Western Times News

Gujarati News

જાેનપુરના એક ગામમાં ગેસ ગણતરથી ત્રણ જણાનાં મોત

જાેનપુર, જાેનુપુરમાં મહારાજગંજ કેવટલી ગામમાં ગુરૂવારે સવારે ઘરેલું ગેસ સિલિન્ડરના ગળતરના કારણે મોટી દુર્ઘટના બની છે. દૂધ ગરમ કરતી વખતે આગ લાગવાથી પતિ-પત્ની અને તેમના ૨ બાળકો સહીત ૫ લોકો દાઝી ગયા હતા. આ ઘટનાથી પરિવારમાં કોહરામ મચી ગયો છે.

લોકોએ આગ પર કાબુ મેળવ્યો હતો. સૂચના મળતા પહોંચેલી પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી દાઝી ગયેલા લોકોને હોસ્પિટમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરે પાંચેય લોકોને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરી દીધા હતા. જ્યાં ૩ લોકોના મોત થઈ ગયા હતા. તે વિસ્તારના ધારાસભ્ય રમેશ મિશ્ર પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે કેવટલી નિવાસી અખિલેશ વિશ્વકર્માની ૨૮ વર્ષીય પત્ની નીલમ પોતાના ઘરમાં દૂધ ગરમ કરી રહી હતી. તેમના બે બાળક ૫ વર્ષનો શિવાંશ અને ૩ વર્ષનો યુવરાજ તથા પતિ અખિલેશ ઉંઘી રહ્યા હતા. આ દરમિયાન સિલિન્ડરના પાઈપમાંથી ગેસ ગડતળ થઈ રહ્યો હતો.

તેની જાણકારી નીલમને ન થઈ શકી. તેમણે દૂધ ગરમ કરવા માટે ગેસ ચાલું કરતા જ આગ લાગી ગઈ હતી. આગે તરત જ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગ આખા છાપરામાં લાગી ગઈ હતી. તેમાં નીલમ ઉપરાંત પરિવારના અન્ય બધા સદસ્યો દાઝવા લાગ્યા હતા. તેઓની ચીસ સાંભળીને આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા.

અખિલેશના મોટા ભાઈ ૩૨ વર્ષના સુરેશે છાપરામાં ઘૂસીને લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાં તે પણ દાઝી ગયો હતો. ગ્રામીણોની મદદથી બધાને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં પરિવારને બચાવવાનો પ્રયત્ન કરનારા સુરેશ, અખિલેશના પ્તની નીલમ અને પુત્ર શિવાંશનું મૃત્યુ થઈ ગયું હતું.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.