Western Times News

Latest News from Gujarat India

કનૈયાલાલના આરોપી ગૌસ મહોમ્મદ પાકિસ્તાનના આતંકી સંગઠન સાથે સંકળાયેલો છે

Udaipur.

ઉદયપુર, સમગ્ર દેશમાં ચકચાર મચાવનારા ઉદયપુરના કનૈયાલાલ મર્ડર કેસમાં હવે એક નવો જ ખુલાસો થયો છે. રાજસ્થાનના ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્રસિંહ યાદવે જણાવ્યું છે કે, આરોપી ગૌસ મહોમ્મદ પાકિસ્તાનના એક આતંકવાદી સંગઠન સાથે જાેડાયેલો છે અને તેણે ૨૦૧૪-૧૫ના ગાળામાં પાકિસ્તાનમાં ટ્રેનિંગ પણ લીધી હતી. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં રાજસ્થાન પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. આ ઘટનાને પગલે રાજસ્થાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.Kanaiyalal’s accused Gaus Mohammad is associated with a Pakistani terrorist organization

રાજ્યમાં કેટલીક જગ્યાએ દેખાવો પણ થયા હોવાના અહેવાલ છે. રાજસમંદ જિલ્લામાં થયેલા દેખાવોમાં થયેલી ઝપાઝપીમાં એક કોન્સ્ટેબલ ઘવાયો હોવાના પણ અહેવાલ છે. બંને ગ્રાહકના સ્વાંગમાં મૃતક કનૈયાલાલની દુકાને ગયા હતા, જ્યાં તેમણે શર્ટ સીવડાવવો છે તેવી વાત કરી હતી. કનૈયાલાલ માપ લઈ રહ્યા હતા ત્યારે એક આરોપી વિડીયો ઉતારી રહ્યો હતો, તે જ વખતે અન્ય એક આરોપી ચાકૂથી કનૈયાલાલ પર તૂટી પડ્યો હતો.

બંને આરોપીએ આ વિડીયોને સોશિયલ મીડિયા પર પણ વાયરલ કર્યો હતો અને કનૈયાલાલની હત્યાની જવાબદારી સ્વીકારી હતી. આ મામલે દ્ગૈંછએ કેસ દાખલ કર્યો છે અને તેની ટીમ પણ ઉદયપુર પહોંચી ગઈ છે. આરોપીઓ સામે નોંધાયેલી ફરિયાદમાં હત્યા, કાવતરું રચવા ઉપરાંત આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

કનૈયાલાલના પરિવારજનોનો દાવો છે કે તેમણે ૧૫ જૂને પોતાને અસામાજિક તત્વો દ્વારા ધમકી અપાઈ રહી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જાેકે, પોલીસે તેના પર કાર્યવાહી કરવાને બદલે સમાધાન કરવા કહ્યું હતું. પોતાના પર હુમલો થઈ શકે છે તેવા ડરથી કનૈયાલાલે છ દિવસ સુધી દુકાન પણ નહોતી ખોલી. જાે પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરી હોત તો આજે કનૈયાલાલ જીવતા હોત. કનૈયાલાલે નૂપુર શર્માના સમર્થનવાળી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

જાેકે, કનૈયાલાલનો દાવો હતો કે તેમનો દીકરો મોબાઈલ ફોન પર ગેમ રમી રહ્યો હતો ત્યારે તેનાથી ભૂલથી આ પોસ્ટ શેર થઈ હતી. તેમણે આ પોસ્ટને પણ ડિલીટ કરી નાખી હતી. ઉલ્લેખનીય છે કે, કનૈયાલાલે શેર કરેલી પોસ્ટ પર તેમના વિરુદ્ધ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાની ફરિયાદ થઈ હતી, જેમાં તેમની ૧૦ જૂને ધરપકડ કરાઈ હતી, અને બીજા દિવસે તેમને જામીન પર મુક્ત કરાયા હતા. ત્યારબાદ તેમણે પોતાને ધમકીઓ મળી રહી હોવાનું કહી પોલીસ પ્રોટેક્શનની માગ કરી હતી.

બીજી તરફ, આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કનૈયાલાલની અંતિમવિધિ કરવામાં આવી હતી. તેમની અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમની અંતિમયાત્રા સેક્ટર ૧૪માં આવેલા તેમના ઘરેથી નીકળીને અશોકનગર સ્મશાનમાં પહોંચી હતી. કેટલાક લોકો અંતિમયાત્રામાં ભગવા ઝંડા લઈને જાેવા મળ્યા હતા, જ્યારે અમુક લોકો હત્યારાને ફાંસી આપવાની માગ સાથે સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા હતા. કનૈયાલાલની હત્યા બાદ ઉદયપુરના સાત પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારોમાં કરફ્યુ લાગુ કરી દેવાયો છે, અને રાજસ્થાનના તમામ ૩૩ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવાઈ છે.SS3KP

Copyright © All rights reserved. | Developed by Aneri Developers