બીએસઈ કો-લોકેશન કેસમાં: નેશનલ સ્ટોક એક્સચેન્જ, ચિત્રા રામાકૃષ્ણ સહિતના ટોચના પદાધિકારીઓ દોષિત

મુંબઈ, ભારતના શેરબજારના ઈતિહાસના સૌથી ચર્ચિત કેસોમાંના એક કો-લોકેશન કેસ સંદર્ભે સેબીએ નેશનલ સ્ટોક એક્સચેન્જ, ચિત્રા રામાકૃષ્ણ સહિતના ટોચના પદાધિકરીઓને દોષિત ઠેરવ્યા છે. સેબીએ આ કૌભાંડમાં અધિકારીઓ અને સંસ્થાઓ સહિત કુલ ૧૮ લોકોને દોષી જાહેર કર્યા છે. સેબીએ આ ૧૮ દોષિતો પર કુલ ૪૩.૮ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ બહુચર્ચિત કો-લોકેશન સ્કેમના ડાર્ક ફાઇબર કેસમાં એનએસઈને પણ દોષિત ઠેરવીને સૌથી વધુ રૂ. ૭ કરોડનો દંડ ફટકાર્યો છે. આ સાથે સેબીએ ડાર્ક ફાઈબર કેસમાં એનએસઈના ભૂતપૂર્વ સીઈઓઅને એમડીચિત્રા રામકૃષ્ણને પણ દંડ ફટકાર્યો છે.
સેબીએ એનએસઈના ભૂતપૂર્વ સીઈઓઅને એમડીચિત્રા રામકૃષ્ણ પર ૫ કરોડ રૂપિયાનો દંડ, એનએસઈના ભૂતપૂર્વ અધિકારી સુબ્રમણ્યમ આનંદ અને આ કેસ સાથે સંકળાયેલા અન્ય ભૂતપૂર્વ અધિકારી રવિ વારાણસી પર ૫ કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ સિવાય સેબીએ વે૨વેલ્થ બ્રોકર્સ પર પણ પેનલ્ટી લગાવી છે અને દંડ તરીકે ૬ કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.
એનએસઈની કો-લોકેશન સર્વિસ સંભાળતા સંપર્ક ઈન્ફોઈનમેન્ટ દ્વારા અમુક બ્રોકરોને મળતી પોઈન્ટ ટૂ પોઈન્ટ ડર્ક ફાઈબર કનેક્ટિવિટી આપવાની ૨૦૧૫ની ફરિયાદના આધારે આ કેસ નોંધાયો હતો. આ કિસ્સામાં કેટલીક બ્રોકિંગ કંપનીઓ અને સભ્યોને કથિત રીતે એનએસઈમાં ‘ડાર્ક ફાઈબર’ના રૂપમાં એક્સક્લુઝિવ એક્સેસ આપવામાં આવી હતી.
તેઓને અન્ય સભ્યોની સરખામણીમાં કોલોકેશન સુવિધાઓ સાથે જાેડાવા માટે વિશેષ સુવિધા આપવામાં આવી હતી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ એનએસઈમેનીપ્યુલેશન કેસમાં એફઆઈઆરનોંધી હતી જેને એનએસઈકો-લોકેશન કેસ-૨૦૧૮ તરીકે પણ ઓળખવામાં આવે છે.SS2KP