રણદીપ હુડાએ સરબજીતની બહેનની અર્થીને કાંધ આપી
મુંબઈ, મેં રણદીપમાં મારા ભાઈને જાેયો છે. હું રણદીપ પાસેથી વચન ઈચ્છુ છું કે જ્યારે મારું અવસાન થાય ત્યારે તે મારી અર્થીને કાંધ આપે. ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ પહેલા જ્યારે ફિલ્મ સરબજીત રીલિઝ થઈ હતી તે સમયે પાકિસ્તાનની જેલમાં શહીદ થયેલા સરબજીત સિંહના બહેન દલબીર કૌરે રણદીપ હુડ્ડા પાસેથી આ વચન લીધુ હતું.
Randeep Hooda Sarabjit’s sister
પાંચ વર્ષ પછી જ્યારે દલબીર આ દુનિયા છોડીને જતા રહ્યા છે ત્યારે રણદીપ હુડ્ડા પોતાનું વચન પાળવા માટે પહોંચી ગયો હતો. શનિવારે રાત્રે એટલે કે ૨૫ જૂનના રોજ દલબીરનું નિધન થયુ હતું. અમૃતસરની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી અને અહીં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
રણદીપ હુડ્ડાને આ વાતની જાણકારી મળી તો તમામ કામો છોડીને અર્થીને કાંધ આપવા અને અંતિમ સંસ્કારમાં હાજર રહેવા પહોંચી ગયો. દલબીર કૌરના અંતિમ સંસ્કાર ૨૬ જૂન, રવિવારના રોજ ભિખીવિંડમાં કરવામાં આવ્યા. પરિવારના લોકોને પણ આશા નહોતી કે દુખની આ ઘડીમાં રણદીપ હુડ્ડા તેમની સાથે હશે.
રણદીપ હુડ્ડા ભિખીવિંડ પહોંચ્યો હતો. તેણે દલબીર કૌરના પરિવારને સાંત્વના આપી અને દલબીર કૌરને અંતિમ વિદાય પણ આપી હતી. રણદીપે સરબજીતના બહેનની અર્થીને માત્ર કાંધ જ નહોતી આપી, મુખાગ્નિ પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬માં આવેલી ફિલ્મ સરબજીતમાં દલબીર કૌરના ભાઈ સરબજીતનો રોલ રણદીપ હુડ્ડાએ ભજવ્યો હતો.
સરબજીત પાછલા ઘણાં વર્ષોથી પાકિસ્તાનની કોટ કલાખપત જેલમાં સજા કાપી રહ્યા હતા. બહેન દલબીર કૌરે ભાઈને પાછા લાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા અને વર્ષો સુધી સંઘર્ષ કર્યો હતો. ભાઈ-બહેનના આ જ સંઘર્ષને ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો હતો.
ફિલ્મમાં એશ્વર્યા રાયે દલબીર કૌરનું પાત્ર ભજવ્યુ હતું. ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું ત્યારે દલબીર કૌર પણ હાજર હતા. રણદીપને સરબજીતના પાત્રમાં જાેઈને તે ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યુ હતું કે, હું રણદીપને કહેવા માંગુ છું કે તેમનામાં મેં મારા ભાઈ સરબજીતને જાેયો છે.
મારી એક ઈચ્છા છે. હું વચન લેવા માંગુ છું કે જ્યારે મારું નિધન થાય તે મને કાંધ આપે. મારી આત્માને એ વિચારીને શાંતિ મળશે કે મારા ભાઈએ મને કાંચ આપી. ફિલ્મમાં તે માત્ર હીરો નથી, તે મારો ભાઈ છે.SS1MS