Western Times News

Latest News from Gujarat India

“ભારતમાં હવે સફળ થવા માટે સખત પરિશ્રમ, નક્કર કામગીરી અને આવિષ્કાર જ તમારી સફળતા નિર્ધારિત કરે છે.

Rajiv Chandrashekhar at Mehsana Ganpat Vidyalaya Minister for State Information and Technology

“વિધાર્થીઓ સાથે ફાયરસાઇડ ચેટ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ મન ભરી વાતો કરી”

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના નવા ભારતમાં સૌના માટે તકો છે: ‘સ્ટાર્ટઅપ’ એ આજકાલ ફેશન નથી, પરંતુ ન્યૂ નોર્મલ છે ”  કેન્દ્રીય ઈલેક્ટ્રોનીક અને આઈટી રાજ્યમંત્રીશ્રી રાજીવ ચંદ્રશેખર

મહેસાણા જિલ્લાના ગણપત વિશ્વ વિધાલય ખાતે  યુવા ભારતના માટે નવું ભારત અનેક તકોના કાર્યક્મમાં ઉપસ્થિત કેન્દ્રીય ઈલેક્ટ્રોનીક અને આઈટી રાજ્યમંત્રીશ્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ભારત, છેલ્લાં 7 વર્ષોમાં, 70,000થી વધુ નોંધાયેલાં સ્ટાર્ટઅપ્સ અને 100 યુનિકોર્ન સાથે વિશ્વની સૌથી વધુગતિશીલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તરીકે ઉભરી આવ્યું છે.

કેન્દ્રીય ઈલેક્ટ્રોનીક અને આઈટી રાજ્યમંત્રીશ્રી રાજીવ ચંદ્રશેખરે ઉમેર્યું હતું કે ગુજરાતમાં વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સને તેમના ઇનોવેશન પ્રત્યેના જુસ્સાને આગળ વધારવા માટે પ્રેરણા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપને ઉભરતી ટેકનોલોજીઓમાં કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપતાં

તેમણે ઉમેર્યું હતું કે, “આગળ વધવાનો માત્ર એક જ મંત્ર છે – આવિષ્કાર, આવિષ્કાર અને આવિષ્કાર. આવિષ્કાર આપણું તેમજ રાષ્ટ્રના ભવિષ્ય નિર્માણ કરશે તેમ જણાવી તેમણે સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકો ભારતીય અર્થતંત્રને ટ્રિલિયન તરફ લઇ જશે તેમ ઉમેર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય ઈલેક્ટ્રોનીક અને આઈટી રાજ્યમંત્રીશ્રી વિધાર્થીઓ સાથે ફાયરસાઇડ ચેટ માં મનભરીને વાતો કરી હતી.મંત્રીશ્રીએ વિધાર્થીઓ દ્વારા વિવિધ પ્રશ્નોનોના સરળતાથી અને સહજતાથી જવાબ આપ્યા હતા

મંત્રીશ્રીએ ફાયર સાઇટ ચેટમાં વિધાર્થીઓ દ્વારા પુછાયેલ પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે, “ભારતમાં હવે સફળ થવા માટે સખત પરિશ્રમ, નક્કર કામગીરી અને આવિષ્કાર જ તમારી સફળતા નિર્ધારિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે આ નવું ભારત છે જેનું નિર્માણ નરેન્દ્રમોદીજી કરી રહ્યાછે.

તેમણે સંવાદમાં વધુમાં જણાવ્યું હતું કેઆજ યુવા ભારતીયોને સફળ થવા માટે અત્યારે જેટલો યોગ્ય સમયછે તેવો સમય પહેલાં ક્યારેય નહોતો. આ સ્થિતિ નરેન્દ્ર મોદી સરકાર અને ગુજરાત સરકારની સક્રિય નીતિઓને આભારીછે.”

સંવાદમાં વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સે સંખ્યાબંધ પ્રશ્નો પૂછ્યા હતા. તેમના પ્રશ્નોમાં બ્લૉકચેઇન, ક્રિપ્ટોકરન્સી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીનલર્નિંગ, મેટાવર્સ વગેરે મુદ્દાઓને આવરી લેવામાં આવ્યાહતા. મંત્રીએ તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા હતા અને તેમને ડ્રોનટેકનોલોજી, અવકાશક્ષેત્ર તેમજ આવનારા સમયના અન્યમુદ્દાઓ વિશે અન્ય માહિતી પણ આપી હતી.

ગણપત યુનિવર્સિટીની મુલાકાતનો બહુપ્રતીક્ષિત ભાગ હતો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે મંત્રીની ફાયરસાઇડ ચેટ યોજાઈ હતી. ત્રણ વિદ્યાર્થીઓએ મંત્રીનો ઈન્ટરવ્યુ લીધો અને તેમના પ્રારંભિક જીવનના અનુભવથી લઈને ઉદ્યોગસાહસિક પ્રવાસથી લઈને ડિજિટલ ઈન્ડિયા પરના પ્રશ્નો અને ટેકડે યુવાનોને તક આપે છે તે અંગેના પ્રશ્નો પૂછ્યા હતા. સત્રમાં વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સની ભરચક મેદનીમાંથી પ્રશ્નો પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. મંત્રીએ તમામ પ્રશ્નોના જવાબો આપ્યા અને વિદ્યાર્થીઓ અને ઉભરતા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન પણ આપ્યું હતું.

આ સંવાદમાં પ્રેક્ષકોએ ખૂબ જ રસપૂર્વક ભાગ લીધો હતો અને સ્ટાર્ટઅપ તેમજ વિદ્યાર્થીઓ વિષય વસ્તુપર મંત્રીશ્રીના વ્યાપક જ્ઞાનથી પ્રભાવિત થઇ ગયા હતા. મંત્રીશ્રી રાજીવચંદ્રશેખર જેઓ પોતે એક ટેકનોક્રેટ, સફળ ઉદ્યોગસાહસિક છે એક સક્રિય સાંસદ અને ટેકનોલોજી સંબંધિત નીતિઓના સક્રિય હિમાયતી, યુવાપેઢી માટે એક આદર્શ પ્રેરણા તરીકે સેવા આપેછે.

મંત્રીશ્રી રાજીવચંદ્રશેખરની મુલાકાત દેશભરના  વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સને ઉભરતી ટેકનોલોજીમાં કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવાનાં તેમનાં મિશનનો પણ એક ભાગ છે. તેમને ઉભરતી તકનીકોમાં કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરાય છે.

રાજ્ય શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોરે જણાવ્યું હતું કે ગણપત યુનિવર્સિટીએ “શિક્ષણ દ્વારા સમાજનો ઉત્થાન” વિધાનને સાચા અર્થમાં મૂર્તિમંત કર્યું છે.તેમણે ઉમેર્યું હતું કે ગણપતદાદાએ છેલ્લા 25વર્ષથી પોતાની માતૃભૂમિની આદર કરી છે, જેના ફળદાયી પરિણામ તરીકે,  ગુજરાતને ગણપત યુનિવર્સિટી જેવી હાઇ-ટેક સંસ્થા મળી છે.

મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોરે ઉમેર્યું હતું કે  સેવાભાવી વિદ્યાર્થીઓ થકી આ સમાજના ઉત્થાનનું દાદાનું સ્વપ્ન સાકાર થયું છે. સમાજના વિકાસ માટે દાદાએ શિક્ષણને મહત્વ આપીને સમાજની કાયમી સમૃદ્ધિ મેળવી શકાય છે. આવા અદ્ભુત કાર્ય કર્યું છે. મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોરે વધુમાં જણાવ્યું હતું કે ગણપત યુનિવર્સિટી દેશની પ્રથમ અને એકમાત્ર એવી યુનિવર્સિટી બની છે જેનું જાપાન ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ યુનિટ છે.જેમાં સૈનિક સ્કૂલ ફોર ગર્લ્સ અને મરીન એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સ માટે નું વિશ્વ-કક્ષાનું કેમ્પસથી રાષ્ટ્ર વિકાસનું કામ થઇ રહ્યું છે.

આ પ્રસંગે ગણપત યુનિના ગણપતભાઇ પટેલ ઓનલાઇન માધ્યમથી જોડાઇ ગણપત વિશ્વ વિધાલય અને તેની સિધ્ધીઓ બાબતથી અવગત કર્યા હતા.આ પ્રસંગે મંત્રીશ્રીએ ગણપત વિશ્વ વિધાલયના સ્ટાર્ટઅપસને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમમાં ધારાસભ્ય રમણભાઇ પટેલ,અગ્રણી ગોવિંદભાઇ પટેલ, આનંદભાઇ પટેલ,ઉચ્ચ શિક્ષણના કમિશ્નર એમ.નાગરાજન,તકનીકી  શિક્ષણના ડાયરેકટર જી.ટી પંડ્યા.ગણપત યુનિના પ્રો ચાન્સેલર મહેન્દ્ર શર્મા,વાઇસ ચાન્સેલર ડો રાકેશ પટેલ,રજિસ્ટ્રાર ડો અમીત પટેલ,ગણપત વિશ્વ વિધાલયની ટ્રસ્ટ્રીઓ,બોર્ડ મેમ્બર,પ્રોફેસરો,શિક્ષકો સહિત વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers