% દર્દીઓને તાવ, ઉધરસ (૨૩%), શરીરમાં દુખાવો (૧૭%), ગળામાં દુખાવો (૧૫%), માથાનો દુખાવો (૧૩%) અને શરદી (૧૧%) હતી. BA.2.38ના કેટલાક દર્દીઓએ ઝાડા (૧૦%) જેવા ગેસ્ટ્રો ઈન્ટેસ્ટિનલ લક્ષણનો અનુભવ કર્યો હતો, જે મહામારીની ત્રીજી લહેર દરમિયાન ૨૫% ઓમિક્રોન સંક્રમિત દર્દીઓમાં ઉલટી (૨%) અને પેટમાં દુખાવા (૧%) સાથે જાેવા મળ્યો હતો, તેમ ડો. કાર્યકર્તેએ કહ્યું હતું.

ચેપી રોગના નિષ્ણાત ડો. ભરત પુરંદરે, જેઓ મહામારીની શરૂઆતથી SARS-CoV-2ની બીમારીને ટ્રેક કરી રહ્યા છે, તેમણે જણાવ્યું હતું કે, ‘આ સ્ટડી ઓમિક્રોન સાથે લિંક બીમારીની પેટર્નની અગાઉની સ્ટડીમાં અવલોકમ કરાયેલ સમાન તારણો પર ભાર મૂકે છે.BA.2.38 હળવી બીમારીનું કારણ બને છે. તાવ અને શ્વાસ સંબંધિત લક્ષણો પ્રબળ છે.

તેમણે કહ્યું હતું કે, ‘છેલ્લા કેટલાક મહિનાઓમાં કોવિડ-૧૯ મહામારી અને વેક્સિનેશન ડ્રાઈવમાં વધારાના કારણે હર્ડ ઈમ્યુનિટી વ્યાજબી છે. મારું માનવું છે કે, કોવિડ-૧૯ એ ઈન્ફ્લુએન્ઝા જેવી સ્થાનિક બીમારી બનવાની શક્યતા છે, જેમાં વર્ષ દરમિયાન સીઝનમાં ફેરફાર દરમિયાન વધારો થાય છે.

ICMRના નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. સંજય પૂજારીએ કહ્યું હતું કે, ‘આ BA.2.38 વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓમાં પ્રારંભિક બીમારી અને ક્લિનિકલ લાક્ષણિકતાઓનો રસપ્રદ વર્ણનાત્મક અભ્યાસ છે.

જાે કે, નાના સેમ્પલ-સાઈઝ દ્વારા અર્થઘટન મર્યાદિત છે અને BA.2.38 અન્ય ફરી રહેલા વેરિયન્ટની સરખામણીમાં અલગ વર્તન કરે છે કે કેમ તેનો નિષ્કર્ષ કાઢવો મુશ્કેલ છે. તેમણે કહ્યું હતું કે, ‘વધુમાં, આ ડેટામાંથી BA.2.38 સામે રસીની અસરકારકતા પર નિષ્કર્ષ કાઢવો શક્ય નથી. આ ડેટા તે વાતની ખાતરી આપે છે કે, મ્છ૨.૩૮થી સંક્રમિત દર્દીઓમાં મધ્યમ-ગંભીર બીમારી અને મૃત્યુદર ઓછો છે.

હળવી બીમારી સાથે BA.2.38 ધરાવતા દર્દીઓના ક્લિનિકલ લક્ષણો અગાઉના BA2 અને BA1 વેરિયન્ટ્‌સ જેવા છે. ‘તે આશ્ચર્યજનક નથી કે આ દર્દીઓમાં, મોટાભાગના દર્દીઓને બે ડોઝ લીધા બાદ ચેપ લાગ્યો હતો. આ તે પ્રતિબિંબિત કરે છે કે, મોટાભાગની વસ્તીને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે’, તેમ પૂજારીએ કહ્યું હતું.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers