Western Times News

Gujarati News

અમઝદ ખાનને શોલે ફિલ્મે રાતોરાત સ્ટાર બનાવ્યા હતા

મુંબઈ, બુધવારે શોલેના ગબ્બર એટલે કે, અમઝદ ખાનની ૩૦મી પૂણ્યતિથી હતી. તેમનો જન્મ ૧૨ નવેમ્બર ૧૯૪૦ના રોજ મુંબઈમાં મુસ્લિમ પરિવારમાં થયો હતો. આજે પણ તેમને લોકો ગબ્બરના નામથી જ ઓળખે છે. કિતને આદમી થે, તેરા ક્યાં હોગા કાલિયા,સો જા બેટા નહી તો ગબ્બર આ જાયેગા, જેવા શોલે ફિલ્મના ડાયલોગ આજ પણ લોકોને પસંદ આવી રહ્યા છે.

અઝમદ ખાનને દુનિયાને અલવિદા કહ્યાને આજે ૩૦ વર્ષ પૂર્ણ થયા છે. પરંતુ હજુ સુધી તેઓ લોકોના દિલમાં ગબ્બરના રૂપમાં જીવંત છે. ૨૭ જુલાઈ ૧૯૯૨ના રોજ હાર્ટઅટેક આવતા અમઝદ ખાનનું નિધન થયુ હતુ, ઘણાં ઓછા લોકોને ખબર હશે કે ડેની સહિત ઘણાં કલાકારોએ ગબ્બરસિંગના રોલને નકારી કાઢ્યો ત્યાર બાદ આ રોલ અમજદ ખાનને અપાયો હતો. એટલું જ નહીં ખુદ અમિતાભ બચ્ચન પણ એક ઈન્ટરવ્યૂમાં કહી ચૂક્યા છેકે, તેમને પણ સોલે ફિલ્મમાં ગબ્બરસિંગનો રોલ કરવાની ઈચ્છા હતી.

અમઝદ ખાનનો જન્મ ૧૨ નવેમ્બર ૧૯૪૦માં બોમ્બેમાં થયો હતો. તેમના પિતા જકારિયા ખાન બોલિવૂડના જાણિતા અભિનાતા હતા. ઈન્ડસ્ટ્રીમાં તેમના પિતા જયંતના નામથી ઓળખિતા હતા. અમઝદ ખાને પોતાનો અભ્યાસ બાંદ્રાના સેન્ટ એન્ડ્રુઝ સ્કૂલથી કર્યો હતો.

કોલેજના સમયથી જ તેઓ થિએટરમાં રસ ધરાવતા હતા. અમઝદ ખાને પોતાના કેરિયરની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે વર્ષ ૧૯૫૧માં ફિલ્મ નાજનીનથી કરી હતી.

અમઝદ ખાનની કિસ્મત શોલે ફિલ્મથી ચમકી હતી. ૧૯૭૫માં જ્યારે શોલે ફિલ્મ રિલીઝ થઈ. આ ફિલ્મથી અમઝદ ખાન રાતોરાત સ્ટાર બન્યા હતા. આ ફિલ્મમાં અમઝદ ખાનના ડાયલોટ એટલા ફેમસ થયા, કે હજુ સુધી લોકો તેમના ડાયલોગ બોલતા હોય છે.

અમઝદ ખાને પોતાના કેરિયરમાં ૧૩૨ ફિલ્મમાં કામ કર્યુ. અમઝદ ખાન કોઈ પણ રોલ હોય તેમા ફિટ થતા હતા, પરંતુ શોલેના ગબ્બરસિંહ અને મુકદ્દરના સિંકદરમાં દિલાવરના રોલથી પોતાનું નામ રોશન કર્યુ

અકસ્માત બાદ અમઝદ ખાનનો ખરાબ દોર શરૂ થયો હતો. અમઝદ ખાન ધ ગ્રેટ ગેમ્બ્લર ફિલ્મની શૂટિંગ માટે ગોવા જઈ રહ્યા હતા, ત્યારે તેમની ફ્લાઈટ મિસ થઈ હતી. જેથી તેમણે ગોવા કારથી જવાનો ર્નિણય કર્યો હતો. ગોવા જતા સમયે તેમની કારને ટ્રકે ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં અમઝદ ખાનની શરીરના હડકા તૂટ્યા હતા. સારવાર દરમિયાન અમઝદ ખાન કોમમાં જતા રહ્યા હતા. જ્યારે તેઓ સાજા થયા ત્યારે તેમને વ્હીલચેરનો સહારો લેવો પજ્યો હતો. આ અકસ્માત બાદ અમઝદ ખાનનું શરીર વધ્યું હતુ. ૪૭ વર્ષની ઉમરે હાર્ટઅટેક આવતા તેમનું નિધન થયું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.