Western Times News

Gujarati News

સિદ્ધૂ મૂસેવાલાના ફેને બનાવી તેની આબેહૂબ પ્રતિમા

મુંબઈ, પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાના નિધનને એક મહિનો થઈ ગયો છે, પરંતુ પરિવારજનો અને ચાહકો હજી સુધી આઘાતમાંથી બહાર આવ્યા નથી.

૨૯ મેના રોજ સિંગરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગામના જ એક ખેતરમાં મૂસેવાલાને જ્યાં દફનાવવામાં આવ્યો હતો ત્યાં હજી પણ લોકો આવે છે અને શ્રદ્ધાંજલિ આપે છે. મૂસેવાલાના એક ફેને હવે તેની આબેહૂબ પ્રતિમા બનાવી છે અને જ્યાં તેના અંતિમ સંસ્કાર કરાયા હતા ત્યાં જ સ્થાપિત કરી છે. તેનું કહેવું છે કે, તે દિલથી સિંગરને પૂજતો હતો અને તેનો મોટો ફેન હતો.

તેની પ્રતિમા બનાવીને દિવંગત સિંગરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ખેતરમાં પ્રતિમા સ્થાપિત કર્યા બાદ દૂર-દૂરથી લોકો જાેવા આવી રહ્યા છે અને મૂસેવાલાને નમન કરી રહ્યા છે. સાથે જ દિવંગત સિંગરના પરિવારની અપીલ બાદ લોકો ત્યાં છોડ પણ ઉગાડી રહ્યા છે.

સિદ્ધૂ મૂસેવાલાનો આ ફેન મજૂરી કામ કરે છે અને અબોહરથી પોતાના પરિવાર સાથે મૂસા ગામ આવ્યો હતો તેમજ સિંગરની પ્રતિમા બનાવી હતી. તેણે દાવો કર્યો હતો કે, તે લાંબા સમયથી સિંગરનો ફેન રહ્યો હતો અને તેને શ્રદ્ધાંજલિ આપવા માટે જ પ્રતિમા બનાવી છે.

A fan of Musewala has now created a vivid statue of him

બીજી તરફ સિદ્ધૂના પરિવાર તરફથી અપીલ કરવામાં આવી છે કે, જે પણ તેને શ્રદ્ધાંજલિ આપવા માગે છે તેઓ ખેતરની ચારેતરફ છોડ લગાવે. ત્યારબાદ સિંગરના વતનમાં મોટી સંખ્યામાં ફેન્સ પહોંચી રહ્યા છે અને છોડ વાવી રહ્યા છે.

૨૯ મેના રોજ સિદ્ધૂ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેણે અચાનક જ બીમાર માસીના ખબરઅંતર પૂછવા જવાનો પ્લાન બનાવ્યો હતો અને બે મિત્રોને સાથે લીધા હતા. થાર ગાડી સિંગર પોતે ચલાવી રહ્યો હતો, એક મિત્ર બાજુમાં જ્યારે એક પાછળ બેઠો હતો. ગામથી થોડે દૂર તેઓ પહોંચ્યા ત્યારે બે ગાડીએ તેમનો પીછો કર્યો હતો. એક ગાડી ઓવરટેક કરીને આગળ ઉભી રહી ગઈ હતી.

ત્યારબાદ તેમા બેઠેલા શખ્સોએ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. મૂસેવાલાએ પણ બચાવમાં પિસ્તોલથી ફાયરિંગ કરવાનો અને ગાડી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં શાર્પ શૂટર્સે તેને ચારેતરફથી ઘેરી લીધો હતો અને ૩૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

બે ડઝનથી વધુ ગોળી સિદ્‌ઘૂ મૂસેવાલાને વાગી હતી, તેમાંથી કેટલીક તો શરીરની આરપાર પસાર થઈ ગઈ હતી. વધારે લોહી વહેતા અને લિવરમાં સૌથી વધુ ગોળી વાગતાં હોસ્પિટલ લઈ જવાયો તે પહેલા તેનું મોત થયું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.