Western Times News

Gujarati News

DID little masters season-5નો વિજેતા નોબોજીત બન્યો

મુંબઈ, DID little masters season 5નો વિજેતા અસમનો નવ વર્ષીય નોબોજીત બન્યો છે. તે પોતાની ફ્રીસ્ટાઈલ, હિપ હોપ અને કન્ટેમ્પરી ડાન્સ સ્ટાઈલને કારણે ઓળખાય છે. નોબોજીત બાળપણથી જ ડાન્સનો શોખીન હતો. પરંતુ પાછલા બે વર્ષથી તેણે ડાન્સની ગંભીરતાપૂર્વક પ્રેક્ટિસ કરી હતી.The winner of DID little masters season 5 has become a nine-year-old Nobojit from Assam.

તે પોતાના ડાન્સ ટીચરના ઘરે બે વર્ષથી રહેવા જતો રહ્યો હતો. અસમનો ૯ વર્ષીય Nobojit Narzary ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટર માસ્ટર્સ સિઝન ૫નો વિજેતા બન્યો છે. નોબોજીત પોતાની ફ્રીસ્ટાઈલ, હિપ હોપ અને કન્ટેમ્પરી ડાન્સ સ્ટાઈલને કારણે ઓળખાય છે. તેની આ કળાના જજીસ પણ ફેન હતા.

નોબોજીત ઘણો નાનો હતો ત્યારથી તેને ડાન્સનો શોખ હતો. પરંતુ પાછલા બે વર્ષથી તેણે પદ્ધતિસર અભ્યાસની શરુઆત કરી હતી. તેણે અહીં પહોંચવા માટે ખૂબ પ્રેક્ટિસ કરી છે. ટાઈટલ જીત્યા પછી ખુશખુશાલ નોબોજીતે કહ્યું કે, ડીઆઈડી લિટલ માસ્ટર્સની ટ્રોફી હાથમાં લઈને હું ઘણો ખુશ છું. મેં ક્યારેય નહોતુ વિચાર્યું કે હું અન્ય કન્ટેસ્ટન્ટ્‌સને ટક્કર આપી શકીશ.

અને ખરેખર આ શૉ જીતી શકીશ. આ બધું મને એક સપના સમાન લાગે છે અને મેં તો સપનામાં પણ કલ્પના નહોતી કરી કે આ ટ્રોફી મારા હાથમાં હશે. નોબોજીતે પોતાના માતા-પિતા અને શિક્ષકની પ્રતિક્રિયા વિશે વાત કરતાં જણાવ્યું કે, મારા માતા અને ડાન્સ ટીચર બન્ને મારી સાથે મુંબઈમાં છે. તે મને જીતતો જાેઈને ખુબ ખુશ થયા હતા.

મમ્મીની આંખમાં તો આંસુ આવી ગયા હતા. તેમને ખુશ જાેઈને મને ઘણું સારુ લાગી રહ્યુ હતું. નોબોજીતના પિતા અત્યારે અસમમાં જ છે. નોબોજીત જણાવે છે કે, મારી પિતા સાથે વાત થઈ હતી. તેમણે મને મહેનત સાથે જીવનમાં આગળ વધવાની સલાહ આપી છે.

ઉલ્લેખનીય છે કે આ શૉ જીતવા માટે નોબોજીતે ખૂબ મહેનત કરી હતી. આ શૉમાં ભાગ લેતા પહેલા બે વર્ષ સુધી તે પોતાના ટીચરના ઘરે રહ્યો હતો. તે જણાવે છે કે, હું પાછલા બે વર્ષથી મારા ડાન્સ ટીચર દીપિકા મેડમ સાથે રહેતો હતો. મારા ઘરથી તેમના ઘરનું અંતર ઘણું વધારે હતુ જેના કારણે મારા માતા-પિતાએ સલાહ આપી હતી કે મારે તેમના ઘરે જતુ રહેવું જાેઈએ. દરરોજ ત્યાં આવવુ અને જવુ મુશ્કેલ હતું. મને માતાની ખૂબ યાદ આવતી હતી, પરંતુ ડાન્સ શીખવા માટે હું તેમનાથી પણ દૂર રહ્યો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.