દાણમહુડી ગામે ગેસનો બાટલો લીક થતાં ઘરવખરી બળીને ખાખ

ખેડબ્રહ્માના દાણમહુડી ગામે ગેસનો બાટલો લીક થતાં બે દાઝ્યા તથા ઘરવખરી બળીને ખાખ થઈ
ખેડબ્રહ્મા તાલુકાના અંબાજી હાઈવે પર આવેલ દાણમહુડી ગામે આજરોજ તારીખ 30- 6- 22 ના રોજ સવારે 10:00 કલાકે કોઈ અગમ્ય કારણસર ગેસનુ સિલિન્ડર લીક થતાં અથવા ફાટતાં ઘરમાં આગ લાગી હતી.
આગ લાગવાને કારણે ઘરમાલીક ડાભી જયમલભાઈ નાથાભાઈ તથા તેમનો 21 વર્ષનો પુત્ર રાહુલ દાઝ્યા હતા. આ બનાવ બનતાં ફાયર બ્રિગેડને ફોન કરતાં ફાયર બ્રિગેડે આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
તથા જયમલભાઈને 108 દ્વારા ખેડબ્રહ્મા સારવાર માટે લઈ ગયા હતા. જયમલભાઈ પોતાના ઘરમાં દરજીકામ કરતા હોવાથી તેમના તથા ગ્રાહકના કપડા તથા ઘરવખરી બળી જવા પામી હતી.