Western Times News

Gujarati News

અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતની આસપાસની ખાડીઓમાં વેહતા પાણીથી પર્યાવરણને નુકશાન

(વિરલ રાણા) ભરૂચ,તારીખ ૩૦.૦૬.૨૦૨૨ ના રોજ મોડી સાંજના સમયે ચાલુ વરસાદમાં અંકલેશ્વર ખાતેની આમલાખાડી ખાડીમાં પ્રદુષિત પાણીની ફરિયાદ સ્થાનિક સામાજિક સંસ્થાને મળતા તેઓ દ્વારા આ બાબતે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે વાલિયા ચોકડી પાસે આવેલ ફાઈનલ પમ્પીંગ સ્ટેશન બંધ હાલતમાં હતું અને પમ્પીંગ સ્ટેશનમાં આવતું એફલુઅન્ટ પાઈપ લાઈન દ્વારા ખાડીમાં જતું હતું.એ સિવાય નોટિફાઈડ હદ વિસ્તાર માંથી પણ વરસાદી પાણીની સાથે મોટા પ્રમાણમાં પ્રદુષિત પાણી આવી રહ્યું હતું.
જે ભેગું થઈ આમલાખાડી ખાડીમાં જતું હતું.જેથી ખાડી પ્રદુષિત થઈ હતી.જેટલો વરસાદ નથી એનાથી વધારે પ્રદુષિત પાણી વહી રહ્યું છે.પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી,NCT અને નોટિફાઈડ વિભાગ ને ઘટના સ્થળે થી ફોન કરી મોખિક ફરિયાદ કરવામાં આવી હતી.
હાલ છાપરા ખાડી અને અમરાવતી ખાડીમાં પણ અંકલેશ્વર વસાહતના પ્રદુષિત વહી રહ્યા છે.દર વર્ષે પાળાઓ બનાવી રોકવાના નિર્થક પ્રયાસો કરવામાં આવે છે.વાંરવાર ના પ્રદુષિત પાણી ના વહન થી માછલીઓ અને જળ-ચળ ના મૃત્યુ થાય છે.
Damage to the environment due to chemical laden water flowing around Ankleshwar Industrial Estate
જેમાં અમરાવતી ખાડી માં આવા બનાવો વાંરવાર બન્યા છે.અગાઉ ૧૬-૦૬-૨૦,૧૩-૦૯-૨૦, ૦૫-૦૬-૨૧ અને ૨૩-૦૬-૨૧ના રોજ પણ આવી રીતે જ પ્રદુષિત પાણી ખાડીઓ માં વહી રહ્યું હતું જેનાથી અનેક માછલીઓ ના મૃત્યુ થયા હતા.જેતે વખતે જીપીસીબી ગાંધીનગર તરફથી હર હમેંશ મુજબ નોટીસો આપી દિશા નિર્દેશો આપવામાં આવેલ હતા.જોકે તેનું અમલ કેટલું થયું એ બાબતે પ્રજા અજાણ છે અને આ પ્રશ્ન ચર્ચા નો વિષય બન્યો છે. આમલા ખાડી અને છાપરા ખાડી પણ અંકલેશ્વર ઓદ્યોગિક વસાહત માંથી જતા પ્રદુષિત પાણી થી વારવાર પ્રદુષિત થાય છે.
પ્રદુષણના આવા કૃત્યો થી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય ને પણ ગંભીર નુકસાન થયું છે.વરસાદી ખાડીઓમાં પ્રદુષણ ના થાય એ બાબતે NGT કોર્ટ ના હુકમ અને સુપ્રીમ કોર્ટના હુકમોનું ઉલ્લઘન થઈ રહ્યું છે.અધિકારીઓ તરફથી મળતા જવાબ અને થતી કાર્યવાહી થી તંત્ર મુક પ્રેક્ષક બની લાચાર અવસ્થા માં હોય એમ લાગી રહ્યું છે. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે અમોને આમલા ખાડી માં પ્રદુષિત પાણી આવતું હોવાની ફરિયાદ મળતા અમારી સ્થળ તપાસ માં માલુમ પડ્યું હતું કે આ પ્રદુષિત પાણી જીઆઇડીસી અંકલેશ્વર ના ફાઈનલ પમ્પીંગ સ્ટેશન પાછળ થી આવતું હતું જ્યાં પમ્પીંગ સ્ટેશન ના NCT માં પ્રદુષિત પાણી મોકલવા માટે ના પંપ બંધ હાલત માં હતા જેથી એફલુઅન્ટ ખાડી માં જતું હતું.
આ બાબતે અમોએ ત્યાના કર્મચારી ને પૂછતા તેને જણાવ્યું હતું કે હાલ માં લાઈટ જતા બંધ થયું છે અને પછી અમારી હાજરી માં જનરેટર ચાલુ કરી પંપ ચાલુ કર્યા હતા.આ એક આકસ્મિક બનાવ  કે કોભાંડ એ તપાસ નો વિષય છે.બેદરકારી સ્પષ્ટ જણાય છે.વરસાદી પાણી સાથે નોટિફાઈડ વિસ્તાર માંથી પણ પ્રદુષિત પાણી ખાડી માં આવતું નજરે જણાઈ રહ્યું હતું.
આવી જ પરિસ્થિતિ B પંપીંગ અને C પંપીંગ સ્ટેશન ની પણ છે ત્યાંથી પણ પ્રદૂષિત પાણી વહી છાપરા ખાડી અને અમરાવતી ખાડી માં વહી રહ્યુ છે.આ બાબતે અમોએ જીપીસીબી,NCT અને નોટિફાઇડ વિભાગ ને મોખિક ફરિયાદ કરી છે. લેખિત ફરિયાદ પણ કરવામાં આવશે. અધિકારીઓ અને પદાધિકારીઓ બદલાયા છે.તો સાથે સાથે પરિસ્થિતિઓ માં બદલાવ ક્યારે આવશે? પર્યાવરણ ને થતું નુકશાન બંધ થાય એવી અમારી માંગ છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.