Western Times News

Gujarati News

રાજકોટમાં કોંગ્રેસે ED ઓફિસને બદલે GST ઓફિસે કર્યું પ્રદર્શન

રાજકોટ , રાજકોટ શહેર કોંગ્રેસે રાહુલ ગાંધી પર EDના સમન્સ અને સતત પૂછપરછને રાજકીય વેરભાવ સમજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન રાજકોટ કોંગ્રેસે પ્લાનિંગના અભાવ કે અન્ય કારણે ED કચેરીને બદલે GST કચેરી બહાર પ્રદર્શન કર્યું હતું.

જાે કે, ય્જી્‌ના અધિકારીએ કોંગ્રેસના અગ્રણીની બોલાવી ઓફિસની માહિતી આપી હતી. જે બાદ શહેર કોંગ્રેસે ED ઓફિસે દેખાવો કર્યો હતો. મહત્વનું છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછને પગલે ગુજરાત કોંગ્રેસ સહિત દેશભરમાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ ED ઓફિસની બહાર ધરણાં કાર્યક્રમ યોજી વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે રાજકોટમાં પણ શહેર કોંગ્રેસ દ્વારા દેખાવ અને સૂત્રોચ્ચારનું આયોજન કરવામાં આવ્યું હતું.

પણ સમજણને અભાવે કે ગેરસમજના કારણે GST ની ઓફિસની બહાર કોંગી નેતાઓ વિરોધ કરવા લાગ્યા હતા. બાદમાં GST એ અધિકારીઓએ અગ્રણી નેતાને બોલાવી ટકોર કરી હતી કે આ GST ની ઓફિસ છે ED ઓફિસ નથી. જે બાદ ત્યાં વિરોધ પ્રદર્શન મોકૂફ રાખવામાં આવ્યું હતું અને બાદમાં ED ઓફિસ પર જઈ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કિસ્સો હાલ રાજકોટમાં ટોક ઓફથી ટાઉન બન્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ED ને ચિઠ્ઠી લખીને પૂછપરછ માટે વધુ સમય માંગ્યો છે. મહત્વનું છે કે, સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, કોરોનાના સંક્રમણના કારણે સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી પોતાની પૂછપરછ કેટલાક સમય સુધી સ્થગિત કરવાની માંગ કરી છેકોરોના વાયરસના સંક્રમણ બાદ સ્વાસ્થ્ય સંબંધી જટિલતાઓના કારણે ૭૫ વર્ષીય સોનિયા ગાંધીને ૧૨ જૂને કોરોના વાયરસથી સંક્રમિત થતાં સર ગંગારામ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

બે દિવસ પહેલા એટલે કે, ૨૦ જૂનથી હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરવામાં આવ્યાં છે. પરંતુ હોસ્પિટલના તબીબો તેમને ઘરે પર આરામ કરવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે, ED એ નેશનલ હેરોલ્ડ સંબંધિત કથિત મની લોન્ડ્રિંગના મામલે સોનિયા ગાંધીને નવેસરથી સમન્સ જાહેર કરી ૨૩ જૂનના રોજ પૂછપરછ માટે બોલવામાં આવ્યા છે. ત્યારે હવે સોનિયા ગાંધીને ફરીથી ઈડીને ચિઠ્ઠી લખીને કેટલાક અઠવાડિયાનો સમય માંગ્યો હતો.

સોનિયા ગાંધીએ આ પહેલા ૮ જૂનને હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું.પરંતુ કોરોના વાયરસથી સંક્રમિત થવાથી તેઓ તપાસ એજન્સી સામે હાજર રહી નહીં શકે જે માટે તેમને બીજી તારીખ આપવાનું કહેવામાં આવ્યું છેઉલ્લેખનીય છે કે આ મામલે ED રાહુલ ગાંધી સાથે પાંચ દિવસની પૂછપરછ કરી ચૂક્યું છે. ઈડી અધિકારીઓએ મંગળવારે રાહુલ સાથે ૧૦ કલાકથી વધારે સમય સુધી પૂછપરછ કરી હતી.

ગયા અઠવાડિયે સોમવાર, મંગળવાર અને બુધવારે સતત ત્રણ દિવસ ઇડીના અધિકારીઓએ ૫૨ વર્ષીય રાહુલની ૩૦ કલાકથી વધારે સમય સુધી પૂછપરછ કરી હતી, આ દરમિયાન પીએમએલએ હેઠળ તેમના નિવેદન નોંધવામાં આવ્યા હતા.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.