Western Times News

Gujarati News

ભારતના ૧૦ રાજ્યમાં મળ્યા નવા વેરિએન્ટના કેસ

નવી દિલ્હી, કોરોના વાયરસ છેલ્લા અઢી વર્ષથી સમગ્ર વિશ્વમાં ઉત્પાત મચાવી રહ્યો છે. લાખો લોકોના કોરોના સંક્રમણથી મોત થયા છે. આમ છતાં હજુ પણ કોરોના જાણે માનવજાતિનો પીછો છોડવા તૈયાર નથી. ઈઝરાયેલના એક વૈજ્ઞાનિકે ડોક્ટર સમુદાય અને મહામારી પર્યવેત્રકોમાં ચિંતા પેદા કરી છે.

ઈઝરાયેલના વૈજ્ઞાનિક ડોક્ટર શાય ફ્લીશોને દાવો કર્યો છે કે ભારતના ૧૦ રાજ્યમાં કોરોનાના સબ વેરિએન્ટ BA.૨.૭૫ ના કેસ મળ્યા છે. ડોક્ટર શાય ફ્લીશોન ઈઝરાયેલના શીબા મેડિકલ સેન્ટરમાં વાયરોલોજી લેબમાં કાર્યરત છે. તેમણે લખ્યું છે કે BA.૨.૭૫ ના ૨ જુલાઈ સુધીમાં ૮૫ સીક્વેન્સ અપલોડ કરાયા છે. જેમાંથી વધુ ભારત (૧૦ રાજ્યો)થી છે.

બાકી સાત અન્ય દેશોમાંથી છે. હાલ ટ્રાન્સમિશનની જાણકારી હજુ સામે આવી નથી. શાયફ્લીશોને આ કોવિડ કેસ અંગે વિસ્તારથી પણ જણાવ્યું છે. તેમના જણાવ્યાં મુજબ ભારતમાં કોવિડના નવા સબ ટાઈપના ૬૯ કેસ મળ્યા હતા.

જેમાંથી ૨૭ મહારાષ્ટ્ર, ૧૩ પશ્ચિમ બંગાળ, એક-એક દિલ્હી અને જમ્મુ કાશ્મીર તથા ઉત્તર પ્રદેશ, ૬ હરિયાણા, ૩ હિમાચલ પ્રદેશ, ૧૦ કર્ણાટક, ૫ મધ્ય પ્રદેશ, ૨ તેલંગણામાંથી મળ્યા.

જીનોમ સિક્વેન્સિંગના ડેટા પર નજર રાખતી સાઈટ ICMRના જણાવ્યાં મુજબ ભારત ઉપરાંત સાત એવા દેશ છે જ્યાં નવો કોવિડ વેરિએન્ટ મળ્યો છે. શાય ફ્લીશોને મ્છ.૨.૭૫ ને સેકેન્ડ જનરેશન વેરિએન્ટ ગણાવ્યો છે.

લખવામાં આવ્યું છે કે એવું પહેલીવાર બન્યું છે કે સેકન્ડ જનરેશન વેરિએન્ટ જ્યાંથી મળી આવ્યા હતા તે દેશોમાંથી નીકળીને બીજા દેશમાં પહોંચ્યા છે. શાય ફ્લીશોને વધુમાં જણાવ્યું છે કે મ્છ.૨.૭૫ આવનારા સમયમાં દુનિયાભરમાં ફેલાઈ જશે તે એટલું જલદી સામે આવી શકે નહીં. પરંતુ મ્છ.૨.૭૫ ચિંતા જરૂર પેદા કરે છે.

જાે કે ICMRના ટોપ વૈજ્ઞાનિક ડોક્ટર સમીરન પાંડાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે એક બાજુ વિદેશી વૈજ્ઞાનિક તેને લઈને ચિંતામાં છે. જ્યારે ભારતીય વૈજ્ઞાનિક કહે છે કે હાલ પેનિક બટન દબાવવું ઉતાવળ રહેશે. તેમણે કહ્યું કે નવા વેરિએન્ટનું મળી આવું એ અસમાન્ય નથી. જેમ જેમ વાયરસ સુસ્ત પડતો જશે વેરિએન્ટ સામે આવશે. તેમના જણાવ્યાં મુજબ મ્યૂટેશન થાય જ છે. તેને લઈને ચિંતિત થવું જાેઈએ નહીં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.