Western Times News

Gujarati News

પંચમહાલ AAP  દ્વારા ” વિજળી સસ્તી કરો ” નારા સાથે મશાલ પદયાત્રા યોજાઈ

ગોધરા,ગુજરાતમાં આમ જનતાની ચિંતા કરતી આમ આદમી પાર્ટી જનતાની સમસ્યાઓ અને પ્રશ્નોને વાચા આપવા માટે લડત રહી છે. સામાન્ય જનતાની જરુરીયાતો સમજી અને તેઓનું આર્થિક જીવન ધોરણ ઉંચુ લાવવા માટે જનતાને ઉપયોગી થાય તેવી બાબતોને લઈને રોડ પર ઉતરી આંદોલન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં સૌથી મોંઘી વિજળી આપવામાં આવી રહી છે
ત્યારે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી દ્વારા “વિજળી સસ્તી કરો” અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી ના કાર્યકરો દ્વારા “મશાલ પદયાત્રા” નું આયોજન કરવામાં આવ્યું હતું.આજ રોજ પંચમહાલ જિલ્લામાં ભુરાવાવ ચાર રસ્તા થી “મશાલ પદયાત્રા” કાઢવામાં આવી હતી અને શહેરા ભાગોળ, શ્રી સ્વામિનારાયણ મંદિર પાસેથી પસાર થઈ જહુરપુરા શાકમાર્કેટમાં  થઈને રાણી મસ્જીદ સુધી લગભગ ત્રણ કિલોમીટર જેટલી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Panchmahal AAP organized a walk with the slogan “Make electricity cheaper”
પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, વિજળીનું ઉત્પાદન કરતું ગુજરાત રાજ્ય પોતાના જ નાગરિકોને દેશના સમગ્ર રાજ્યના નાગરિકો કરતાં સૌથી મોંઘી વિજળી આપે છે. લાંબા સમયથી સરકારમાં રહેલી ભાજપ સરકાર રાજ્યાના નાગરિકો પાસેથી એક રીતે લુંટી રહી છે. વિજળી સરચાર્જ ના નામે છેલ્લા પાંચ મહિનામાં વિજળીના બિલમાં સતત વધારો કરી રહીં છે. એક રીતે જોઈએ તો કરોડો રૂપિયા જનતા પાસેથી લુંટી રહી છે. દિલ્હી અને પંજાબ જેવા રાજ્યો વિજળી ખરીદીને પણ પોતાના નાગરિકોને મફત વીજળી આપી રહી છે જે જનતાનાં આર્થિક જીવન ધોરણને ઉંચુ લાવવા, મદદરૂપ થઈ રહી છે
જ્યારે ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકાર લોકોને લુંટવા માટે વિજળી મોંઘી કરી રહીં છે. તેથી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં “વિજળી સસ્તી કરો ” અભિયાન ચલાવ્યું છે. રાજ્યની જનતાનો અધિકાર છે કે સરકાર પાસે પોતાનો હક્ક માગવાનો.આજે દિલ્હીમાં ૨૦૦ યુનિટ અને પંજાબ માં ૩૦૦ યુનિટ સુધી આમ આદમી પાર્ટીની સરકાર મફત વીજળી આપતી હોય તો ગુજરાતમાં કેમ નહીં ?
તેવા સવાલો લોકો મા ઉઠી રહ્યા છે.”મશાલ પદયાત્રા” માં પંચમહાલ જિલ્લા માંથી આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્રારા મોટી સંખ્યામાં  મશાલ પદયાત્રા કાઢવામા આવી હતી. જિલ્લા પ્રમુખ દર્શન વ્યાસની આગેવાનીમાં યોજવામાં આવેલી મશાલ પદયાત્રા માં તમામ પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
 તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.