Western Times News

Gujarati News

નેત્રંગના કેલ્વીકુવા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા ના નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામની નવી વસાહતમાં રહેતી મહિલા બુટલેગર રમીલાબેન વસાવા દારૂનો વેપલો કરતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો હતો.મહિલાના ઘર અને બાજુમાં આવેલા જુના ઘર માંથી વિવિધ સ્થળે સંતાડેલ દારૂ અને બિયરની ૭૪ બોટલ મળી આવી હતી. State Monitoring Cell raids at Kelviqua village in Netrang

જુના મકાનમાં રસોડામાં ખાડો ખોડી મહિલાએ માટલામાં બોટલો સંતાડી રાખી હતી.સ્ટેટ મોનીટરીંગ સેલે ૧૨ હજારનો દારૂ, મોબાઈલ અને રોકડા મળી કુલ રૂપિયા ૨૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સાથે જ મહિલા બુટલેગર રમીલાબેન અને તેના ભત્રીજા રિતેશ વસાવાની ધરપકડ કરી કંબોડિયા ગામેથી બાઈક ઉપર મહિલાને દારૂ આપી જનાર પ્રેમ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો.

દરોડા દરમ્યાન મહિલા અને તેની દિકરીઓએ બુમરાણ મચાવી દીધી હતી. એક પુત્રી પ્રિયા ફીનાઈલ પી જતા સ્ટેટ મોનીટરીંગ સેલે અડધે થી દરોડાની કામગીરી અટકાવી ફીનાઈલ પીજનારી યુવતીને ૧૦૮ માં સારવાર અર્થે ખસેડી વધુ તપાસ આટોપી લેવાનો વારો આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પુત્રીના પિતાએ પોલીસ રેડ દરમ્યાન ભાગવા જતા કુવામાં પડી જતા મોત નીપજ્યું હતું.

અત્રે ઉલ્લેખની છે કે ઝડપાયેલ મહિલાના પતિ દલસુખ ઉર્ફે દલો વસાવા ગત વર્ષે પોલીસના દરોડા દરમ્યાન ઊંડા કુવામાં પડી જતા મોતને ભેટ્યો હોવાથી તેની પુત્રી ગભરાઈ જતા આવું પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.