Western Times News

Gujarati News

ઉદ્ધવ ઠાકરેએ ૨૨ જૂને જ મુખ્યમંત્રી પદ છોડવાની તૈયારી કરી હતી

File

મુંબઇ, પોતાની જ પાર્ટીમાં બળવોનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ૨૨ જૂને સાંજે ૫ વાગ્યે રાજીનામું આપવાની તૈયારી કરી લીધી હતી. સૂત્રોનું માનીએ તો જ્યારે ઉદ્ધવને સ્પષ્ટ થયું કે બળવાખોર ધારાસભ્યોની સંખ્યા સતત વધી રહી છે અને તેમની સરકાર બચાવવાનો કોઈ રસ્તો નથી, ત્યારે તેમણે રાજીનામું આપવાનો ર્નિણય કર્યો.On June 6, Uddhav Thackeray was preparing to resign as Chief Minister

સૂત્રોએ જણાવ્યું કે મહા વિકાસ આઘાડી સરકારને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે ઉદ્ધવ ઠાકરેએ આ સમયગાળા દરમિયાન ભાજપના નેતાઓનો પણ સંપર્ક કર્યો હતો. જાે કે, જ્યારે બધું કામ ન થયું, ત્યારે તેમણે રાજીનામું આપવાની તૈયારી કરી હતી અને પછી ૨૨ જૂનની સાંજે શિવસેનાના સ્થાપક બાળાસાહેબના સ્મારક પર જવાની તૈયારી કરી હતી. રાજીનામાની જાહેરાત કરવા માટે ઠાકરેએ ૫ વાગ્યા સુધીનો સમય નક્કી કર્યો હતો.

પરંતુ પ્લાનમાં ફેરફાર બાદ કોન્ફરન્સ સાંજે ૫.૩૦ કલાક માટે નક્કી કરવામાં આવી હતી. નોંધપાત્ર વાત એ છે કે, આ સમગ્ર ઘટનાના થોડા કલાકો બાદ જ ઠાકરે તેમના પરિવાર સાથે સીએમ આવાસ છોડીને માતોશ્રી પહોંચ્યા હતા.
શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને બળવાનું કારણ સમજાવ્યું હતું. જેમાં ધારાસભ્યોએ તેમના પર ઘણા મોટા આરોપો લગાવ્યા હતા.

ભલે તે સીએમ દ્વારા પોતાની પાર્ટીના ધારાસભ્યોને ન મળવાનો કે પછી તેમને અયોધ્યા જતા રોકવાનો મુદ્દો હોય. એકનાથ શિંદેએ ટિ્‌વટર પર શેર કરેલા પત્રમાં આવા અનેક મોટા આરોપો છે. સામે આવેલા પત્રમાં શિવસેનાના ધારાસભ્યોએ ઉદ્ધવ દ્વારા તેમના ધારાસભ્યો કરતાં કોંગ્રેસ અને એનસીપીના નેતાઓને પ્રાધાન્ય આપવાની ફરિયાદ પણ કરી છે.

શિંદે દ્વારા શેર કરવામાં આવેલા આ પત્રની નીચે ઔરંગાબાદ પશ્ચિમ વિધાનસભા સીટના ધારાસભ્ય સંજય શિરસાટનું નામ લખવામાં આવ્યું છે. એટલે કે તમામ ધારાસભ્યો વતી આ પત્ર લખવાનું કામ શિરસાટે કર્યું. બુધવારે રાત્રે ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનનું નિવાસસ્થાન ખાલી કર્યા પછી થયેલા વિકાસનો ઉલ્લેખ કરતાં, તેમણે કહ્યું કે, “ગઈકાલે વર્ષા બંગલાના દરવાજા સાચા અર્થમાં સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યા હતા.

બંગલા પર ભીડ જાેઈને દિલ ખુશ થઈ ગયું હતું. આ દરવાજા છેલ્લા દોઢ વર્ષથી શિવસેનાના ધારાસભ્યો માટે પણ અમારા માટે બંધ હતા. ધારાસભ્ય તરીકે એ બંગલામાં પ્રવેશવા માટે અમારે તમારી બાજુમાં રહેતા લોકોને વિનંતી કરવી પડી હતી, જેઓ એક સમયે ચૂંટણી લડ્યા હતા. તેઓ ચૂંટણી દ્વારા નથી આવ્યા, પરંતુ અમારા જેવા લોકોના ખભા પર બેસીને વિધાન પરિષદ અને રાજ્યસભામાં પહોંચ્યા છે.HS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.