Western Times News

Gujarati News

વીડિયો ગેઈમથી સૌથી વધુ કમાણી કરતા દેશો કયા?

online-mobile-games-addiction

વીડિયો ગેઈમનું આકર્ષણ આબાસવૃદ્ધો તમામને છે. હવે તો એ હદે તેનુ આકર્ષણ થયું છે કે તેની લત લાગી ગઈ છે, એમ કહીએ તો પણ ચાલે. વીડિયો ગેઈમ રમનારા રમે છેે, ને વીડિયો ગેઈમિંગ થકી કરોડોની આવક રળી લેવાય છે. એકલા એશિયામાં ૨૦૨૧માં ૧૫૪.૬ અબજ ડોલરની આવક થઈ હોવાનું અનુમાન છે, ત્યારે સૌથી વધુ વીડિયો ગેઈમ રમાતી હોેય એવા ટોપ ટેન દેશો ક્યા અનેે કેટલી આવક થાય એ આંકડા જાણશો તો આંખો પહોળી થઈ જાય એમ છે.

સૌથી વધુ વીડિયો ગેઈમ ચીનમાં રમાય છે. ચીન જ વીડિયો ગેઈમનું સૌથી મોટું બજાર છે. વીડિયો ગેઈમ થકી ત્યાં ૪૯.૩ અબજ ડોલર એટલે કે લગભગ ૩૬૫૩ અબજ રૂપિયાની આવક થશે. એવું અનુમાન છે કે ૨૦૨૫ સુધીમાં વીડિયો ગેઈમ રમનારાઓની સંખ્યા એટલી વધી જશે કે આવકમાં પણ તોતિંગ વધારો થશે. વીડિયો ગેઈમ રમાડનારી કંપનીની આવક ૭૧.૨ અબજ ડોલર એટલે કે ૫૨૮૩ અબજ રૂપિયા થઈ જશે.

વીડિયો ગેઈમ એક જાતનો જુગાર છે. જુગારની લત લાગી ગયા પછી આપણે ત્યાં કેટલાય પરિવારો બર્બાદ ગયાના સમાચાર તો આવતા જ રહે છે. એમ છતાં દુનિયામાં જુગાર રમાતો જ રહે છે. તીન પત્તી કે પાનાના જુગારનું હવે નવું રૂપ કહીએ તો ચાલે એમ વીડિયો ગેઈમ થકી જુગાર રમાતો રહે છે. એકલા ચીનમાં જ લગભગ ૫૦ અબજ ડોલરની આવક એ બીઝનેસ રળી આપે છે, ત્યારે બીજા દેશોમાં વીડિયો ગેઈમ થકી કેટલી કમાણી છે, એ પણ જાણવું રસપ્રદ છે.

ચીન પછીના ક્રમે અમેરિકા આવે છે. અમેરિકામાં પણ લોકો મોટા પાયે વીડિયો ગેઈમ રમે છે અને તે થકી ૩૦.૪ અબજ ડોલરની આવક થાય છે. અમેરિકા એ રીતે જાેઈએ તો વીડિયો ગેઈમિંગમાં દુનિયામાં બીજા ક્રમે આવે છે. અમેરિકામાં રમાતી વીડિયો ગેઈમ થકી આવક વધીને ૪૨.૫ અબજ ડોલર થઈ જશે !

જાણીને આશ્ચર્ય થશે કે જાપાનીઓને આપણે કામઢા ગણીએ છીએ, પરંતુ જાપાનીઓ પણ વીડિયો ગેઈમ રમનારાઓમાં ત્રીજા ક્રમે છે. જાપાનમાં એક વર્ષમાં વીડિયો ગેઈમ દ્રારા થતી આવક ૧૮.૨ અબજ ડોલર હતી અને ૨૦૨૫ સુધીમાં તો એ આવક ૨૪ અબજ ડોલર પર પહોચી જશે એવું અનુમાન છે. જાપાનીઓ તો એવા કામઢા છે કે કોઈ પણ કામ નિર્ધારિત સમય કરતાં વહેવા પુરુ થઈ જાય છે.

એમ છતાં આ આંકડા દર્શાવે છે કે જાપાનીઓ વીડિયો ગેઈમ રમીને હળવા થઈ જાય છે. એમ તો વિજ્ઞાન પણ માને છે કે સતત કામ કરતા રહેવાથી અસર શરીર પર પડતી હોય છે. સતત બેઠા રહેવાથી શરીરનો દુખાવો થવા માંડતો હોય છે, તો મગજ પણ સતત કામ કરીને થાકતું હોય છે, ત્યારે બે ઘડી વીડિયો ગેઈમ રમીને હળવા થઈ જવામાં કશુ ખોટું નથી,

પરંતુ વીડિયો ગેઈમ થકી લોકો હજારો રૂપિયા ગુમાવે છે અને તેનું વ્યસન થઈ જાય એ મોટી મુશ્કેલી છે. જાપાન પછીના ક્રમે દક્ષિણ કોરિયા આવે છે. વીડિયો ગેઈમનું ચલણ અહી પણ વધું છે. ૨૦૨૧માં દક્ષિણ કોરિયામાં વીડિયો ગેઈમ દ્રારા થયેલી આવક ૬.૨ અબજ ડોલર છે. વીડિયો ગેઈમિંગની આવક આવનારા ત્રણ વર્ષમાં ૮.૭ અબજ ડોલર થઈ જશે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

વીડિયો ગેઈમ રમવામાં બ્રિટિશરો પણ કાંઈ પાછળ નથી. યુરોપમાં વીડિયો ગેઈમનું સૌથી મોટુ બજાર બ્રિટન છે. બ્રિટનમાં દર વર્ષે ૬.૧ અબજ ડોલરની આવક વીડિયો ગેઈમ થકી થતી હોય છે. ત્રણ વર્ષમાં તો એ આવક વધીને ૮.૬ અબજ ડોલર સુધી પહોંચી જવાનો અંદાજ છે.

વીડિયો ગેઈમિંગના ક્ષેત્રે આ તમામ દેશોમાં ભારત ક્યાં છે, એવો સવાલ જરૂર થાય છે. સ્વાભાવિક છે કે વસ્તીની દ્રષ્ટિએ ચીન પછી ભારતનો બીજાે ક્રમ આવે છે અને જુગાર તો રાજા યુધિષ્ઠિર પણ રમ્યા હતા, ત્યારે તેનો છોછ ખાસ જાેવા મળતો નથી. એ વાત અલગ છે કે કાયદાકીય રીતે જુગાર રમી કે રમાડી શકાતો નથી,

એમ છતાં વીડિયો ગેઈમનાં ઘણા પાર્લર ભારતમાં જાેવા મળે છે. ભારતમાં વીડિયો ગેઈમની આવક સતત વધતી રહી છે. ૨૦૨૧માં વીડિયો ગેઈમિંગ દ્રારા થયેલી આવક ૫.૨ અબજ ડોલર પર પહોચીં છે, જ્યારે ત્રણ વર્ષમાં તો બ્રિટનમાં વીડિયો ગેઈમિંગ થકી આવક જેટલી તો ૮.૬ અબજ ડોલર પર પહોચી છે.

આ અનુમાન પરથી તો એમ લાગે છે કે સરકાર વીડિયો ગેઈમ રમાડવાનું લાઈસન્સ આપે તો એ બિઝનેસમાં પડવા જેવું ખરુ. ભારત પછીના સાતમાં ક્રમે ફ્રાંસ આવે છે. ફ્રાંસમાં ૨૦૨૧માં ૨.૭ અબજ ડોલરની આવક સાથે દસ સૌથી વધુ વીડિયો ગેઈમ રમાતી હોય એવા બજારમાં પોતાનુ સ્થાન જાળવી રાખશો. ૨૦૨૫માં ફ્રાંસમાં વીડિયો ગેઈમિંગ દ્રારા ૩.૮ અબજ ડોલર થઈ શકે છે.

રશિયામાં પણ ૨.૭ અબજ ડોલરની વીડિયો ગેઈમ રમાય છે અને ત્રણ વર્ષમાં એ આવક વધીને ૩.૬ અબજ ડોલર પર પહોચી જશે. જર્મનીમાં પણ વીડિયો ગેેઈમિંગનો જુગાર મોટા પાયે રમાય છે. આવનારા ત્રણ વર્ષમાં ફ્રાંસમાં વીડિયો ગેઈમિંગની આવક ૩.૫ અબજ ડોલર પર પહોચી જશે.

જ્યારે સૌથી વધુ વીડિયો ગેઈમ રમાય છે, એવા ટોપ ટેન દેશોમાં છેલ્લા ક્રમે મેક્સિકો આવે છે. ૨૦૨૧માં ત્યા વીડિયો ગેઈમિંગની આવક ૨.૩ અબજ ડોલર હતી, જે ત્રણ વર્ષમાં વધીને ૩.૪ અબજ ડોલર થઈ જશે. આ આંકડા જ દર્શાવે છે કે વીડિયો ગેઈમ રમાડવાનો બિઝનેસ મોટી આવક રળી આપનારો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.