Western Times News

Gujarati News

આસામના મુખ્યમંત્રી ઘૂંટણસમા પાણીમાં ચાલીને પુરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા

Chief Minister of Asam Hemant Biswa Sarma interaction with flood-affected people during his visit to Bajali.

મંગળવારે આસામના મોટાભાગના વિસ્તારોમાં પૂરના કારણે, મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ બજાલીના ભબાનીપુરમાં ચારાલપારા નયાપરા વિસ્તારની મુલાકાત લીધી. સરમા પાણી ભરેલી શેરીઓમાંથી પસાર થયા અને સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી. Chief Minister of Asam Hemant Biswa Sarma interaction with flood-affected people during his visit to Bajali.

એક મહિલાને ‘ફુલમ ગામોસા’ સાથે મુખ્યમંત્રીનું સ્વાગત કરતી જોવા મળી હતી. સરમાએ પૂરગ્રસ્ત લોકોને મદદની ખાતરી આપી હતી. સીએમએ કહ્યું કે અસરગ્રસ્ત લોકોની યાદી તૈયાર કરવામાં આવશે અને તે મુજબ રાહત સામગ્રી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલાં જ – મે 2021માં  પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે રાજ્યપાલ જગદીશ મુખીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.

થોડા સમય પહેલાં, આસામમાં મુખ્ય પ્રધાનને લઈને ભાજપના નેતૃત્વમાં ભારે મૂંઝવણ હતી. નિરાકરણ માટે કેન્દ્રીય નેતૃત્વએ વિદાય લેતા મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને રાજ્યના આરોગ્ય પ્રધાન અને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર હેમંત બિસ્વા સર્માને દિલ્હી બોલાવીને તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.