લાંચ લેનારો અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો કર્મી પકડાયો
અમદાવાદ, લાંચિયા કર્મચારીઓ પકડાવાના કિસ્સા રાજ્યમાં અવારનવાર બનતા રહે છે, જેમાં ફરી એકવાર મોટી લાંચ લેતા અધિકારી પકડાયા છે.
આ વખતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો કર્મચારી પકડાયો છે. PBM મુજબના અટકાયતી પગલા ભરવામાં ન ભરવાની અવેજમાં તેમજ માસિક હપ્તા રૂપે લાંચ લેતા પકડાયા છે. ૧.૩૫ લાખ રૂપિયાની લાંચ લેતા વિભાગના કર્મચારી તથા ખાનગી વ્યક્તિને ACBએ રંગેહાથ પકડી લીધા હતા. લાંચની માગણીની રકમ ૧.૬૫ લાખ મૂકવામાં આવી હતી જાેકે, તે પછી ૧,૩૫,૫૦૦ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ દરમિયાન છઝ્રમ્એ એન્ટ્રી મારીને લાંચિયા કર્મચારીને રંગેહાથ પકડી લીધા હતા.
રિપોર્ટ પ્રમાણે અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન આવશ્યક ચીજવસ્તુઓની કલમ હેઠળ વેપારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદ સામે અટકાયતી પગલા ના ભરવા માટે માસિક હપ્તા પેટે અન્ન અને નાગરિક પુરવઠાની ઝોનલ કચેરી, સરખેજ ઝોનલ અધિકારી ભૂપેન્દ્રકુમાર બાબુભાઈ ચૌધરી (ઈન્ચાર્જ ઝોનલ અધિકારી, વર્ગ-૩)એ ૧.૬૫ લાખ રૂપિયાની માગણી કરી હતી.
લાંચની માણીની રકમ અંગે વાટાઘાટ કરીને ૧,૩૫,૫૦૦ રૂપિયા લેવાનું નક્કી કરાયું હતું. આ રૂપિયા સીધા કર્મચારીના હાથમાં આપવાથી કોઈ ડખો ના પડે તે માટે કર્મચારી દ્વારા પ્લાન ગોઠવવામાં આવ્યો હતો.
લાંચની રકમ ખાનગી વ્યક્તિ અબ્દુલ રઝાક ઉર્ફે રાજુભાઈ દિલાવરભાઈ ચૌહાણે વચેટિયાની ભૂમિકા ભજવી હતી. જેમાં રૂપિયાની લેવા માટે પાલડીમાં વેપારીને બોલાવાયા હતા. પોતાની પાસે રૂપિયાની માગણી કરવામાં આવતી હોવાની ફરિયાદ છઝ્રમ્ સુધી પહોંચી જતા છટકું ગોઠવીને લાંચિયા કર્મચારીને ઝડપી પાડવા માટેનો પ્લાન ગોઠવવામાં આવ્યો હતો.
લાંચની માગણી થતા આ અંગે ACB ફરિયાદ થતા ૧.૩૫ લાખની લાંચ લેતા ભૂપેન્દ્ર ચૌધરી અને વચેટિયા અબ્દુલ રઝાકને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. ઝડપાયેલા કર્મચારી અને વચેટિયા વ્યક્તિએ અગાઉ કોઈની પાસે લાંચ લીધી છે કે નહીં તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવશે.SS1MS