એવું તે શું થયું કે, નવજાેત સિધ્ધુ બેરેકમાં બંધ કેદીઓ સાથે ઝઘડામાં ઉતર્યા
(એજન્સી) ચંદીગઢ, પટીયાલા જેલમાં બંધ નવજાેતસિંહ સિધ્ધુ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. જાણવા મળ્યા અનુસાર નવજાેત સિધ્ધુ તેમની બેરેકમાં બંધ કેદીઓ સાથે ઝઘડામાં ઉતર્યા છે. બેરેકમાં બંધ કેદીઓએે સિધ્ધુ પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો.
જ્યારે બીજી તરફ સિધ્ધુનુ કહેવેુ છે કે કેદીઓએ તેમને પૂછ્યા વગર જ તેમનુૃં કેન્ટીન કાર્ડ લીધુ અને ખરીદી પણ કરી. આ કેસ બાદ અન્ય કેદીઓનેૃ તેમની બેરેકમંથી હટાવી લેવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે નવજાેતસિંહ સિધ્ધુ રોડ રેન્જ કેસમાં પટીયાલા જેલમાં બંધ છે. અને તેમને એક વર્ષની સજા થઈ છે.
સિધ્ધુની બોલવાની રીત પણ જેલમાં બંધ કેદીઓ માટે મુસીબત બની ગઈ છે. એવું પણ જાણવા મળ્યુ છે કે સિધ્ધુની બેરેકમાં બંધ કેદીઓની માં પર તેની બેરેક બંધ કરી દેેવામાં આવી છે.
નવજાેત સિધ્ધુને બહાર આવવાની પરવાનગી નથી. તેથીતેની બેરેકમાં બંધ પ કેદીઓની મદદથી તે કેન્ટીનનો આગળનો ભાગ મેળવતો હતો. આના પર જ્યારે કેદીઓએ પોતાના માટે પણ કેટલીક વસ્તુઓ ખરીદી તો સિધ્ધુ ગુસ્સે થઈ ગયો હતો. કારણે કે કાર્ડની લીમીટ ઘણી ઓછી છે.
આ પછી સિધ્ધુનો કેદીઓ સાથે ઝઘડો થવા લાગ્યો છે.જ્યારે આખો મામલો જેલ પ્રશાસન સુધી પહોંચ્યો તો કેદીઓએે સિધ્ધુ પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો. જેના પર તે કેદીઓની બેરેક બદલી દેવામાં આવી હતી.