Western Times News

Gujarati News

માતા-પિતાની મરજી વિરૂધ્ધ લગ્નની ઈચ્છા: સરથાણ પોલીસમાં ૩૯૦ અરજી

પ્રતિકાત્મક

સંતાનોને ખોટા માર્ગે જતાં અટકાવવા માટે તેમની સાથે ઘરસભા કરી સમય વિતાવવા પીઆઈની અપીલ

માબાઈલના કારણે જ બાળકો ખોટા રસ્તે જઈ રહ્યા છે. મોડી રાત સુધી બાળકો મોબાઈલમાં શુૃ કરે છે? ઘરની બહાર નીકળે છે તો ક્યાં જાય છે? વિગેરે બાબતો પર ધ્યાન રાખવા જણાવ્યુ હતુ.

સુરત, માતા-પિતાની મરજી વિરૂધ્ધ જઈને લગ્ન કરવાના વધતા જતાં પ્રમાણનેે ચિંતાજનક બાબત ગણાવી એકમાત્ર સરથાણા પોલીસ સ્ટેશનમાં ૧૮ વર્ષથી વધુની ૩૯૦ છોકરીઓએ માતા-પિતાની વિરૂધ્ધમાં જઈનેે લગ્ન કર્યાની અરજી આવી હોવાનુૃ એક ખાનગી કાર્યક્રમમાં સરથાણાના પીઆઈ ગુર્જરે જણાવ્યુ હતુ. અરજીના આંકડાને તમામ સમાજ માટેે લાલબત્તી સમાન ગણાવી પીઆઈએ માતા-પિતાને સંતાનો પ્રત્યે દરકાર કરવા ટકોર કરી હતી.

સરથાણા વિસ્તારમાં યોજાયેલા ખાનગી કાર્યક્રમમાં સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ક.ગુર્જરે લોકોને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે ે એક માત્ર સરથાણા પોલીસ સ્ટેશનમાં ૧૮ વર્ષ કે તેનાથી વધુ ઉંમરની છોકરીઓ માતા-પિતાની મરજી વિરૂધ્ધ લગ્ન કરવા ઈચ્છતી હોય તે અૃંગેની ૩૯૦ અરજીઓ છે.

જ્યારે ૧૮ વર્ષથી નાની એટલે કે ૧૩ થી ૧૭ વર્ષ સુધીની તરૂણીઓ માતા-પિતાની મરજી વિરૂધ્ધ લગ્ન કરવા ઈચ્છતી હોય એવી ર૩ અરજીઓ છે. માતા-પિતાની મરજી વિરૂધ્ધ લગ્ન અંગેની અરજી માત્ર સરથાણા પોલીસ સ્ટેશનમાં જ નહીં પરંતુ પાટીદારોની ે બહુમતિ વસ્તી ધરાવતા કતારગામ, પુણા, આમરોલી, વરાાછા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અને તેની ઉપર નજર કરીએ તો તે સમાજ માટે લાલબત્તી સમાન છે.

માતા-પિતાની મરજી વિરૂધ્ધ લગ્ન કરવા પાછળ સ્માર્ટ ફોનનુૃ વળગણ, ઘરના વાતાવરણને જવાબદાર ઠેરવવાની સાથેઢ સાથે પીઆઈ ગુર્જરે જણાવ્યુ હતુ કે સંતાનોમાં સંસ્કારના સિંચનની જવાબદારી માતા-પિતાની હોય છે. માતા-પિતા સંતાનો સાથે ઘરસભા કરી સમય પસાર કરે., સંતાન સાથે મિત્રતા જેવું વર્ન કરવુ જાેઈએ.

મોબાઈલનો જે ક્રેઝ વધ્યો છે અને તેના દૂરૂપયોગને કારણે બાળકોની માનસિકતામાં બદલાવ આવ્યો છે. ફોનમાં એવી બધી એપ્સ આવતી હોય છે જેનાથી આવી કાચી વયની યુવતિઓ ભટકાઈ જતી હોય છે. અને ફોન દ્વારા જ સંબંધ આગળ વધારતા હોય છે

અને છેવટે બંન્ને જણા આગળનું વિચાર કર્યા વિના જ પગલુ ભરી લેતા હોય છે. પેલી કહેવત છે ને કે ચંદ દિન કી ચાંદની ફીર અંધેરી રાત. નવુ નવુ નવ દિવસ. જેમ યુવતિએ પગલુ ભર્યા બાદ થોડા સમય પછી એનો નશો ઉતરી જાય ત્યારે તેનો ખુબ પસ્તાવો થતો હોય છે પણ શું થાય ત્યાં સુધીમાં તો સમય ઘણો નીકળી ગયો હોય છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.