Western Times News

Gujarati News

હેડવે બિઝનેસ સોલ્યુશનના જ્વેલરી વિદ્યાપીઠનું અનેરું પગલું

another-step-in-jewelery-academy-of-headway-business-solutions

અમદાવાદ, અમદાવાદ સ્થિત હેડવે બિઝનેસ સોલ્યુશનના સ્વપન દ્રષ્ટા, સ્થાપક તેમજ પ્રેરક શ્રી પરેશ રાજપરા દ્વારા કાર્યરત જ્વેલરી વિદ્યાપીઠ અંતર્ગત આપણા ગૌરવ સમા ગુજરાત રાજ્યના અનેક વિધ શહેરોના એવા આપણી ભાવિ પેઢીના અને જવેલરી વ્યવસાયમાં યશસ્વી કારકિર્દી બનાવીને પ્રગતિ કરવા ઇચ્છુક

એવા અશિક્ષિત, અલ્પશિક્ષિત કે સુશિક્ષિત યુવકો અને યુવતીઓને જવેલરી વ્યવસાયમાં જરૂરી હોય એવા વિષયો જેમાં લીડરશીપ, જવેલરી વેચવાની કળા, વાતચતુર્ય, બોડીલેંગ્વેજ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ગ્રાહક સેવા, જવેલરીનું પ્રોડકટ નોલેજ, હિસાબોની પદ્ધતિ, જવેલર્સના સોફ્ટવેરની ટ્રેનિંગ જેવા અનેક વિષયો બાબતની જવેલરી વ્યવસાયના અનુભવી

નિષ્ણાતો દ્વારા તમામ પ્રકારની નિઃશુલ્ક તાલીમ આપવાનું આયોજન કરવા જઈ રહ્યું છે તાલીમ બાદ જવેલરી વ્યવસાયમાં વિના મૂલ્યે સુનિશ્ચિત રોજગારી અપાવવાના પ્રયત્નોની બહેનધારી પણ આપવામાં આવશે, આવા એક શુભ ઉદેશ્ય તેમજ પ્રયાસ થકી યુવાન પેઢી માટે જ્વેલરી વ્યવસાયમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની એક સોનેરી તક મળી રહે.

૧૭ વર્ષથી જવેલરી વ્યવસાયના કન્સલ્ટન્ટ તારીકે કાર્યરત અને ૨૦૦૦થી વધારે જવેલર્સ સાથે જાેડાયેલ હેડવે બિઝનેસ સોલ્યુશનના ચેરમેન શ્રી પરેશ રાજપરા સરના સક્ષમ નેજા હેઠળ પ્રસ્થાપિત જવેલરી વિદ્યાપીઠના સ્વપન ૧,૦૦,૦૦૦ થી વધુ લોકોને રોજગારીની ઉજ્જવળ તકો પૂરી પાડવા

માટેનો આ પ્રયત્ન ભારતના ભવિષ્ય એવા યુવા પેઢી માટે આ તક એક સુવર્ણ તક બનશે અને જેના આધારે દેશનું આર્ત્મનિભર ભારતના હેતુ લક્ષી સરકાર શ્રી નું સ્વપ્ન સાકર કરવાંમાં આ એક પ્રેરક પહેલ બની વિકાસની ગતિને વેગ મળશે.

ગુજરાત ભરના જવેલર્સને ઉચ્ચ કક્ષાના ગુણવત્તા વાળા કર્મચારીઓ મળશે જેના દ્વારા જવેલર્સ વ્યવસાયને પણ પ્રગતિના શિખર સર કરવા સરળ બનશે તેમજ આજના આધુનીક ટેકનોલોજીના યુગમાં જવેલર્સ વ્યવસાયને વિકાસની ઉજ્જવળ તકો નો પણ લાભ મળશે.

હેડવે બિઝનેસ સોલ્યુશનના સ્થાપક, જવેલરી બિઝનેસ કોચ શ્રી પરેશ રાજપરા સર દ્વારા આર્ત્મનિભર ભારતના અભિયાનને ગતિ આપવા તેમજ આપણા ભારતના ઉજ્જવળ ભવિષ્યના પુરક એવાં યુવક યુવતીને પોતાના જીવન તેમજ ભવિષ્ય ને આર્ત્મનિભર બનાવવા આ એક અનેરી યોજના આજરોજ જાહેર કરી ભારત દેશના એક પ્રેરણાદાયી નાગરિક બનવાના પ્રયાસ દ્વારા આ આર્ત્મનિભર ભારત યજ્ઞ માં જાેડાવા આપ સર્વે યુવક યુવતી ને નમ્ર અપીલ કરી છે.

આ મહાકાર્યમાં જાેડાવા તેમજ રોજગારીની ઉજ્જવળ તક મેળવવા માટે આ યોજનામાં વિનામૂલ્યે જાેડાઈને ખુદના ભવિષ્ય ને આર્ત્મનિભર બનાવી શકશે, આ આયોજનમાં ભાગ લેવા ઉત્સુક યુવાન પેઢી અમારા ૯૧ ૮૧૪૦૨૦૦૦૯૬ નંબર પર સંપર્ક કરી વધુ જાણકારી મેળવી શકે છે તેમજ અમારી વેબસાઈટ www.headway.org.in/job ઉપર જઈ ને જાતે રજીસ્ટ્રેશન કરાવી શકશે.

આ યોજનાની ટ્રેનિંગ અમદાવાદમાં અમારી ઓફિસ ઉપર તેમજ ઑનલાઇન આપવામાં આવશે ગુજરાતભર માંથી કોઈપણ યુવક/યુવતી જાેડાઈ શકશે બધીજ ટ્રેનિંગ ગુજરાતી ભાષામાં આપવામાં આવશે તેમજ મેળવેલી ટ્રેનિંગ નું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. ચાલો સૌ સાથે મળી બેરોજગારી દૂર કરીયે આપના ભારત દેશને વિશ્વનો સર્વ શ્રેષ્ઠ દેશ બનાવીએ.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.