Western Times News

Gujarati News

અમદાવાદ-દરભંગા સ્પેશિયલ અને ગાંધીનગર-વારાણસી એક્સપ્રેસ રદ્દ  કરાઈ

Ahmedabad Western Railway Division surpasses Rs 1800 crore revenue in 82 days

પ્રતિકાત્મક

ઉત્તર મધ્ય રેલ્વેના પામાં-રસુલપુર ગોગુમઉ-ભીમસેન સ્ટેશનો વચ્ચે ડબલિંગ કામને કારણે રદ કરવામાં આવી છે, તેમ પશ્ચિમ રેલવે દ્વારા જણાવવામાં આવ્યુ હતું. 

ઉત્તર મધ્ય રેલવેના ઝાંસી મંડળના ઝાંસી-કાનપુર સેન્ટ્રલ સિંગલ લાઇન સેક્શન પર પામાં  -રસુલપુર ગોગુમઉ-ભીમસેન સ્ટેશનો વચ્ચે ડબલિંગ સાથેના નોન -ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-દરભંગા સાપ્તાહિક વિશેષ અને ગાંધીનગર કેપિટલ-વારાણસી સાપ્તાહિક  એક્સપ્રેસ ટ્રેનો રદ્દ  રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. Ahmedabad Darbhanga special train cancelled

1. તારીખ 01 જુલાઈ અને 08 જુલાઈ 2022ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નં.09465 અમદાવાદ-દરભંગા સાપ્તાહિક વિશેષ ટ્રેન રદ્દ રહેશે.

2. તારીખ 04 જુલાઈ અને 11 જુલાઈ 2022 ના રોજ દરભંગાથી ઉપડનારી ટ્રેન નંબર 9466 દરભંગા-અમદાવાદ વિશેષ ટ્રેન રદ્દ રહેશે.

3. તારીખ 07 જુલાઈ અને 14 જુલાઈ 2022ના રોજ ગાંધીનગર કેપિટલથી ઉપડનારી ટ્રેન નં 22468 ગાંધીનગર-વારાણસી એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે

4. તારીખ 06 જુલાઈ અને 13 જુલાઈ 2022 ના રોજ વારાણસીથી ઉપડનારી  ટ્રેન નં 22467 વારાણસી ગાંધીનગર એક્સપ્રેસ રદ્દ  રહેશે.

ટ્રેનોનો ઊપડવાનો સમય, રોકાણ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે  www.enquiry indianrail. gov.in પર ક્લિક કરીને જોઇ શકાશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.