Western Times News

Gujarati News

G-7 સમિટ પહેલાં પ્રધાનમંત્રી મોદીને મળવા જો બાઈડન સામેથી આવ્યા

PM Narendra Modi with US President Joe Biden, French President Emmanuel Macron and Canadian PM Justin Trudeau at the G-7 Summit in Germany.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પ્રધાનમંત્રીની “ચા પર ચર્ચા”

ભારતના પ્રધાનમંત્રી મોદી જસ્ટીન ટ્રુડો સાથે ચર્ચા કરી રહ્યા હતા, અમેરિકાના જો બાઈડન પ્રધાનમંત્રી મોદીને જોઈને તરત તેમને મળવા પહોંચે છે.  પાછળથી જો બાઈડેને પ્રધાનમંત્રીના ખભા પર હાથ મુકી સામેથી બોલાવ્યા હતા. 

જર્મની, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમિટમાં ભાગ લેવા માટે જર્મનીના એલમાઉ પહોંચ્યા છે.  સમિટ દરમિયાન એવી ઘણી ક્ષણો આવી હતી જેને ભારતના વધતા કદ તરીકે જોવામાં આવી રહી છે. આ દરમિયાન એવું પણ જોવા મળ્યું હતું કે યુએસ પ્રેસિડેન્ટ જો બિડેન પીએમ મોદી સાથે હાથ મિલાવવા પાછળ દોડી આવ્યા હતા.

મોદીએ તેમની સાથે ખૂબ જ ઉષ્મા સાથે હાથ મિલાવ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. PM નરેન્દ્ર મોદી જર્મનીના શ્લોસ એલમાઉમાં G-7 સમિટ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ચા પર ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

Prime Ministers @narendramodi and @JustinTrudeau meet on the sidelines of the G-7 Summit in Germany. They took stock of the India-Canada friendship and discussed ways to further strengthen it across various sectors.
Prime Ministers @narendramodi and @JustinTrudeau meet on the sidelines of the G-7 Summit in Germany. They took stock of the India-Canada friendship and discussed ways to further strengthen it across various sectors.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમિટમાં ભાગ લેવા માટે જર્મનીના એલમાઉ પહોંચ્યા છે. અહીં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પછી, G-7 ના સભ્યો અને મુલાકાતી દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ પણ સાથે ફોટા પડાવ્યા.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ ક્લાઈમેટ, એનર્જી અને હેલ્થ પર જી-7 સત્રમાં ગ્રીન ડેવલપમેન્ટ, ક્લીન એનર્જી, સસ્ટનેબલ જીવનશૈલી અને વૈશ્વિક સુખાકારી તરફ ભારતના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો.

PM @narendramodi and President @CyrilRamaphosa held talks on the sidelines of the G-7 Summit. They discussed the full range of friendship between India and South Africa including ways to boost trade and people-to-people ties.

PM નરેન્દ્ર મોદીએ G-7 સમિટ દરમિયાન મ્યુનિકમાં આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી. આ દરમિયાન બંને દેશોના નેતાઓએ ભારત અને આર્જેન્ટિના વચ્ચે વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધોને ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.