Western Times News

Gujarati News

યૉટમાં પતિ વિકી સાથે રોમેન્ટિક થઈ કેટરિના કૈફ

મુંબઈ, કેટરીના કૈફ અને વિકી કૌશલ હાલ પરિવારના કેટલાક સભ્યો અને ખાસ મિત્રો સાથે માલદીવ્સના વેકેશન પર છે, જ્યાં શનિવારે (૧૬ જુલાઈ) એક્ટ્રેસનો ૩૯મો બર્થ ડે પર સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આ દિવસે કપલે તેમના એક્ઝોટિક વેકેશનની ઝલક દેખાડતી કેટલીક તસવીરો શેર કરી હતી.

જેમાં તેઓ ઈઝાબેલ કૈફ, સબેસ્ટિઅન, સની કૌશલ, શરવરી વાઘ, ઈલિયાના ડિક્રૂઝ, આનંદ તિવારી, અંગીરા ધર, મિનિ માથુર, કબીર ખાન સહિતના સાથે જાેવા મળ્યા હતા.

જાે કે, કેટરીના અને વિકીની એકલાની તસવીર સામે તેમણે શેર કરી નહોતી. ફેન્સ માત્ર બંનેને જાેવા માગતા હતા અને આખરે તેમની ઈચ્છા પૂરી થઈ છે. વિકીએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પત્ની કેટરીના સાથેની સુંદર તસવીર શેર કરી છે અને આ માટે તે ટિ્‌વટર પર ટ્રેન્ડ પણ થઈ રહ્યો છે.

વિકી કૌશલે કેટરીના કૈફ સાથેની જે તસવીર શેર કરી છે, તે ખૂબ જ સુંદર છે. બંને યૉટમાં બેઠા છે અને વ્હાઈટ આઉટફિટમાં ટિ્‌વનિંગ કર્યું છે. એક્ટર વ્હાઈટ શર્ટ અને શોર્ટ્‌સમાં છે તો કેટરીનાએ વ્હાઈટ ફ્રોક પહેર્યું છે. નો-મેકઅપ લૂકમાં પણ તેનો ચહેરો ચમકી રહ્યો છે. તે પ્રેમથી પતિની સામે જાેઈ રહી છે.

વિકીએ કેપ્શનમાં ઈન્ફિનિટી ઈમોજી મૂક્યું છે. ફરાહ ખાન, નેહા ધૂપિયા, તૃપ્તિ ડિમરી અને સૌફી ચૌધરીએ રેડ હાર્ટ ઈમોજી કોમેન્ટ સેક્શનમાં ડ્રોપ કર્યા છે. તો ફેન્સે કોમેન્ટ કરીને કપલના વખાણ કર્યા છે. કેટરીના કૈફે એક વીડિયો શેર કર્યો છે, જેમાં કપલ અને તેમની સાથે જે પણ ગયા છે, તેઓ તમામ વોટર સ્લાઈડમાંથી સ્વિમિંગ પૂલમાં આવતાં દેખાયા.

વીડિયોના બેકગ્રાઉન્ડ ઓલ-ટાઈમ પોપ્યુલર સોન્ગ ‘યે દોસ્તી હમ નહીં છોડેંગે’ વાગી રહ્યું છે. કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું છે ‘યે દોસ્તી’. ઈલિયાના ડિક્રૂઝે કોમેન્ટ કરતાં લખ્યું છે ‘આ ઐતિહાસિક હતું. બર્થ ડેના દિવસે પણ કેટરીના કૈફે માલદીવ્સના દરિયાકિનારેથી ગર્લગેંગ સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી.

જેમાં તે વ્હાઈટ કલરના ઓવરસાઈઝ શર્ટ અને બિકીનીમાં દેખાઈ હતી, આ સાથે તેણે લખ્યું હતું ‘બર્થ ડે વાલા દિન’. એક્ટ્રેસના બર્થ ડેના દિવસે તમામ યૉટ રાઈડની મજા પણ લીધી હતી.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, કેટરીના કૈફ ખૂબ જલ્દી ફિલ્મ ‘ફોન ભૂત’માં દેખાવાની છે, જે ૭ ઓક્ટોબરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર પણ છે. આ સિવાય એક્ટ્રેસ પાસે સલમાન ખાન સાથેની ‘ટાઈગર ૩’, ‘મેરી ક્રિસમસ’ અને ‘જી લે ઝરા’ જેવી ફિલ્મો છે. તો બીજી તરફ વિકી કૌશલ પાસે ‘સામ બહાદુર’ અને ‘ગોવિંદા નામ મેરા’ જેવી ફિલ્મ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.