Western Times News

Gujarati News

“કાયદાનું બંધારણીય મૂલ્યાંકન કરવાની અને બંધારણ પર આસ્થા ટકાવી રાખવાનું કામ ન્યાયતંત્રનું છે”

"It is the job of the Judiciary to evaluate the constitutionality of laws and uphold faith in the Constitution"

‘‘તુમ્હી હો સાથી તુમ્હી સહારા કોઈના અપના સિવા તુમારા’’

સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ રમના કહે છે કે ‘કાયદાનું બંધારણીય મૂલ્યાંકન કરવાની અને બંધારણ પર આસ્થા ટકાવી રાખવાનું કામ ન્યાયતંત્રનું છે પરંતુ કેસોના ભરાવાનું કારણ ન્યાયાધીશોની ખાલી જગ્યા ન ભરવી અને ન્યાયના માળખામાં સુધારો ના કરવો તે છે’!!

તસવીર ભારતની સંસદની છે અને ડાબી બાજુથી ઇન્સેટ તસ્વીર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની છે જેમણે દેશના કટોકટી કાળ દરમિયાન લોકશાહી મૂલ્યો અને માનવ અધિકાર માટે વ્યુહાત્મક લડત આપી હતી! આજે તેમના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં અને કેટલાક રાજ્યોમાં તેમના પક્ષની સરકાર શાસન કરે છે. “It is the job of the Judiciary to evaluate the constitutionality of laws and uphold faith in the Constitution”

બીજી તસવીર રાજસ્થાન વિધાનસભા ની છે જ્યારે ઇન્સેટ તસવીર ચીફ જસ્ટીસ શ્રી એન.વી. રમનાની છે જ્યારે તેમને રાજસ્થાન વિધાનસભા કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય કાયદા મંત્રી શ્રી કિરણ રીજ્જુની ઉપસ્થિતિમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે ‘‘કેસોના ભરાવાનું કારણ ન્યાયતંત્રમાં ખાલી જગ્યા ન ભરી તે છે!

અને ન્યાયિક માળખામાં સુધારા ન થવો તે છે’’!! અને આપણા દેશમાં ફોજદારી ન્યાય પ્રક્રિયા જ એક પ્રકારની સજા છે!!! ઘણીવાર ન્યાયતંત્રના ખાલી પદો ભરવા કહ્યું પણ તેની કોઈ જ અસર શાસન પર થતી નથી’! સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ રમના એ કહેવું પડ્યું કે ‘લોકશાહી મજબૂત બનાવવા પ્રયાસો થવા જાેઈએ’!

પરંતુ રાજકીય વિરોધ દુશ્મની માં ફેરવાઈ તેના પર દેશની સુપ્રીમકોર્ટે ચિંતા કરવી પડે તેને હળવાશથી લઈ શકાય નહીં?! આડેધડ ધરપકડો થતી બાબત પર પણ ચીફ જસ્ટીસે ખેદ વ્યક્ત કર્યો હતો અત્રે એ યાદ અપાવું જરૂરી છે કે દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીરમના એ કહ્યું છે કે ‘‘કાયદાનું શાસન એ લોકશાહી માટે આધાર સ્તંભ છે

ન્યાયતંત્ર એ બંધારણનું રક્ષક છે અને કાયદાનું બંધારણીય મૂલ્યાંકન કરવાની ન્યાયતંત્રની ફરજ છે’’!! પરંતુ બંધારણ પર આસ્થાને ટકાવી રાખવાની ન્યાયતંત્ર ઉપરાંત ધારાસભા અને કારોબારીની જવાબદારી છે સંપૂર્ણ રીતે ન્યાયતંત્ર સરકારના ર્નિણયો ચકાસવા માટે જરૂરી છે આ અભિપ્રાય ઘણો સૂચક છે

ત્રીજી તસ્વીર શ્રીકૃષ્ણની છે જે ઓ એ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ‘‘જ્યારે જ્યારે અધર્મની પરાકાષ્ઠા સર્જાય છે ત્યારે ત્યારે ‘કર્તવ્ય ધર્મ’ ના સિદ્ધાંતો પ્રસ્થાપિત કરવા પરમેશ્વર ફરજ અદા કરે છે’’! મહાત્મા ગાંધી એ ત્રણ વાંદરા દ્વારા નૈતિકતા નો અદ્ભુત સંદેશો આપ્યો હતો પરંતુ મહાત્મા ગાંધી ના વિદાય પછી આ ત્રણ વાંદરા નો સંદેશો કોઈ સમજવા તૈયાર નથી

એવું લાગતા આજની પરિસ્થિતિ થી હતાશ થયેલા વાંદરાઓ એવું વિધારતા નહિ હોય ને કે…. ‘હું સત્ય જાેતો નથી’?! ‘હું સત્ય બોલતો નથી’?! અને ‘હું સત્ય સાંભળતો નથી’?! તો ન્યાયાધીશે કહેલું સત્ય કોણ સાંભળશે? આ દુનિયાથી હતાશ, લાચાર માનવી પણ શ્રી ભગવાનને કહેતો હશે કે ‘‘તુમ્હી હો સાથી, તુમ્હી સહારા કોઈ ન અપના સિવા તુમ્હારે’’….! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા કરિશ્મા ઠાકોર દ્વારા )

રાજસ્થાન વિધાનસભા કોમનવેલ્થ પાર્લામેન્ટ્રી એસોસિએશનના ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં ચીફ જસ્ટીસ શ્રી એ લોકશાહી માટે ચિંતા અભિવ્યક્ત કરી અને કટોકટી સમયમાં લોકશાહી મૂલ્યો માટે લડનાર નરેન્દ્રભાઈ મોદી ન્યાયાધીશો ના અવલોકન પર વિધેયાત્મક પ્રતિભાવો આપશે?!

ભારતની સુપ્રીમકોર્ટના જસ્ટીસશ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે કહ્યું છે કે ‘‘રાજ્ય જીવન કે સ્વતંત્રતા નથી આપતું અને બંધારણ પણ તે નથી આપતું કોઈપણ સભ્ય પ્રદેશ વ્યક્તિના ‘જીવન’ અને ‘વ્યક્તિ સ્વતંત્ર’ પર તરાપ મારવાનો વિચાર ન કરી શકે’’!! જ્યારે અમેરિકાના પ્રમુખ થીયોડોર રુજ્વેલ્ટે કહ્યું છે કે ‘‘ન્યાયતંત્ર એ કોંગ્રેસ કરતા પાર્લામેન્ટ કરતા સવાઈ ધારાસભા છે’’!!

ભારતમાં ૨૬ જૂન ૧૯૭૫માં પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી એ બંધારણની કલમ ૩૫૨ આધારે કટોકટી જાહેર કરેલી જે ૨૧ માસ રહેલી અને પછી વ્યાપક વિરોધ થતા અંતર આત્માના અવાજને અનુસરી ઇન્દિરા ગાંધીએ કટોકટી રદ કરી હતી! અને ટીકા સામે જુક્યા હતા

આજે દેશમાં બંધારણીય કટોકટી જાહેર કર્યા વગર સર્જાયેલી પરિસ્થિતિ પર સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એનવી રમના એ જાહેર મંચ ઉપરથી કહ્યું કે ‘આપણા દેશમાં ગુનાહિત કેશોમાં ન્યાયની સિસ્ટમથી પ્રક્રિયા જ એક પ્રકારની સજા છે! મેં ઘણી વખત ન્યાયધીશ અને જ્યુડીશ્યરી અન્ય ખાલી પદ ભરવા માટે કહ્યું છે કે પણ તેની કોઈ જ અસર પર થતી નથી અને દેશના કરેલી નિષ્ફળતા પર આજે પ્રજા નહી સમજે દેશમાં કશુ બચશે ખરું?!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.