Western Times News

Gujarati News

અમેરિકામાં મોટેલના ભાડાની માથાકૂટમાં બે ગોળીઓ ધરબી દીધી

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા

(એજન્સી)સુરત, અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાઉથ કેરોલિનાના નોર્થ ચાર્લ્સટન શહેરમાં મોટેલ ચલાવતાં ૬૭ વર્ષીય જગદીશભાઈ પટેલની અશ્વેત યુવકે બે ગોળીઓ ધરબી કરપીણ હત્યા કરી દીધી હતી.  A 69-year-old Jagdish Patel was shot dead in his motel in a dispute over a motel bill on June 25 in South Carolina, America. The deceased was a resident of Popra village of Sachin in Surat, Gujarat.

મોટેલમાં ભાડા માટે માથાકૂટ થયા બાદ અશ્વેત યુવકે પોતાના પાસે રહેલી ગન વડે જગદીશભાઈ પટેલને માથા તેમજ પેટના ભાગે ગોળીઓ ધરબી દીધી હતી. જે બાદ તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જાે કે, સારવાર દરમિયાન જગદીશભાઈ પટેલે દમ તોડી દીધો હતો. આ મામલે પોલીસે ૩૪ વર્ષીય ડાર્નેલ ડ્‌વેયન બ્રાઉનની ધરપકડ કરી દીધી છે.

૬૭ વર્ષીય જગદીશભાઈ પટેલ મૂળ સુરતના સચિન વિસ્તારમાં આવેલાં લાજપોર પોપડા ગામના વતની છે અને તેમનો પરિવાર ૨૦૦૭થી અમેરિકામાં સ્થાયી થયેલો છે. અમેરિકાના સ્ટેટ સાઉથ કેરોલિનાના ત્રીજા સૌથી મોટા શહેર નોર્થ ચાર્લ્સટનમાં રિવર્સ એવન્યૂ પાસે ધ ચાર્લ્સટન હાઈટ્‌સ નામની મોટેલનો વ્યવસાય ચલાવતા હતા.

રિપોર્ટ્‌સ અનુસાર ૨૫ જૂનના રોજ, જ્યારે જગદીશ પટેલ પોતાની ઓફિસમાં બેઠા હતા, ત્યારે આરોપી ડાર્નેલે તેમની ઓફિસમાં આવ્યો હતો. જે બાદ બંને વચ્ચે ભાડા બાબતે માથાકૂટ થઈ હતી. ડાર્નેલ છેલ્લા બે દિવસથી મોટેલમાં રોકાયો હતો, પણ ભાડૂં આપતો ન હતો.

ભાડા બાબતે માથાકૂટ થતાં આવેશમાં આવેલાં ડાર્નેલે પોતાના પાસે રહેલી બંદૂક વડે ઉપરાછાપરી જગદીશ પટેલના માથા અને પેટમાં ગોળીઓ ધરબી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જાે કે, ગોળીબારની ઘટના બાદ તાત્કાલિક જગદીશભાઈને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પણ ૩૦ જૂનના રોજ જગદીશ પટેલે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધી હતા.

પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને આ મામલે ૩૪ વર્ષીય ડાર્નેલ ડ્‌વેયન બ્રાઉનની ધરપકડ કરી હતી. જાે કે, અગાઉ પોલીસ દ્વારા ડાર્નેલ ઉપર હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જાે કે, જગદીશભાઈનું નિધન થઈ જતાં ડાર્નેલ ઉપર હત્યાની કલમ પણ ઉમેરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, જગદીશ પટેલના પુત્ર અને વહુ શિકાગોમાં ડૉક્ટર છે. જગદીશ પટેલની હત્યાના સમાચારથી તેમના વતન પોપડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.