Western Times News

Gujarati News

કાયદાકીય આટીઘૂંટીમાં ફસાઈ એકનાથ શિંદે મંડળી

the Centre has provided 'Y+' category security cover to 15 rebel Shiv Sena MLAs

Legislative Assembly Deputy Speaker Narhari Jirwal approves Shiv Sena’s Ajay Chaudhary as party leader Shinde Mandali

વિધાનસભા ઉપાધ્યક્ષ નરહરિ જીરવળે શિવસેનાના અજય ચૌધરીને પક્ષના નેતા તરીકે મંજૂરી આપી છે

મુંબઈ, શિવસેના વિરુદ્ધ એકનાથ શિંદે દ્વારા કરવામાં આવેલા વિદ્રોહનો આજે પાંચમો દિવસ છે. છેલ્લા ચાર દિવસમાં એકનાથ શિંદે જૂથે અનેક નિવેદનો આપ્યા છે કે અમારી પાછળ મહાશક્તિ છે, એક રાષ્ટ્રીય પક્ષ છે અને અમે પાછળ હટીશું નહીં. શિંદે જૂથના ઘણા ધારાસભ્યો શિવસેના સામે બંડ પોકારતા જાેવા મળ્યા હતા.

જાે કે, એકનાથ શિંદે જૂથ દ્વારા વિધાનસભામાં પોતાનો અલગ પક્ષ સ્થાપિક કરવો કે અન્ય પક્ષમાં જાેડાવવા અંગે કોઈ નિર્ણાયક ભૂમિકા લેવા માટે નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. પરંતુ આ તરફ શરદ પવારના ચિંધ્યા રસ્તે હવે જ્યારે મહા વિકાસ આઘાડીમાં હિલચાલે વેગ પકડી છે,

ત્યારે એકનાથ શિંદેએ પણ કેટલાક નિર્ણાયક પગલાં લેવાની જરૂર છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને જાેતા એકનાથ શિંદે પાસે માત્ર બે જ વિકલ્પ હોવાનું કહેવાય છે. પક્ષાંતર એક્ટમાં ૨૦૦૩માં સુધારો કરવામાં આવ્યો હતો. આ અધિનિયમના ફકરા ૧૦ મુજબ, રાજકીય પક્ષમાંથી અલગ થયેલા ધારાસભ્યોને પક્ષ તરીકે માન્યતા આપવામાં આવતી નથી. તેથી હવે શિંદે પાસે થોડા વિકલ્પો બચ્યા છે.

૨૦૦૩ સુધીમાં જાે રાજકીય પક્ષના બે તૃતીયાંશ ધારાસભ્યો વિભાજિત થાય, તો તેઓ પક્ષાંતર કાયદાથી બચવા માટે અલગ પક્ષ બનાવી લેતા હતા. જાે કે, ૨૦૦૩માં કાયદો કડક કરવામાં આવ્યો હતો. તદનુસાર, જાે બે તૃતીયાંશ ધારાસભ્યો રાજકીય પક્ષમાંથી અલગ થઈ જાય, તો પણ તેઓ પક્ષાંતર કાયદા હેઠળ અયોગ્ય ઠરવાથી સુરક્ષિત નથી. તેથી, એકનાથ શિંદે પાસે હવે બહુ ઓછા વિકલ્પો બચ્યા છે.

આ વિકલ્પોમાંથી એક એકનાથ શિંદેનો દાવો છે કે તેમનું જૂથ હાલમાં મૂળ શિવસેના છે. નહિંતર, તેઓએ તેમના ધારાસભ્યોના જૂથ સાથે અન્ય પક્ષમાં વિલય કરવો પડશે. કારણ કે, નવા કાયદા હેઠળ સ્વતંત્ર પક્ષને માન્યતા નથી. તો હવે જાેવાનું રહેશે કે એકનાથ શિંદે શું કરશે. SS1

One of these options is Eknath Shinde’s claim that his group is currently the original Shiv Sena. Otherwise, they will have to merge into another party with their group of legislators. This is because the independent party is not recognized under the new law. So now it remains to be seen what Eknath Shinde will do.

અજય ચૌધરીને પક્ષના નેતા તરીકે મંજૂરી આપી છે. અજય ચૌધરી ગ્રૂપ લીડર હોવાથી તેમને વ્હીપ જારી કરવાનો અને મતદાન સંબંધિત સૂચનાઓ આપવાનો અધિકાર છે. તેથી, એનસીપીના નેતા એકનાથ ખડસેએ કહ્યું કે વિધાનસભ્ય જૂથના નેતા તરીકે પક્ષ પર નિયંત્રણ મેળવવાનો શિંદેનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. જેથી હવે મામલો કોર્ટમાં જશે. વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરનો ર્નિણય જે પણ હોય, હવે એકનાથ શિંદે પોતે શિવસેના વિધાનસભા જૂથના નેતા છે તેવું તેમણે કોર્ટમાં સાબિત કરવું પડશે કે તેમને વ્હીપ જારી કરવાનો અધિકાર છે.

આ અંગે વિધાનસભાના પૂર્વ સચિવ અનંત કાલસેએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે એકનાથ શિંદેએ રાજ્યપાલ પાસે જઈને વિશેષ સત્રની માંગ કરવી જાેઈએ. તેઓ રાજ્યપાલને કહી શકે છે કે મહાવિકાસ ગઠબંધન સરકારે બહુમતી ગુમાવી દીધી છે. જેથી વિશેષ સત્રમાં આ અંગે ર્નિણય લઈ શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.