Western Times News

Gujarati News

પશુપાલકોને ભેટ, ૧૬૫૦ કરોડના ભાવફેર વધારાની જાહેરાત કરાઈ

બનાસડેરીનીે ૫૪મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ-બનાસડેરી દ્વારા ઐતિહાસિક ભાવ વધારાને લઈને પશુપાલકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી

બનાસકાંઠા,  એશિયાની સૌથી મોટી બનાસડેરીની આજે ૫૪મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રી પરસોતમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા.

જ્યાં બનાસડેરી તરફથી પશુપાલકોને ઐતિહાસિક ૧૬૫૦ કરોડ એટલે કે વાર્ષિક ૧૯.૧૨ ટકા ભાવ ફેરની જાહેરાત કરતા પશું પાલકોમાં ખુશી જાેવા મળી હતી.

બનાસડેરીની આજે ૫૪મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા હાજર રહ્યા હતા. જ્યાં તેમણે બનાસડેરીના બાદરપુરા સંકુલમાં બનાવેલ અમૂલ પ્રો લાઈફ બટર મિલ્ક, અમુલ હની પ્રોસેસિંગ પેકિંગ પ્લાન્ટ અને બનાસ ફૂડલેન્ડ રેસ્ટોરન્ટ એન્ડ પાર્લરની ચેઇનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ બનાસકાંઠાના હજારો પશુપાલકોની મેદની વચ્ચે બનાસડેરીની ૫૪મી સાધારણ સભા યોજાઈ હતી. જ્યાં બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ બનાસડેરીની હરણફાળ સિદ્ધિઓને વર્ણવી હતી.

ભારતમાં સૌથી વધારે પશુઓ બનાસકાંઠામાં છે. ૨૭ લાખ પશુઓ ધરાવતો બનાસકાંઠા જિલ્લો દેશમો પ્રથમ જિલ્લો છે. જેમાં પશુઓ માટે આધારકાર્ડ બનાવ્યા છે. એક દિવસનું ૯૦ લાખ લીટર દૂધ બનાસડેરીમાં આવ્યું એ પણ એક નવો રેકોર્ડ છે. રોજના ૩૦ કરોડ રૂપિયા પશુપાલકોને ચૂકવાય છે.

જ્યાં આજે ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકોને ઐતિહાસિક ૧૬૫૦ કરોડ રૂપિયા ભાવ ફેર જાહેર કરાતા પશુપાલકોમાં ખુશી છવાઈ હતી. ચેરમેન શંકર ચૌધરી દ્વારા ભાવ વધારો જાહેર કરાતા પશું પાલકો તાળીઓ વગાડી ખુશી વ્યક્ત કરી હતી. ૧૯.૧૨ ટકા ઐતિહાસિક ભાવ વધારો જાહેર કરાયો હતો.

બનાસડેરીની સાધારણ સભામાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી પુરસોતમ રૂપાલાએ બનાસડેરીની કાર્યપધ્ધતિના ભરપેટ વખાણ કર્યા હતા અને પશુપાલકોને અભિનંદન પાઠવ્યા હતા. તો બીજી તરફ બનાસડેરી દ્વારા ઐતિહાસિક ભાવ વધારાને લઈને પશુપાલકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.