Western Times News

Latest News from Gujarat India

યુવા પેઢીને બરબાદ કરતી ડ્રગ્સની ખોફનાક દુનિયા

Youngster drugs addiction

પ્રતિકાત્મક

અફઘાનિસ્તાનમાં તાલીબાનોનું શાસન આવ્યા બાદ વિશ્વના અનેક દેશોમાં કેફી દ્રવ્યો ઘુસાડતા ડ્રગ માફિયાઓ સક્રિય બન્યા છે: ભારતના સરહદી રાજયોમાં ડ્રગ્સ ઘુસાડતી ટોળકીઓ સક્રિય

કિશોર અને યુવાનોને ડ્રગ્સના દુષણથી બચાવવા વાલીઓ વિશેષ તકેદારી રાખે

અફઘાનિસ્તાનમાં તાલીબાનોનું શાસન આવતા જ વિશ્વના અનેક દેશોમાં કેફી દ્રવ્યો ઘુસાડતી ટોળકીઓ સક્રિય બની ગઈ છે જેના પગલે ભારત સહિતના દેશો એલર્ટ બન્યા છે પરંતુ ગંભીર બાબત એ છે કે સરહદી વિસ્તારોમાંથી ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓનો સીલસીલો ચાલી રહયો છે.

The horrible world of drugs ruining the younger generation

ભારત દેશ બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે સરહદી વિસ્તારોથી જાેડાયેલો હોવાના કારણે કેફી દ્રવ્યોની ઘુસણખોરી કરતી ટોળકીઓ અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી નાપાક કરતુતો કરી રહી છે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ પકડવા માટે ઝુંબેશ શરૂ કરાઈ છે પરંતુ આજે પણ ડ્રગ્સ પેડલરો સક્રિય બનેલા છે.

ગંભીર બાબત એ છે કે દેશમાં કિશોર વયના લોકો ડ્રગ્સની લતે સરળતાથી ચડી જતા હોય છે અને તેનો લાભ ડ્રગ માફિયાઓ ઉઠાવે છે. આજે ડ્રગ્સ અનેક દેશો માટે દુષણ બની ગયું છે. નશીલા પદાર્થો પકડવા માટે કેટલાક દેશોમાં ખુબ જ કડક કાયદાઓ બનાવવામાં આવેલા છે

જેના પરિણામે આવા દેશોમાં ડ્રગ્સ પકડાવવાની ઘટના ખુબ જ ઓછી બને છે. ભારતે પણ વર્ષો જુના સજાના કાયદાઓમાં ફેરફાર કરવાની તાત્કાલિક જરૂરિયાત છે અને ડ્રગ પેડલરોને કડકમાં કડક સજા કરવામાં આવે તો ડ્રગ્સનું દુષણ નાબુદ થઈ શકે.

પરંતુ વર્તમાન પરિસ્થિતિ જાેતા દેશના ગુજરાત, રાજસ્થાન, પંજાબ, પશ્ચિમ બંગાળ સહિતના રાજયો આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જાેડાયેલા હોવાથી આ રાજયોમાં ડ્રગ્સનું દુષણ વધવા લાગ્યું છે અને એક વખત ડ્રગ્સના બંધાણી થઈ ગયા પછી તેમાંથી બહાર નીકળવું ખુબ જ મુશ્કેલ બને છે.

એટલું જ નહીં પરંતુ ડ્રગ્સના બંધાણીનો સમગ્ર પરિવાર પણ બરબાદ થઈ જતો હોય છે તેથી વાલીઓએ પણ પોતાના સંતાનો ઉપર વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે અને જાે તેમ કરવામાં આવશે તો ભારતની યુવા પેઢી ડ્રગ્સની બરબાદીમાં જતી બચી જશે.

હમણાં જ એન્ટી ડ્રગ્સ ડે ઉજવાઈ ગયો. આજકાલ વિશ્વભરમાં યુવાધન ડ્રગની લપેટમાં આવી ગયું છે. પોતાનું યુવાધન ડ્રગ્સને રવાડે ચડી ગયું છે. જયારે યુવાધન ડ્રગ્સના રવાડે ચડી જઈ જીવન બરબાદ કરી નાંખે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.

ફિલ્મ અભિનેતા સંજય દત્ત જે રીતે ડ્રગ્સના રવાડે ચડ્યા પછી કેવી રીતે ડ્રગ્સની ચુંગાલમાંથી બહાર આવ્યા તેની ફિલ્મ સૌએ જાેઈ છે તો ઈન્ટરનેશનલ ગેમ્સમાં ડ્રગ્સ લઈને મેડલ જીતતા ખેલાડીઓ પકડાયા પછી એમની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાયાના અનેક ઉદાહરણો છે.

પોતાના જીવનની સમસ્યાઓને ભુલી જવા અને કૃત્રિમ રીતે મદહોશીમાં રહેવા માટે કેટલાક લોકો કેફી દ્રવ્યોનું સેવન કરે છે તો કેટલાક લોકો એને સ્ટેટસ સિમ્બોલ ગણીને ડ્રગ્સનું સેવન કરતા હોય છે. કેટલાક ગરીબ લોકો પૈસા કમાવા ડ્રગ્સના ધંધામાં જાેડાઈ જતા હોય છે.

પછી ધીરે ધીરે ડ્રગ્સના બંધાણી પણ બની જતા હોય છે તો કેટલાક લોકો ખોટી સંગતનો ભોગ બનતા હોય છે. પણ એમને ત્યારે એ ખબર નથી હોતી કે આ માટે તે પોતે ઓછા નુકશાનકારકથી લઈને અતિશય નુકસાનકારક માદક દ્રવ્યોનું સેવન કરી રહ્યા છે. ત્યારે આવતીકાલનું જે ભવિષ્ય છે તે યુવાધનમાં નશાકારક કેફી દ્રવ્યોના સેવનથી દૂર રહે તે માટે આ ડ્રગ્સ શું છે અને તેનાથી કેટલું નુકસાનકારક અને કેટલું ખતરનાક છે? તેના વિશે જાણવાનો પ્રયત્ન કરીએ.

નારકોટીકસ એ એવા દ્રવ્યો છે જે અતિશય નુકશાનકારક છે અને મોટા ભાગે તમામ દેશોમાં પ્રતીબંધિત છે. આ દ્રવ્યોનો ગેરકાયદેસર વ્યાપાર આખી દુનિયાના ઘણા દેશોમાં ચાલે છે જેમાં કમનસીબે ભારતનો પણ સમાવેશ થાય છે. ગાંજાના છોડના ફુલોના રસને હશીશ કહે છે જેને ગુજરાતીમાં ચરસ કહે છે. કુદરતી છોડ ‘કોકા’ના પાંદડામાંથી સફેદ પાવડર સ્વરૂપે કોકેઈન નામનું કુખ્યાત દ્રવ્ય બને છે ભારત સરકારે ડ્રગ્સ વિરુદ્ધનો કાયદો ૧૯૮પમાં દાખલ કર્યો.

આ ડ્રગ્સનો વ્યાપાર દેશમાં કાળું નાણું, ગુનાખોરી, ભ્રષ્ટાચાર વગેરે અનેક બદીઓ ફેલાવે છે. કોલમ્બિયા દેશનો કુખ્યાત ડ્રગ ડીલર પાબ્લો એસ્કોબાર રપ અબજ અમેરિકી ડોલરનીકુલ મિલકત ધરાવતો હતો જે હાલના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ અબજ અમેરિકી ડોલરની કુલ મિલકત કરતા પ ગણી વધુ છે તે હજારો કિલોગ્રામ કોકેઈન સમગ્ર વિશ્વમાં દરિયાઈ, જમીન અને હવાઈ માર્ગ ગેરકાયદેસર સ્મગલ કરતો હતો હવે આપણે વિવિધ પ્રકારના ડ્રગ્સ વિશે જાણીએ.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers