ચોમાસામાં શાકભાજીના ભાવ ઉંચા જાય તેવી શક્યતાઓ
        ચોમાસાના કંકોડા રૂા.પ૦-૬૦ના રપ૦ ગ્રામ વેચાઈ રહ્યા છે
(પ્રતિનિધિ )અમદાવાદ, ચોમાસુ ગમે ત્યારે ગુજરાતને ‘દસ્તક દેશે એવુ જણાઈ રહ્યુ છે. આકાશમાં વરસાદી વાદળો ગારંભાયા છે. મેહુલિયો ક્યારે પધારશે તેની મીટ માંડીને સૌ કોઈ બેઠા છે. અસહ્ય બફારા-કાળઝાળ ગરમીથી છુટકારો વરસાદથી મળી શકે છે. વરસાદ પડશે એટલે ઠંડક પ્રસરતા જ કુદરતી એરકન્ડીશન્ડ શરૂ થઈ જશે. પછી કૃત્રિમ એર કન્ડીશન્ડ ની જરૂર રહેશે નહી.
ચોમાસામાં વરસાદની શરૂઆત થાય એટલે કારેલા-કંકોડા જેવા શાક ખાવાની મજા જરૂર આવે. ઘણાને આ શાક ભાવતા નથી હોતા એ અલગ વાત છે. પરંતુ કારેલા-કંકોડાના ભાવ અત્યારે તો ઉંચા છે. કંકોડાનો રૂા.પ૦-૬૦ના રપૅૅ૦ ગ્રામ વેચાઈ રહ્યા છે.
તો કારેલા પણ રૂા.ર૦ના રપ૦ ગ્રામના ભાવે વેચાય છે. છૂટક બજારમાં શાકભાજીના ભાવ આસમાને છે. વરસાદ આવતા શાકભાજીની આવક ઘટતા અને અમુક શાકભાજી બજારમાંથી અદ્રષ્ય થઈ જશે એટલે ભાવ ઉંચા જશે. આવા સમયે કારેલા કંકોડા ખાવા સ્વાસ્થ્યની દ્રષ્ટીએ પણ સારા રહેશે.
કારેલા-કંકોડા કડવા તુરા લાગશે પણ હેલ્થ માટે સારા છે એમ જાણકારો કહે છે. પરંતુ કારેલા-કંકોડાના ભાવ ઉંચા હોવાને કારણે ગૃહિણીઓ પરેશાન છે. આવ રે વરસાદ, ઢેબરીયો વરસાદ, ઉની ઉની રોટલીને કારેલાનું શાક’ કારેલા-કંકોડા મોંઘા હોવાથી થોડી રાહ જરૂર જાેવી પડશેે.
ગુજરાતના અમુક જીલ્લાઓ માં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સાવર્ત્રિક વરસાદની લોકો રાહ જાેઈ રહ્યા છે. જાે કે ચોમાસામાં શાકભાજી ના ભાવ ઉંચા જશે એવી શક્યતાઓ છે.
