બહેને ભાઈને લખ્યો 5 કિલો વજનનો -૪૩૪ મીટર લાંબો પત્ર
        (એજન્સી)કોચી, આજના ટેકનોસીેવી સમયમાં કોઈની પણ યાદ આવે એટલે ફોન કરીને વાત કરવી એક સરળ રીત થઈ ગઈ છે. આવામાં કેરળની કિષ્ણપ્રિયાએ તેના ભાઈને ૩૪૩ મીટર લાંબા અને પાંચ કિલો વજનનો પત્ર લખ્યો છે. કિષ્ણાપ્રીયાએ ગીનેશ વર્લ્ડ રેકોર્ડમાં તેના પત્રને સૌથી લાંબા પત્રની શ્રેણીમાં સ્થાન આપવા માટે અરજી કરી છે.
કેરલાના ઉડુકકો જીલ્લામાં આવેલ પીરમેડમાં એન્જીનીયરીયર ક્રિષ્ણપ્રિયાનો છભાઈ વિધાર્થી હોવાથી તે વર્લ્ડ બ્રધર્સ ડેનો દિવસલ તેના ભાઈ સાથે નહોતી વિતાવી શકી તેમ જ પોતાના વ્યસ્ત શેડયુલને કારણે ભાઈને બ્રધર્સ ડેની શુભકામના પણ આપી શકી નહોતી.
કિષ્ણપ્રિયાના ર૧ વર્ષના ભાઈ કિષ્ણપ્રસાદે બહેનને મેસેજ મોકલ્યા જેના પર કલાકો સુધી બહેને ધ્યાન આપ્યું નહોતું. ત્યારબાદ અન્યોએ તેને બ્રધર્સ ડેની શુભકામનાઓ મોકલવાી હતી એના સ્ક્રીનશોટસ પણ મોકલ્યા હતા. બહેને તેના મેસેજાેના જવાબ ન વાળ્યા તેથી નારાજ થયેલા કિષ્ણપ્રસાદે બહેનને વોટસએપ પર બ્લોક કરી દીધી હતી.
કિષ્ણાપ્રિયાએ જણાવ્યું હતું કે વ્યસ્ત શેડયુલને કારણે કોલ કરવાનું તેમ જ મેસેજ કરવાનું ચુકી જવાથી તે ઘણી અપસેટ હતી. તેનું રોષે ભરાવું યોગ્ય હતું.પણ તેણે મને વોટસએપ પર બ્લોક કરતાં દુખી થઈને મે અમારી વચ્ચેના અબોલા તોડવા રપ મે એ તેને પત્ર લખવાનું નકકી કર્યું.
શરૂઆતમાં કિષ્ણપ્રિયાએ એ-૪ સાઈઝના પર પત્ર લખવાની શરૂઆત કરી, પરંતુ તેને એટલું બધું લખવું હતું. કે લાંબા પેપરની જરૂર હતી. સ્ટેશનરીમાં સૌથી લાંબુ પેપર બિલીગ પેપર જ હતું. આથી ૧પ બીલીગ રોલ લઈને તેણે લખવાની શરૂઆત કરી.
પ્રત્યેક પેપર પર પત્ર લખીને ૧ર કલાકે પત્ર લખવાનું તેણે પુરું કર્યું. જાેકે સૌથી મોટી સમસ્યા એને અસેમ્બલ કરીને પેકીગ કરવાની હતી. સેલોટેપ અને ગુંદરની મદદથી બધાને એક બોકસમાં મુકીને તેણે એ પોસ્ટ કર્યો. સદભાગ્યે પોસ્ટમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો વિના આ પત્ર સ્વીકારી લેવાયો હતો. બે દિવસ પછી કિષ્ણપ્રસાદને પત્ર મળ્યો તો પહેલાં તો તેણે પોતાના માટેની ગીફટ હોવાનું અનુમાન કર્યું હતું. જાેકે બોકસ ખોલ્યા પછી તે પોતે પણ મુંઝાઈ ગયો હતો.
