Western Times News

Gujarati News

ઉદ્ધવ ઠાકરેએ જતા જતા પણ સાથીઓની નારાજગી વહોરી

File

મુંબઈ, હું હંમેશા માટે અહીંથી નથી જઈ રહ્યો, હું અહીં જ રહીશ અને ફરી એક વખત શિવસેના ભવનમાં બેસીસ.

આવું કહેતા શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ બુધવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. લગભગ ૧૦ દિવસ સુધી ચાલેલા આ રાજકીય સંઘર્ષમાં

શિવસેના સિવાય મહાવિકાસ અઘાડીના સહયોગી કોંગ્રેસ અને એનસીપી પણ ઠાકરેની સાથે ઊભી રહી હતી પરંતુ સત્તાના અંતિમ દિવસોમાં લેવામાં આવેલા કેટલાક ર્નિણયોએ અનેક લોકોને નારાજ કરવાનું કામ કર્યું છે.

એમવીએમાં સામેલ નેતાનું કહેવું છે કે, તમે માત્ર ઠાકરે પરિવારના સવાલોનો જવાબ આપી શકે છો તેને સલાહ ન આપી શકો.

હવે એવી સ્થિતિ સર્જાઈ છે કે, અનેક સાથી અને પહેલા સહયોગ કરનારા સરકારના ર્નિણયનો વિરોધ કરી રહ્યા છે. તેમાં ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનું નામ બદલવું અને રાજીનામામાં વિલંબ પણ સામેલ છે.

ઔરંગાબાદનું નામ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવાથી કોંગ્રેસનો એક વર્ગ ખૂબ જ નારાજ નજર આવી રહ્યો છે.

પાર્ટીના વર્ગનું માનવું છે કે, ઠાકરેના નેતૃત્વ વાળી સરકારમાં સામેલ પાર્ટીના મંત્રીઓએ આ ર્નિણયથી અંતર જાળવી રાખવાનું હતું અને પોતાનો અસંતોષ વ્યક્ત કરવાનો હતો.

મહારાષ્ટ્ર કોંગ્રેસના કેટલાક નેતા આ મુદ્દાને લઈને કેસી વેણુ ગોપાલ અને મલલ્લિકાર્જૂન ખડગે સુધી પણ પહોંચ્યા હતા પરંતુ દાવો કરવામાં આવ્યો છે કે, આ મામલે હાઈ કમાન્ડ દખલ નહીં કરશે.

પાર્ટીના એક નેતાએ કહ્યું કે, તેમણે કોંગ્રેસને તેમાં સામેલ કરી દીધું. તેમણે જણાવ્યું કે, સેના હિન્દુત્વને લઈને સારી નજર આવવા માગતી હતી. હવે કોંગ્રેસ પણ આ ર્નિણયનો હિસ્સો બની ગઈ છે. અમે આ ર્નિણયમાં ફસાય ગયા. અમારે પરિણામ ભોગવવું પડશે.

રાજ્યસભા ચૂંટણીમાં એમવીએની મદદ કરનારી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના નેતા ઈમ્તિયાઝ ઝલીલે પણ સવાલ ઉઠાવ્યા હતા અને તેને ઉતરતી કક્ષાનું રાજકારણ જણાવ્યું હતું.

ઠાકરેએ સ્થિતિ નિયંત્રણની બહાર જતી જાેઈને રાજીનામું આપવાનો ર્નિણય કરી લીધો હતો પરંતુ પવારે તેમને લડાઈ ચાલું રાખવા માટે મનાવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક સારી વિદાયની યોજના હતી. તેમણે કહ્યું કે, પવારે તેમને ઉતાવળમાં કોઈ પણ ર્નિણય ન લેવા માટે કહ્યું હતું. એવું પણ બતાવ્યું કે, મહાવિકાસ અઘાડી ભાજપની વિરુદ્ધ સાથે મળીને લડશે.

ઉદ્ધવના એક વફાદારે કહ્યું કે, જેવી તેમણે યોજના બનાવી હતી એ પ્રમાણે તેમણે ખાનગી રીતે તાત્કાલિક રાજીનામું આપી દીધું હોત તો તેમને સારી વિદાયની સાથે લોકોનું સમર્થન પણ મળ્યું હોત.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.