Western Times News

Gujarati News

બરવાળાના લઠ્ઠાકાંડ: મૃતકોએ દારૂ નહિ પણ સીધેસીધુ કેમિકલ જ પીધુ હતું

અમદાવાદ, બરવાળાના લઠ્ઠાકાંડ મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. જેમાં જે દારૂ પીવાયો હતો તેમાં ૮૦ ટકા કેમિકલ હોવાનો ખુલાસો થયો છે. ઝેરી દારૂ અંગે એફએસએલએ ગૃહ વિભાગમાં રિપોર્ટ રજૂ કર્યો છે. જેથી સાબિત થયુ છે કે, મૃતકોએ દારૂ નહિ પણ સીધેસીધુ કેમિકલ જ પીધુ હતું.

જે મિથેનોલ કેમિકલ ૨૭ લોકોના મોતનો સામાન બન્યો તે ખરીદવામાં નહિ, પણ ચોરવામાં આવ્યુ હતું. ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા આરોપી જયેશે ૨૦૦ લિટર કેમિકલથી ભરેલા કન્ટેનરમાંથી થોડા પ્રમાણમાં મિથાઇલ કેમિકલ ચોર્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. જયેશ ૨૦૦ લીટર કેમિકલના ૬૦,૦૦૦ આપ્યા હતા. તો બીજી તરફ, લઠ્ઠાકાંડ મામલે મુખ્યમંત્રીએ રાજ્યના પોલીસ વડા સાથે વાતચીત કરી છે.

તાત્કાલિક ધોરણે તપાસ તથા રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. તેમજ અસર ગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે એ માટે પણ તંત્રને સૂચના અપાઈ છે.

ગુજરાત પોલીસનો દાવો કે માર્યા ગયેલા લોકોએ દારૂ નહિ પરંતુ સીધું જ કેમિકલ પીધું હતું. સંજય પિન્ટુ અને તેના સાગરીતો દારૂની કોથળીઓના બદલામાં સીધું જ કેમિકલ લોકોને વેચી દીધુ હોવાનું સામે આવ્યુ છે. જે તેમના મોતનું કારણ બન્યુ હતું.

આમ, મૃતકોએ દારૂ નહીં સીધું કેમિકલ પીધું હતું. દારૂની કોથળીના બદલામાં આરોપીઓ કેમિકલ વેચતા હતા. સંજય, પિન્ટુ અને તેના સાગરીતોએ લોકોને દારૂના બદલામાં કેમિકલ વેંચ્યુ હતું. આ સાથે જ મુખ્ય આરોપી જયેશે કેમિકલ ચોર્યુ હોવાનો ખુલાસો પોલીસ પુછપરછમાં કર્યો છે.

અત્યાર સુધીમાં આરોપીઓ દ્વારા કુલ ૬૦૦ લીટર સપ્લાય કરવામાં આવ્યું છે, જેમાંથી એસઆઇટી ની ટીમે ૪૫૦ લીટર મિથેનોલ કેમિકલ કબ્જે કરી લીધું છે. સાથે જ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા અને મિથેનોલ સપ્લાય કરનાર આરોપી જયેશે ૨૦૦ લિટર કેમિકલથી ભરેલા કન્ટેનરમાંથી થોડા પ્રમાણમાં મિથાઇલ કેમિકલ ચોર્યું હોવાનું જણાવ્યુ છે. જયેશે ૨૦૦ લીટર કેમિકલના રૂપિયા ૬૦,૦૦૦ આપ્યા હતા.

બરવાળાના કથિત લઠ્ઠાકાંડમાં પોલીસે બુટલેગરોને રાઉન્ડ અપ કર્યા છે. આ ઝોરી દારૂ વેચવામાં પુરુષો સાથે મહિલાઓ પર સામેલ છે. ધરપકડ કરાયેલ તમામ બુટલેગરો પર ૩૦૨ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી છે.

આ મામલે બોટાદ એસપી પત્રકાર પરિષદ કરશે. બાવળા પોલીસે લઠ્ઠાકાંડમાં પોલીસ ફરિયાદ નોંધી છે. ૧૩ લોકો સામે બાવળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં વધુ લોકોના પણ નામ સામેલ થઈ શકે છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.