Western Times News

Gujarati News

ગાભમારાની ઈયળ અને અન્ય કિટકોથી ડાંગરને બચાવવા ટ્રાયોન-ZFS લોન્ચ કરાયું

સુમિલ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝનું ટ્રાયોન-ZFS લોન્ચ કરાયું -માટીનાં પોષક તત્વોનું સંતુલન જાળવી રાખવાની સાથે જ કિટકોથી બચવાનો સરળ ઉપાય

અમદાવાદઃ સુમિલ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝનાં ડિરેક્ટર શ્રી સુકેતુ દોશીએ ગુજરાતમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન માહિતી આપતાં જણાવ્યું હતું કે ગાભમારાની ઈયળનાં કારણે ડાંગરનાં પાકમાં ૨૫ ટકાથી પણ વધારે નુકસાન થવાનાં સમાચાર છેલ્લાં ઘણાં વર્ષોથી જોવા મળે છે.

આ ભયાનક પ્રકોપથી બચવા માટે સુમિલ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝે અત્યાધુનિક સંશોધન કેન્દ્રમાં વિકસાવેલું ટ્રાયોન-ZFS, ગાભમારાની ઈયળ અને અન્ય કિટકોનાં અસરકારક નિયંત્રણ માટે સર્વોત્તમ ક્ષમતા ધરાવતું કિટનાશક છે.

ટ્રાયોન-ZFS એએક કિટનાશક અને પોષક તત્વોનાં મિશ્રણનું વોટર ડિસ્પર્સિબલ ગ્રેન્યુલ્સ (WDG) ફોર્મ્યુલેશનવાળું ઉત્પાદન છે. ટ્રાયોન- ZFS પાણી અને માટીમાં સારી રીતે ભળી જવાની ક્ષમતા ધરાવતું હોવાથી માટીમાંથી પોષક તત્વો દ્વારા ડાંગરનાં છોડવાંનાં સક્રિય વિકાસને સરળતાથી સંભવ બનાવે છે.

ટ્રાયોન- ZFS એક WDG ફોર્મ્યુલેશન આધારીત ઉત્પાદન હોવાના કારણે તેનો ઉપયોગ અત્યંત સરળ છે. તેમાં ઉપલબ્ધ પોષક તત્વો (સલ્ફર ૭૦% + ઝિંક ઓક્સાઈડ ૧૩%) ને લીધે પાકમાં મજબૂત અને ઉત્પાદક અંકુર થવાની સાથે સાથે જ છોડનાં મૂળનો વધુ સારો વિકાસ સંભવ બને છે. ટ્રાયોન- ZFS એક નવો કન્સેપ્ટ છે જેને અપનાવવાથી તમારા પાકની ગુણવત્તા અને ઉપજમાં વધારો થાય છે.

એકર દીઠ ચાર કિલોગ્રામ ટ્રાયોન- ZFS ના છંટકાવથી ડાંગરનાંધરૂનાં વાવેતરનાં૧૫ થી ૨૦ દિવસમાં અને સીધી વાવણીનાં૨૫ થી ૩૦  દિવસમાં ગાભમારાની ઈયળનાં નિયંત્રણની સાથે સાથે જ પાકની પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે. ગાભમારાની ઈયળ સામે સલામતી કવચ પૂરું પાડવામાં આ સમય સૌથી પ્રભાવી છે. પ્રારંભિક ખેડાણ પોષણનાંદ્રષ્ટિકોણથી પણ પાક માટે મહત્વનો તબક્કો છે, આથી ટ્રાયોન- ZFS બેજોડ મિશ્રણ છે જે દુનિયામાં અવ્વલ છે.

છેલ્લાં ૪૦ વર્ષથી સુમિલ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ ( હેડક્વાર્ટર- મુંબઈ) ભારતની કિટનાશક, ફર્ટિલાઈઝર, ખાતરનાં ઉત્પાદન અને વેચાણ કરતી દેશની ટોચની અગ્રણીકંપનીઓમાંસામેલ છે. દેશભરમાં ઉપલબ્ધ સુમિલ કંપનીનાં ઉત્પાદનો હંમેશા ખેડૂતોને ઓછાં ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન મળે તે સિદ્ધાંત પર ખરાં ઉતર્યા છે. પાકની સુરક્ષા અને માટીનાં પોષક તત્વોનું સંતુલન જાળવી રાખી સારી ઉપજનું નિયોજન કરી કૃષિ સમાધાનની દિશામાં અમે કામ કરી રહ્યાં છીએ તેમ શ્રી દોશીએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.