Western Times News

Gujarati News

સુવિધાઓના અભાવ વચ્ચે ટ્રાફિક નિયમોનો આજથી અમલ

File Photo

(પ્રતિનિધિ) અમદાવાદ : કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ દેશભરમાં નવા ટ્રાફિક નિયમોનો અમલ શરૂ કરાવ્યો છે જાકે કેટલાક રાજયોએ આ નિયમોનો અમલ નથી કર્યો પરંતુ ગુજરાતમાં રાજય સરકારે દંડની રકમમાં ઘટાડો કરી આજથી આ નિયમોનો અમલ શરૂ કરાવતા અમદાવાદ શહેરમાં સવારથી જ ઠેરઠેર ટ્રાફિક પોલીસના પોઈન્ટો ઉભા કરી વાહન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જાકે વાહનચાલકોમાં ટ્રાફિક પોલીસની આ કામગીરીથી ઉગ્ર રોષ જાવા મળી રહયો છે. પા‹કગની સમસ્યાનો ઉકેલ લાવ્યા વગર જ તથા શહેરમાં ટ્રાફિક નિયમનના બદલે માત્ર જંકશનો ઉપર જ ટ્રાફિક નિયમનની કામગીરી કરાતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહયો છે.

આ અંગેની વિગત એવી છે કે કેન્દ્રીય મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલા નવા ટ્રાફિક નિયમોની સમીક્ષા કરવામાં આવી હતી. ગુજરાત સરકારે કેન્દ્ર સરકારે સુચવેલા દંડની રકમમાં ઘટાડો કર્યો હતો અને નવા નિયમોનો અમલ તા.૧ નવેમ્બરથી કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. નિયમોનો અમલ કરવાની જાહેરાત વચ્ચે અમદાવાદ શહેરમાં વાહન ચાલકો પા‹કગની જગ્યાના અભાવે મુશ્કેલીનો સામનો કરી રહયા છે. શોપીંગ સેન્ટરોમાં બહારથી આવતા વાહન ચાલકોને વાહનો પાર્ક કરવા દેવામાં આવતા નથી.

જેના પરિણામે વાહનચાલકોને મજબુરીમાં જાહેર રોડ પર વાહનો પાર્ક કરતા હોય છે અને ટ્રાફિક પોલીસ વાહનચાલકોની મજબુરી છતાં તેઓની પાસેથી દંડ વસુલ કરે છે. અમદાવાદ શહેરમાં કેટલાક જંકશનો ઉપર સીસીટીવી કેમેરા લગાડી દીધા બાદ ટ્રાફિક પોલીસની જવાબદારી માત્ર આ જંકશનો પુરતી હોય તેવી પરિસ્થિતિ જાવા મળી રહી છે. શહેરના આંતરિક રસ્તાઓ જાણે પાર્કિગ પ્લોટ બની ગયા હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહયા છે.

પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત રોડ ઉપર દબાણોના કારણે સતત ટ્રાફિકજામ રહેતો હોય છે શહેરના આંબાવાડી વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી સતત ટ્રાફિકજામના દ્રશ્યો જાવા મળી રહયા છે પરંતુ ટ્રાફિક પોલીસ આ દિશામાં કોઈ જ કામગીરી નહી કરતા હવે વાહનચાલકો આ વિસ્તારમાં જવાનું ટાળી રહયા છે.

યોગ્ય માળખાના અભાવ વચ્ચે ટ્રાફિકના નવા નિયમોનો અમલ શરૂ કરાતા વાહન ચાલકોમાં ભારે રોષ જાવા મળી રહયો છે. જાકે અગાઉ ભારે ઉહાપોહ થતાં નવા ટ્રાફિક નિયમોનો અમલ અટકાવી દેવામાં આવ્યો હતો પરંતુ આજથી નવા નિયમોનો અમલ શરૂ થઈ જતા ગરીબ અને મધ્યમ વર્ગના દ્વિચક્રીય વાહન ચાલકો પર મોંઘવારીનો વધુ એક બોજા પડશે.

શહેરમાંથી દબાણો હટાવવાના બદલે વાહનચાલકોને જ દંડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના પગલે ભારે ઉહાપોહ મચેલો છે અમદાવાદ શહેરમાં ઠેરઠેર ફુટપાથો પા‹કગ પ્લોટ બની ગઈ છે. જેના પરિણામે રાહદારીઓને રસ્તા પર ચાલવા મજબુર બનવુ પડે છે. મ્યુનિ. કોર્પો.ના અણધડ વહીવટના કારણે આજે શહેરમાં ટ્રાફિક સમસ્યા વકરી ગઈ છે.

પરંતુ માત્ર વાહનચાલકોને જ જવાબદાર માનવામાં આવી રહયા છે.  અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નવા નિયમોનો અમલ આજથી શરૂ થયો છે ત્યારે વાહન ચાલકો સૌ પ્રથમ પા‹કગની જગ્યા માંગી રહયા છે આ ઉપરાંત સીસીટીવી કેમેરા મારફતે ઈ-મેમો મોકલવામાં આવી રહયો છે તેના બદલે ટ્રાફિક પોલીસ દરેક જંકશનો પર હાજર રહે તેવી માંગણી પણ ઉઠવા પામી છે. શહેરના ટ્રાફિક જંકશનો ઉપર પોલીસ જાવા મળતી નથી

જેના પરિણામે વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાય છે. શહેરના ચોક્કસ વિસ્તારમાં જ સીસીટીવી કેમેરા લગાડી વાહનચાલકો પાસે દંડ વસુલ કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ થઈ રહયો છે. પોલીસની કામગીરી સામે ધીમેધીમે હવે નાગરિકોમાં રોષ ફેલાઈ રહયો છે ત્યારે સૌ પ્રથમ શહેરમાંથી દબાણો દુર કરી પા‹કગની જગ્યા ખુલ્લી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

આજે સવારથી જ ટ્રાફિકના નવા નિયમોનો અમલ શરૂ થઈ જતા ટ્રાફિક પોલીસ રસ્તા પર દેખાવા લાગી છે. શહેરમાં ઠેરઠેર ટ્રાફિક પોલીસના પોઈન્ટો ગોઠવી દેવામાં આવ્યા છે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો પાસેથી દંડ વસુલવાની શરૂઆત કરી દેવામાં આવી છે. નવા નિયમો પ્રમાણે દંડ ભરવા માટે વાહનચાલકો તૈયાર છે

પરંતુ નિયમોનો અમલ પહેલા વાહનચાલકોને યોગ્ય સુવિધાઓ આપવામાં  આવે તેવી માંગણી ઉઠવા પામી છે. આ તમામ પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમવર્ગના દ્વિચક્રીય વાહન ચાલકો દંડાય રહયા છે જેના પગલે આગામી દિવસોમાં આ મુદ્દે ભારે ઉહાપોહ મચે તેવી શક્યતા જાવા મળી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.