Western Times News

Gujarati News

પુરૂષ હેલ્થ વર્કરની 1866 જગ્યાઓ માટે 40960 જેટલા ઉમેદવારો એ પરીક્ષા આપી

LEAD helps small town students score big in CBSE Class 10 exams.

રાજયના યુવાઓને સરકારી સેવામાં જોડવા રાજય સરકાર પ્રતિબધ્ધ-પંચાયત,ગ્રામ ગૃહનિર્માણ અને શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી બ્રિજેશ મેરજા

રાજ્યમાં ફિમેલ હેલ્થ વર્કરની અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરુષ) સંવર્ગની ૫૦૦૩ જગ્યાઓ માટે પરીક્ષાઓ સંપૂર્ણ પારદર્શી રીતે સંપન્ન

Examinations for 5003 posts of Female Health Worker and Multi Purpose Health Worker (Male) in the State conducted in a completely transparent manner.

ફીમેલ હેલ્થ વર્કરની કુલ 3137 જગ્યાઓ માટે 17574 જેટલાં ઉમેદવારો એ પરીક્ષા આપી-મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર( પુરૂષ)ની 1866 જગ્યાઓ માટે 40960 જેટલા ઉમેદવારો એ પરીક્ષા આપી

પંચાયત,ગ્રામ ગૃહનિર્માણ અને શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે રાજ્યના યુવાનોને સરકારી સેવામાં જોડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સરકારી સેવામાટેની પરીક્ષાઓ સંપૂર્ણ પારદર્શી રીતે યોજાય એ માટે સધન આયોજન કરવામાં  આવી રહ્યુ છે જેના ભાગરૂપે આજે રાજ્યમાં ફિમેલ હેલ્થ વર્કરની અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરુષ) સંવર્ગની પરીક્ષાઓ સફળતાપૂર્વક યોજાઈ હતી.

પંચાયત મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ ઉમેર્યુ કે,આજે સવારે ૧૧-૦૦ કલાકે યોજાયેલી ફીમેલ હેલ્થ વર્કરની કુલ 3137 જગ્યાઓ માટે કુલ  20941 ઊમેદવારોએ અરજી કરેલ હતી, જે પૈકી  17577  (84%) ઉમેદવારોએ આજે લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી. સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પારદર્શક વાતાવરણ માં સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવેલ છે.

આ ઉમેદવારોની જવાબવહી (ઓ.એમ.આર.) શીટ નું સ્કેનિંગ પૂર્ણ કરી દેવામાં આવેલ છે અને ઓ.એમ. આર.શીટ સંબંધિત ઉમેદવારો જોઈ શકે અને પ્રિન્ટ લઇ શકે તે રીતે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવેલ છે.

જ્યારે, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર( પુરૂષ)ની 1866 જગ્યાઓ માટે કુલ 46180 ઉમેદવારોએ અરજી કરેલ હતી, જે પૈકી આજે ૧૫-૦૦ કલાકે યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષામાં 40960 (89%) ઉમેદવારોએ આજે  લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી. રાજકોટ કેન્દ્ર ખાતે એક ઉમેદવાર મોબાઇલ સાથે પકડાયેલ છે,

જેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવેલ છે. સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પારદર્શક વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવેલ છે. ઉમેદવારોની જવાબવહી (ઓ.એમ.આર.) શીટ નું સ્કેનિંગ ચાલી રહેલ છે, જે પૂર્ણ થયા બાદ તરત જ આ ઓ.એમ.આર.શીટ સંબંધિત ઉમેદવારો જોઈ શકે તે માટે ગુજરાત પંચાયત સેવા  પસંદગી મંડળ ની વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.