Western Times News

Gujarati News

સરકારને સદ્‌બુદ્ધી આવે અને મોંઘવારી ઘટે તે માટે ખેડૂતોનો યજ્ઞ

રાજકોટ, ઘોરાજી ખાતે ખેડૂતોએ પેટ્રોલ-ડીઝલના સતત વધારા સામે હવન કર્યો હતો. જ્યારે અનિયમિત વીજળીને લઇને પૂજન કર્યું હતું. ખેડૂતો સતત વધતી મોંઘવારીથી કંટાળ્યા, ખેડૂતોએ ભાવ ઘટાડવાની માંગ કરી હતી. ખેડૂતોએ ખેતરમાં હવન કર્યો અને પેટ્રોલ-ડીઝલ અને ખાતરના ભાવ ઘટાડવા માટે અનોખી પુજા કરી હતી.

રાજ્યમાં મોંઘવારીના મારથી લોકો પરેશાન થઇ ગયા છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને ખાતરના ભાવો સતત વધી રહ્યાં છે. જેથી ખેડૂતોને પણ ખેતી કરવી પરવડે તેમ નથી. તો બીજી તરફ સમયસર ખેતરમાં વીજળી પણ મળતી નથી. જેથી કંટાળીને ખેડૂતોએ અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ ખેતરમાં હવન કરી વિરોધ નોંધાવ્યો હતો.

સરકાર સુધી પોતાની વ્યથા વ્યક્ત કરવા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજરોજ રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોએ અલગ જ અંદાજમાં વિરોધ પ્રદર્શન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જેમા ખેતરમાં હવન કર્યો તેમજ વીજ પોલ પાસે પૂજન આરતી શ્રીફળ ફોડી સરકાર સુધી પોતાની વ્યથા વ્યક્ત કરવા અને વાત પહોંચાડવા આ કીમિયો ખેડૂતોએ અપનાવ્યો હતો.

ખેતરમા ખેડૂતો એકઠા થઈને પેટ્રોલ, ડીઝલ અને ખાતરના ભાવો ઘટાડો અને સમયસર ખેત વિજળી આપો તેવા સુત્રોચ્ચાર કર્યા હતા.ગુજરાતમાં દિન પ્રતિદિન પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર અને ખાતરના ભાવો વધી રહ્યા છે ત્યારે આ મોંઘવારીથી ત્રસ્ત મધ્યમ પરીવાર હેરાન પરેશાન થાય છે તો પરીવારનું ગુજરાન કઈ રીતે ચલાવવુ એ પણ એક મોટો પ્રશ્ન છે. મહિલાઓનું બજેટ ખોરવાઈ ગયુ છે.

વાહન ચાલકો પણ ચિંતિત થયા છે તો ગુજરાતના ધરતીપુત્રો પણ બાકાત નથી. પેટ્રોલ ડીઝલ મોંઘુ થતુ જાય છે, ખાતરના ભાવો વધતા જાય છે ત્યારે ખેડૂતોને ખેતી કરવી પોસાય તેમ નથી. તનતોડ મહેનત કરી ખેડૂતો પાક ઊભા કરતા હોય છે ત્યારે મોંઘવારી તથા પેટ્રોલ ડીઝલના ભાવોમાં તોતીંગ થતા ખેડૂતો ચિંતિત થઈ ગયા છે તો બીજી બાજુ અગિયારસ પહેલાં વાવણી થતાં ખેડૂતોઓએ વાવેતર કર્યું પરંતુ વરસાદ ખેંચાતા મોંઘા ભાવના બિયારણ નિષ્ફળના જાઈ એ માટે પિયત પાવાનું ચાલુ કર્યું પરતું સમયસર વિજળી મળતી નથી તેમાં પણ ધાંધીયા જાેવા મળે છે.

સિંચાઇના પાણીના વિકટ સમસ્યાઓ આવી રહી છે. હાલ ગુજરાતનો તાત, ઈંધણના ભાવ ભડકે બળતા જાેઇ જીવ બાળી રહ્યો છે. તનતોડ મહેનત કરીને ખેડૂતો પાક ઉગાડતા હોય છે. તેની સામે પેટ્રોલ, ડીઝલ, બિયારણ, ખાતરના ભાવ વધતા ખેતી મોંઘી બની છે. બીજી બાજુ સમયસર વીજળી અને પાણી મળતું નથી. જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.