Western Times News

Gujarati News

ભટ્ટ અને નેતા સામે ફરિયાદ કરનારા કોન્સ્ટેબલે રક્ષણ માગ્યું

અમદાવાદ, ગોધરાકાંડ મામલે સુપ્રિમકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપ્યા બાદ પોલીસ કમિશનર કચેરીમાં ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કરણસિંહ પંતે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિત અરજી કરી પોલીસ રક્ષણ માંગ્યું છે.

ગોધરાકાંડ બાદ મળેલી તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજયના આઇપીએસ અધિકારીઓ વચ્ચે થયેલી મિટિંગ અંગે ખોટી એફિડેવીટ કરાવનાર પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ અને તત્કાલીન વિરોધ પક્ષના નેતા સામે કરણસિંહ પંતે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ૨૦૧૧ની સાલમાં ફરિયાદ નોંધાવી હતી. પંતે પોતાની રજુઆતમાં જણાવ્યું છે કે, તેઓને અને તેમના પરિવારને કટ્ટરવાદી તત્વોથી જાનનું જાેખમ છે.

પંતની અરજીમાં જણાવ્યા મુજબ ૨૦૦૨ના ગોધરાકાંડ બાદ ગત તા.૨૭-૨-૨૦૦૨ના રોજ મળેલી મિટિંગમાં હાજરી બાબતે તત્કાલીન આઇપીએસ સંજીવ ભટ્ટના આક્ષેપો ખોટા સાબિત થયા છે.જેમાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટે અમોને ખોટી રીતે સંડોવી ધાકધમકી અને છળકપટથી એફિડેવીટ પર સહીઓ લીધી હતી.

આ વિરોધ પક્ષના નેતાએ ખોટી એફિડેવીટમાં બળજબરીથી સહીઓ કરાવવામાં આવી હતી. પંતે આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં તત્કાલીન આઇપીએસ સંજીવ ભટ્ટ અને વિરોધ પક્ષના નેતા વિરૂધ્ધ ફરિયાદ ૨૦૧૧માં કરી હતી. જે કેસમાં ચાર્જફ્રેમ થઈ ગયુ છે તેમજ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કેસ હાલ પેન્ડિંગ છે.

આ બાબતને સુપ્રિમ કોર્ટે પોતાના ચુકાદામાં ટાંકી છે. આ ચુકાદાની બાબતોનું તમામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થઈ છે. રાજ્યની હાલની વર્તમાન કોમન્યુલ પરિસ્થિતિને ધ્યાને લેતા કેટલાક કટ્ટરવાદી તત્વો, સંગઠનો અને રાજકીય સંગઠનોથી તરફથી અમોને જાન માલનું જાેખમ ઉભું થયું છે.

તત્કાલીન આઇપીએસ ભટ્ટ સહિતના લોકો વિરૂધ્ધ કરેલા કેસનો ચુકાદો ના આવે ત્યાં સુધી અમોને તથા અમારા પરિવારને પોલીસ રક્ષણ પૂરું પાડવા પોલીસ હેડ કોન્સ્ટેબલ કરણસિંહ પંતે રજુઆત કરી છે. આ મુદ્દો પરિવાર અને પોતાના જાનના રક્ષણનો હોવાથી ગૃહમંત્રીને સીધી અરજી કર્યાનો અરજદારે અરજીમાં જણાવ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ કરણસિંહે પોલીસ ફરિયાદ કર્યા બાદ તેઓના કેસના સાક્ષીનું ૫ દિવસ માટે અપહરણ થયું હતું. આ કેસના આરોપીઓ આજદિન સુધી મળ્યા નથી. સાબરમતી પોલીસ સ્ટેશનમાં અરજદાર ફરજ બજાવતા હતા તે સમયે પીઆઈને નનામો પત્ર મળ્યો હતો. જે પત્રમાં અરજદારના નામનો ઉલ્લેખ કરી ધમકી આપવામાં આવી હતી.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers