Western Times News

Gujarati News

આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બિગ બોસ OTT 2 આવે તેવી શક્યતા

૨૦૨૧માં શો બિગ બોસ ઓટીટીની પહેલી સીઝન લોન્ચ કરવામાં આવી હતી, તે કરણ જાેહર દ્વારા હોસ્ટ કરાઈ હતી

સલમાનના બિગ બોસ ૬ના લીધે લટકી પડ્યો શો

મુંબઈ,વર્ષ ૨૦૨૧માં શો બિગ બોસ ઓટીટીની પહેલી સીઝન લોન્ચ કરવામાં આવી છે. તે કરણ જાેહર દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી અને દિવ્યા અગ્રવાલ તેની વિનર બની હતી. શમિતા શેટ્ટી, પ્રતીક સહજપાલ અને નિશાંત ભટ્ટ, જેઓ બિગ બોસ ઓટીટીનો ભાગ હતા, તેઓ બિગ બોસ ૧૬માં પણ જાેવા મળ્યા હતા. હવે, ફેન્સ બિગ બોસ ઓટીટીની બીજી સીઝનની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. બિગ બોસ ઓટીટી ૨ કોણ હોસ્ટ કરશે તે અંગે ઘણા સવાલ થઈ રહ્યા છે.

આ માટે કેટલાક નામ પણ સામે આવી રહ્યા છે. જાે કે, ડિજિટલ શોની રાહ જાેઈ રહેલી દરેક વ્યક્તિ માટે ખરાબ સમાચાર છે. બિગ બોસ ફેનક્લબ અને મીડિયા રિપોર્ટ્‌સનું કહેવું છે કે, બિગ બોસ ઓટીટી ૨ આ વર્ષના ઓગસ્ટ મહિનામાં નહીં આવે. ઓટીટી સીઝન સલમાન ખાનના શો બિગ બોસ ૧૬ ખતમ થયા બાદ સ્ટ્રીમ થશે. તેનો અર્થ એ થયો કે, બિગ બોસ ઓટીટી ૨ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં આવશે. બિગ બોસ ૧૬ ઓક્ટોબર, ૨૦૨૨માં ટેલિકાસ્ટ થશે.

પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ થઈ ગયું છે. ૨ અઠવાડિયામાં ઘરના સેટનું કામ પણ શરૂ કરવામાં આવશે. બિગ બોસ ઓટીટી ૨ના હોસ્ટ માટે સસ્પેન્શન બનેલું છે. કરણ જાેહર હાલ પ્રોફેશનલ કમિટમેન્ટ્‌સમાં વ્યસ્ત છે. તે આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’ ડિરેક્ટ કરી રહ્યો છે, જેમાં ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ મહત્વના રોલમાં છે. બીજી સીઝન હોસ્ટ કરવા માટે હિના ખાન, કરણ કુંદ્રા, તેજસ્વી પ્રકાશ અને રણવીર સિંહનું નામ પણ સામે આવ્યું હતું.

જાે કે, આ મામલે હજી સુધી સ્પષ્ટતા થઈ નથી. બિગ બોસ ૧૬ માટે કન્ટેસ્ટન્ટ્‌સ તરીકે અર્જુન બિજલાની, મુન્નવર ફારુકી, દિવ્યાંકા ત્રિપાઠી તેમજ ઝૈદ દરબાર જેવા સેલિબ્રિટીના નામની ચર્ચા થઈ રહી છે. બિગ બોસ ૧૫ની વાત કરીએ તો, તેજસ્વી પ્રકાશ તેની વિનર બની હતી. તો પ્રતીક સહજપાલ ફર્સ્ટ રનરઅપ રહ્યો હતો. બિગ બોસ શોને ટેલિવિઝન સ્ક્રીન પરનો સૌથી વિવાદાસ્પદ શો માનવામાં આવે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.