Western Times News

Gujarati News

વિદ્યુત જામવાલે દિવંગત મિત્ર સિદ્ધાર્થ શુક્લાને યાદ કર્યો

મુંબઈ, સપ્ટેમ્બર મહિનામાં હાર્ટ અટેકના કારણે માત્ર ૪૦ વર્ષની વયે સિદ્ધાર્થ શુક્લાનું નિધન થતાં દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. એક્ટરના અવસાનને એક વર્ષ થવા આવ્યું છે પરંતુ પરિવારજનો, ચાહકો અને મિત્રો હજુ સુધી તેને ભૂલ્યા નથી. જે દિવસે સિદ્ધાર્થ શુક્લાનુ નિધન થયું ત્યારે ઈન્ડસ્ટ્રીના તમામ સેલેબ્સ તેને શ્રદ્ધાંજલિ આપી હતી, જેમાંથી એક બોલિવુડ એક્ટર વિદ્યુત જામવાલ પણ હતો.

તે અને સિદ્ધાર્થ સારા મિત્રો હતો. તેણે તેને ભાવભીની વિદાય આપતાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. અપકમિંગ ફિલ્મ ‘ખુદા હાફીઝ’ના પ્રમોશનમાં વ્યસ્ત વિદ્યુત જામવાલે એક ઈન્ટરવ્યૂમાં સિદ્ધાર્થ વિશે વાત કરી હતી અને જ્યારે તેનું નિધન થયું ત્યારે મમ્મી રિટા શુક્લા રડ્યા ન હોવાનું પણ જણાવ્યું હતું.

એક વેબ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં, વિદ્યુત જામવાલે કહ્યું હતું કે, જે કંઈ ઈમોશનલ છે તેમાંથી બહાર આવવાની પ્રક્રિયા ન હોઈ શકે. તેના કહેવા પ્રમાણે તમે તેમાંથી માત્ર પસાર થાઓ છો અને જ્યારે તમે તેમ કરો છો ત્યારે તેની હદનો ખ્યાલ આવે છે. તેણે ઉમેર્યું હતું કે, વિચારો ક્યારેય તમારા મગજમાંથી જતાં નથી.

હાલમાં જ તેણે ટિ્‌વટર પર સિદ્ધાર્થ શુક્લા સાથે કરેલા ફેશન શોનો ફોટો જાેયો હોવાનું પણ જણાવ્યું હતું. સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું ત્યારે ચારેબાજુ શોકનું વાતાવરણ હતું. પરંતુ તેના મમ્મી જેની સાથે તે ક્લોઝ બોન્ડ ધરાવતો હતો, તેમણે બધાને હિંમત આપી હતી.

એક્ટરના નિધન બાદ વિદ્યુત તેના મમ્મીને મળ્યો હતો અને તે સમયને યાદ કરતાં તેણે જણાવ્યું હતું ‘તેના મમ્મી પાસેથી શીખવા જેવું છે. હું જ્યારે તેમને મળ્યું, મારું જીવન બદલાઈ ગયું. આંટી રડી રહ્યા નહોતા તેમણે મને કહ્યું હતું, ‘તેના માટે બધા રડી રહ્યા છે, તેથી હું રડતી નથી કારણ કે તે જાણે કે તેની મમ્મી ઠીક છે તેમ હું ઈચ્છું છું’. તેથી, તમે આ બધા તૈયાર રહી શકો નહીં’.

૨ સપ્ટેમ્બરે સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું હતું. રિયાલિટી શો બિગ બોસ ૧૩ જીત્યા બાદ તે કેટલાક મ્યૂઝિક વીડિયોમાં જાેવા મળ્યો હતો. વિદ્યુત જામવાલના વર્ક ફ્રંટની વાત કરીએ તો, તેની ફિલ્મ ‘ખુદા હાફીઝ ચેપ્ટર ૨- અગ્નિપરીક્ષા’ની રિલીઝની રાહ જાેઈ રહ્યો છે, જેમાં તેની ઓપોઝિટમાં શિવલેખા ઓબેરોય છે. ફિલ્મ ૮ જુલાઈ, ૨૦૨૨ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.