Western Times News

Gujarati News

૭થી ૧૩ જુલાઈ વચ્ચે દેશમાં સરેરાશ ૩.૬૮ ઈંચ વરસાદ વરસ્યો

પુણે, સમગ્ર ભારત માટે વરસાદની દ્રષ્ટિએ આ અઠવાડિયું સૌથી સારું રહ્યું, જેમાં ૭ જુલાઈથી ૧૩ જુલાઈની વચ્ચે ૫૦ ટકા વધારે વરસાદ નોંધાયો હતો. ભારતીય હવામાન વિભાગના ડેટા પ્રમાણે, ૧ જૂનથી ચોમાસાની સીઝન શરૂ થઈ ત્યારથી આ સૌથી વધુ વરસાદ હતો.

૨૨ જૂન (૪૫%) અને ૬ જુલાઈ (૨૮%)ના રોજ પૂરા થતાં અઠવાડિયામાં સારો વરસાદ જાેવા મળ્યો હતો, પરંતુ છેલ્લા સાત દિવસની સરખામણીમાં તે કંઈ જ નથી, જ્યારે દેશમાં ૩.૬૮ ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ સમયગાળામાં ઓછામાં ઓછા ૪૨ જિલ્લામાં સામાન્ય કરતાં ૩૦૦ ટકા વધુ વરસાદ નોંધાયો હતો. નેશનલ વેધર ફોરકાસ્ટિંગ સેન્ટર, IMDના વૈજ્ઞાનિક રાજેન્દ્ર જેનામણિએ શુક્રવારે જણાવ્યું હતું કે, કેટલાક સ્ટેશનો પર તો ૭ જુલાઈથી સંબંધિત અઠવાડિયાની સરખામણીમાં ૧૨૦૦ ટકા વધારે વરસાદ થયો હતો.

‘આ કદાચ ઘણા વર્ષોનો સૌથી વધુ રેકોર્ડ પણ છે’, તેમ તેમણે કહ્યું હતું. તો, અત્યારસુધીના છ અઠવાડિયામાંથી ત્રણમાં ૨૪%થી ૪૨%નો ઘટાડો નોંધાયા બાદ આ ભારે વરસાદનું કારણ શું છે? સૌથી ફોટો ફાળો મેડન-જુલિનય ઓસ્સિલેશનનો છે, જે વાદળ, પવન અને વરસાના પૂર્વ તરફ આગળ વધનારી ‘પલ્સ’ છે, જે ચોમાસા જેવી ઉષ્ણકટિબંધીય હવામાન પ્રણાલીઓને અસર કરે છે અને સામાન્ય રીતે દર ૩૦થી ૬૦ દિવસે પુનરાવર્તિત થાય છે.

આ જુલાઈની શરૂઆતમાં સ્ર્ત્નંએ અનુકૂળ તબક્કામાં પ્રવેશ કર્યો હતો, જેનાથી ભારતમાં વધુ વરસાદ થયો. આ ઉપરાંત, ૨૮ જૂનથી ચોમાસું સક્રિય થવાનું શરૂ થયું ત્યારબાદ લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ હતી, તેમ રાજેન્દ્ર જેનામણિએ કહ્યું હતું.

‘જ્યારે લાંબાગાળા પછી લો પ્રેશરની રચના થઈ, ત્યારે તેણ ચોમાસાને વધુ સક્રિય કર્યું હતું’, તેમ તેમણે સમજાવ્યું હતું. તેલંગાણા અને મહારાષ્ટ્રમાં ૧૦ જુલાઈથી વ્યાપક વરસાદ શરૂ થયો હતો ‘આ અઠવાડિયા દરમિયાન તે બીજાે મહત્તમ વરસાદ નોંધાયો હતો, જે આ સમયગાળાથી ૧૩-૧૪ જુલાઈ સુધી તેલંગાણાથી વિદર્ભ સુધી વિસ્તર્યો હતો. તે એ પણ દર્શાવતું હતું કે, ચોમાસું કેટલું પરિવર્તનશીલ છે, કારણ કે આ સમયગાળા દરમિયાન ઉત્તરપૂર્વ, ઉત્તરપ્રદેશ અને બિહારના ભાગોમાં વરસાદની ખૂબ જ અછત હતી’, તેમ જેનામણીએ કહ્યું હતું.

ઉત્તરપૂર્વમાં અઠવાડિયા દરમિયાન વરસાદની ૬૬ ટકા અછત નોંધાઈ હતીસ મધ્ય અને દ્વીપકલ્પીય ભારતમાં ૧૩૭% અને ૧૫૫% વધુ વરસાદ પડ્યો હતો, એમ તેમણે ઉમેર્યું હતું. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાઈમેટ ચેન્જ સ્ટડીના ડિરેક્ટર ડીએસ પાઈના જણાવ્યા પ્રમાણે, જૂનમાં બંગાળની ખાડી પણમાં સક્રિય સિસ્ટમ સર્જાઈ હતી અને ઉત્તરપૂર્વ વધુ વરસાદ નોંધાયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.