જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં આખલો ઘૂસ્યો
જામનગર, જામનગર શહેરમાં આવેલી જીજી હોસ્પિટલ સૌરાષ્ટ્રના લાખો દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. પરંતુ હોસ્પિટલનું વહીવટી તંત્ર ખાડે ગયું હોવાથી હોસ્પિટલ વિવાદના વડલા સમાન બની ગઇ છે.
તેવા સંજાેગો વચ્ચે વધુ એક વખત હોસ્પિટલ તંત્ર ચર્ચાના ચકડોળે ચડ્યું છે.
હદ તો ત્યારે થઇ ગઇ જ્યાંરે દર્દીઓથી ભરચક્ક હોસ્પિટલમાં એકા એક આખલો આવી ચડયો અને લોકોના ટોળાં વચ્ચે બિન્દાસ આંટાફેરા કરવા મંડયો હતો. સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જી.જી. હોસ્પિટલમાં આખલો આટા મારતો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે.
કરુણતાએ છે કે હોસ્પિટલમાં અનેક સિકયુરીટી વાળાઓ સેવા બજાવતા હોય છે. છતાં આ આખલો સાત કોઠા વીંધીને હોસ્પીટલ અંદર કઇ રીતે ઘૂસી ગયો હતો. સિક્યુરિટી પાછળ હોસ્પિટલ દ્વારા દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરવામા આવે છે છતા હોસ્પિટલની અંદર લોકો વચ્ચે બિન્દાસ આંટા મારતા આખલાને તગેડવા વાળું કોઈ ન હોવાથી સિક્યુરિટી કયા છે? તેવો ઘાટ સર્જાયો છે.
હાલ આ આખલાએ હોસ્પિટલ તંત્રની આબરૂ ધૂળધાણી કરી નાખી છે. જાે આખલો કોઈ અકસ્માત સર્જે તો જવાબદાર કોણ..? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. વધુમાં જામનગર મહાનગરપાલિકા તંત્રની બેદરકારી પણ દિવસેને દિવસે હદ વટાવી રહી છે. તાજેતરમાં જ જામનગરમાં રખડતા ઢોરે એક આધેડનો ભોગ લીધો હોવા છતાં ઢોરનો આતંક અટકાવાયા તંત્ર નક્કર પગલા ભરતું નથી. SS3KP