Western Times News

Gujarati News

પૃથ્વીથી ૩૩ પ્રકાશ વર્ષના અંતરે પૃથ્વી આકારના બે ગ્રહ છે

અંતરિક્ષમાં એક મલ્ટીપ્લેનેટ સિસ્ટમની જાણકારી મળી

વોશિંગ્ટન, નાસાના ટ્રાંજિટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઈટ દ્વારા અંતરિક્ષમાં એક મલ્ટીપ્લેનેટ સિસ્ટમની જાણકારી મળી છે. આ સિસ્ટમ પૃથ્વીથી માત્ર ૩૩ પ્રકાશ વર્ષના અંતરે છે. જેમાં પૃથ્વીના આકારના બે ગ્રહ હાજર છે.

આ મલ્ટીપ્લેનેટ સિસ્ટમના કેન્દ્રમાં એક નાનો અને ઠંડો એમ-ડ્‌વાર્ફ તારો છે, જેનુ નામ છે એચડી ૨૬૦૬૫૫. એમઆઈટીના ખગોળવિદોનુ કહેવુ છે કે આમાં પૃથ્વીના આકારના બે ગ્રહ પણ હાજર છે. શોધકર્તાઓનુ કહેવુ છે કે આ ગ્રહ રહેવા યોગ્ય નથી, કેમ કે તેની ઓર્બિટ ખૂબ તંગ છે. જેનાથી ગ્રહોનુ તાપમાન વધારે છે. વધુ તાપમાનના કારણે સપાટી પર પાણી નથી.

પહેલો ગ્રહ છે એચડી ૨૬૦૬૫૫હ્વ જે દરેક ૨.૮ દિવસમાં તારાની પરિક્રમા કરે છે. આ પૃથ્વીથી લગભગ ૧.૨ ગણો મોટો છે. બીજા ગ્રહ જે બહાર તરફ છે તે છે એચડી ૨૬૦૬૫૫ષ્ઠ. આ દરેક ૫.૭ દિવસમાં તારાની પરિક્રમા કરે છે. આ પૃથ્વીથી ૧.૫ ગણો મોટો છે. આ સિવાય, એ પણ જાણ થાય છે કે આ બંને ગ્રહ ચટ્ટાન સમાન છે.

મલ્ટીપ્લેનેટ સિસ્ટમની શોધથી વૈજ્ઞાનિક ઘણા ઉત્સાહિત છે. વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે આ સિસ્ટમથી પૃથ્વીની આસપાસના વિસ્તારોને શ્રેષ્ઠરીતે સમજવામાં મદદ મળશે. કેલિફોર્નિયાના પાસાડેનામાં અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીની બેઠકમાં, વૈજ્ઞાનિક શોધના પરિણામો વિશે જણાવશે.

રિસર્ચ ટીમના એક સદસ્ય મિશેલ કુનિમોટોનુ કહેવુ છે કે આ સિસ્ટમમાં બંને ગ્રહોને તેમના તારાની ચમકના કારણે, વાયુમંડળીય અધ્યયન માટે સૌથી સારુ લક્ષ્ય માનવામાં આવી રહ્યુ છે. આ ગ્રહોની ચારે તરફ વાતાવરણ કેવુ છે, શુ અહીં પાણી છે કે અહીં કાર્બન આધારિત પ્રજાતિઓ છે, આ તમામ પ્રશ્નોના જવાબ શોધવા માટે વૈજ્ઞાનિક હવે આનો અભ્યાસ કરશે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.