Western Times News

Gujarati News

દરેક ઘરમાં અગ્નિવીરો હશે તો દરેક ઘરમાં શિવાજી હશે: પાટીલ

વડોદરા શહેરમા VCCI દ્વારા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના હસ્તે “મેક ઈન ગુજરાત વેબ પોર્ટલ” લોન્ચ કરાયુ

અગ્નિવીરો માટેની અગ્નિપથ યોજનાને લઈ કેટલાક લોકોએ વાતાવરણ બગાડવાનું કામ કર્યું:- શ્રી સી.આર.પાટીલ

એક સમય હતો કોંગ્રેસ આખા દેશમાં છવાયેલી હતી જે આજે ભૂસાઈ ગઈ :- શ્રી સી.આર.પાટીલ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, વડોદરા શહેર વી.સી.સી.આઈ દ્વારા આજે વિશ્વ MSME દિવસની ઉજવણી કરવામા આવી હતી. ઔધોગિક સંગઠન અને ચેમ્બર્સના અગ્રણીઓ દ્વારા આજે હોટલ ગ્રાન્ડ મરક્યુરિ ખાતે ખાસ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. વડોદરા શહેરની સયાજીગંજ વિસ્તારમા આવેલી હોટલ ગ્રાન્ડ મરકયુરી ખાતે યોજાયેલા વિશ્વ MSME ડે કાર્યક્રમમા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના હસ્તે વીસીસીઆઇ દ્રારા તૈયાર કરાયેલ વેબ પોર્ટલ મેક ઈન ગુજરાત લોન્ચ કરાયુ હતુ.

The web portal Make in Gujarat prepared by VCCI was launched by the State President Shri CR Patil at the World MSME Day program held at Hotel Grand Mercury in Sayajiganj area of Vadodara.

કાર્યક્રમમા ઔધોગિક એકમોના 14 એસોસિએશન દ્વારા અગ્નિવીર માટે દેશના આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબને સંબોધિત એક પત્ર પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબને સુપ્રત કરાયો હતો. શ્રી પાટીલ સાહેબે સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, MSME દેશની કરોડરજ્જુ છે MSME દેશમાં સૌથી સારું કામ ગુજરાતમાં કરે છે. દિલ્હીના એક અધિકારી આવ્યા હતા જેમને કહ્યું MSME સેક્ટરનું સૌથી સારું કામ ગુજરાતમાં થાય છે. ઇન્ડસ્ટ્રીઝને તમામ સુવિધા સરકાર પૂરી પાડે છે તેમજ મોટી ઇન્ડસ્ટ્રીઝને ચલાવવા MSME ઉદ્યોગો જરૂરી છે.

હું પણ એક સમયે ઇન્ડસ્ટ્રીઝ ચલાવતો હતો દેશમાં ખેતી બાદ MSME સૌથી વધુ નોકરી આપે છે. કોરોના બાદ ઉદ્યોગકારોનો આત્મવિશ્વાસ વધ્યો છે અને વડોદરા શહેર જિલ્લાના MSME બે લાખથી વધુ લોકોને નોકરી આપે છે. અગ્નિવીરો માટેની અગ્નિપથ યોજનાને લઈ કેટલાક લોકોએ વાતાવરણ બગાડવાનું કામ કર્યું છે. દેશમાં કેટલાક પોલિટિકલ પાર્ટીના લોકો બેજવાબદાર પૂર્ણ વર્તન કરે છે. તૈયાર થયેલા અગ્નિવીરો દેશ પર થતાં આક્રમણ વખતે એક મોટી તાકાત બની રહેશે અને દરેક ઘરમાં અગ્નિવીરો હશે તો દરેક ઘરમાં શિવાજી હશે.

દેશની આંતરિક સુવિધા વધારવા માટેની તેમજ વતન માટેની આ યોજના છે. એક સમય હતો કોંગ્રેસ આખા દેશમાં છવાયેલી હતી જે આજે ભૂસાઈ ગઈ અને આજે કોંગ્રેસના વિકલ્પ પ્રમાણે પ્રાદેશિક પાર્ટીઓ છે. પ્રાદેશિક પક્ષ કૌટુંબિક પક્ષ બની ગયા છે શિવસેના, સમાજવાદી પાર્ટી, એન.સી.પી બધી જ કૌટુંબિક પાર્ટી છે. એન.સી.પી, સમાજવાદી પાર્ટી સહિત આવી કૌટુંબિક પાર્ટી પોતાના પરિવારના હિત માટે કામ કરે છે.

શ્રી પાટીલ સાહેબે વધુમાં જણાવ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વડોદરામાં જે રીતે સન્માન કર્યું તેનાથી માન.પ્રધાનમંત્રીશ્રી ખૂબ ભાવવિભોર બની ગયા હતા. આજે વડાપ્રધાનશ્રી દેશના વિકાસ માટે અથાગ પ્રયત્ન કરે છે. કોરોના બાદની પરિસ્થિતિમા ઔધોગિક એકમો માટે તેઓ મોટા પેકેજ પણ જાહેર કર્યા છે.

આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શહેર પ્રમુખશ્રી વિજયભાઇ શાહ, રાજયના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, સાસંદ શ્રીમતી રંજનબેનભટ્ટ, મેયરશ્રી કેયુરભાઈ રોકડીયા, ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ સુખડિયા, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહીલે તથા ઔધોગિક એસોસીએશનના અગ્રણી મોટી સંખ્યામા ઔધોગિક એકમોના એસોસિએશનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.