Western Times News

Gujarati News

ભારતે આયરલેંડને રોમાંચક મુકાબલામાં આપી માત, રંગ લાવી દીપક-સંજૂની મહેનત

ડબલિન, દીપક હુડ્ડાએ મંગળવારે પોતાની ટી૨૦ ઇન્ટરનેશનલ કેરિયરની પ્રથમ સદી ફટકારી હતી. તેમણે ૧૦૪ રન બનાવ્યા. તેમની આક્રમક ઇનિંગના લીધે ભારત આયરલેંડને બીજી ટી૨૦ માં રોમાચાંક મુકાબલામાં ૪ રનથી માત આપી હતી.

આ પ્રકારે ટીમે ૨ મેચોની સીરીઝ પર ૨-૦થી કબજાે જમાવી લીધો છે. ટીમ ઇન્ડીયાએ પહેલાં બેટીંગ કરતાં ૭ વિકેટના નુકસાન પર ૨૨૫ રન બનાવ્યા હતા. સંજૂ સૈમસને પણ ૭૭ રન બનાવ્યા. તેના જવાબમાં આયરલેંડના બેટ્‌સમેનોએ જાેરદાર સંઘર્ષ કર્યો. પરંતુ ટીમ ૫ વિકેટ પર ૨૨૧ રન બનાવી શકી. ટીમને અંતિમ બોલમાં જીત મળી. ભારતની આ આયરલેંડ પર ટી૨૦માં સતત ૫મી જીત પણ છે.India beat Ireland in a thrilling match, Deepak Sanju’s hard work to bring color

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આયરલેંડે શાનદાર શરૂઆત કરી. પોલ સ્ટર્લિંગે ભુવનેશ્વર કુમારની પહેલી ઓવરમાં એક સિક્સર અને ૩ ચોગ્ગા સહિત ૧૮ રન બનાવ્યા. ટીમને ૫૦ રન ચોથી ઓવરમાં જ પુરા થઇ ગયા હતા.

સ્ટર્લિંગ અને કેપ્ટન એંડ્ર્યૂ બાલબિર્નીએ ભારતીય બોલરોની જાેરદાર ધોલાઇ કરી. સ્ટર્લિંગ છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર લેગ સ્પિનર રવિ બિશ્નોઇનો શિકાર બન્યા. તેમણે ૧૮ બોલમાં ૪૦ રન બનાવ્યા. ૫ ચોગ્ગા અને ૩ સિક્સર ફટકારી. ૬ ઓવરના પાવરપ્લે બાદ એક વિકેટ પર ૭૩ રન હતા.

ગૈરેથ ડેલાની ખાતુ ખોલાવ્યા વિના આઉટ થઇ ગયા. પરંતુ ત્યારબાદ બાલબિર્ની અને હૈરી ટેક્ટરે ત્રીજી વિકેટ માટે ૪૪ રન બનાવ્યા. બાલબિર્ની ૩૭ બોલમાં ૬૦ રન બનાવીને હર્ષલ પટેલનો શિકાર થયા. તેમણે ૩ ચોગ્ગા અને ૭ સિક્સર ફટકારી. ટીમે અંતિમ ૫ ઓવરમાં ૬૨ રન બનાવ્યા હતા અને ૬ વિકેટ હાથમાં હતી. ટેક્ટર ક્રીજ પર હતા. તેમણે પહેલી મેચમાં અણનમ ફિફ્ટી ફટકારી હતી.

અંતિમ બે ઓવરમાં આયરલેંડને ૩૧ બનાવવાના હતા. ૧૯મી ઓવર હર્ષલ પટેલે નાખી હતી અને ૧૪ રન આપ્યા હતા. ત્યારબાદ છેલ્લી ઓવરમાં ૧૭ રનની જરૂર હતી. છેલ્લી ઓવર ઉમરાન મલિકે ફેંકી હતી. જેમાં આયરલેંડની ટીમ ૧૩ ફટકારી શકી હતી. આ પ્રકારે ભારતે મેચ ૪ રનથી જીતી હતી. એડાયર ૧૨ બોલમાં ૨૩ અને ડોકરેલ ૧૬ બોલમાં ૩૪ રન બનાવીને અણનમ રહ્યા હતા.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.