Western Times News

Gujarati News

કેમિકલકાંડમાં વધુ ૭ આરોપીની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાયા

અમદાવાદ,  બોટાદ કેમિકલકાંડથી સમગ્ર રાજ્ય હચમચી ગયું છે. આ દર્દનાક ઘટનામાં અત્યાર સુધી ૪૩ લોકોના કરૂણ મોત થયા છે, જેમના કારણે અનેક પરિવારના ઘર ઉજળી ગયા છે, કોઈ બહેને ભાઈ ગુમાવ્યો છે તો કોઈએ પોતાનો પતિ, આ દુનિયામાં હજું પિતાનો પ્રેમ શું હોય એવા બાળકોએ પોતાના પિતા પણ ગુમાવ્યા છે.

ત્યારે એક એક ઘરની કહાની સાંભળવા બેસીએ તો આપણા રૂવાટા ઉભા થઈ જાય તેમ છે. કેમિકલકાંડમાં સૌથી વધુ મોત બોટાદમાં થયા છે. બોટાદમાં ૩૨ અને અમદાવાદમાં ૧૧ વ્યક્તિઓના મોત થયા છે. આ ઘટનામાં પોલીસે મોટી કાર્યવાહી કરતા ૧૫ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

બુધવાર ગજુબેન અને પીન્ટુ ગોરહવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓના ૧૦ દિવસની રિમાન્ડની માંગણી વચ્ચે કોર્ટે ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કેમિકલ કાંડ મામલે બરવાળા પોલીસે વધુ ૭ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સાતેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે.

આરોપી અજિત ઉર્ફે દાજી , ચમન ડાબસરા ,વિજય પઢીયાર,સતુભા લાલુભા બોટાદમાં મિથેનોલ આપ્યો હોવાનો આરોપ લાગ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી આમના પણ ૧૦ દિવસના રિમાન્ડ માંગવામાં આવશે. પકડાયેલ સાતેય આરોપીઓમાં વિજય ઉર્ફે લાલો પઢિયાર, ભવાન ડાબસરા, સંજય કુંમરખાણીયા, અજિત ઉર્ફે દાજી કુંમરખાણીયા, જટુભા રાઠોડ, નસીબ ગોરાસવા ચમન કુંમરખાણીયાનો સમાવેશ થાય છે.

કોંગ્રેસના ડિલીગેશન ધારાસભ્યોએ ૧ મહિનાનો પગાર આપવા માટેની જાહેરાત કરી

બરવાળા કેમિકલકાંડ મામલે પ્રદેશ કોંગ્રેસ ડિલીગેશન રોજિંદની મુલાકાતે પહોંચ્યું હતું. પ્રદેશ કાર્યકારી પ્રમુખ ઋત્વિક મકવાણા, અમરીશ ડેર, પ્રતાપ દુધાત, લલીત કગથરા, રાજેશ ગોહિલ સહિતના નેતાઓએ રોજિંદની મુલાકાત લીધી છે. કોંગ્રેસ ડિલીગેશન રોજિંદ સહિતના ગામોમાં મૃતકના પરિવારોની મુલાકાત લીધી છે.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર આને કેમિકલ કાંડ ન કહે, આ ઘટનામાં ગરીબ માણસોના જીવ ગયા છે, અપમૃત્યુ કેસ ના ગણાવતા. કોંગ્રેસ ડિલીગેશને જણાવ્યું હતું કે, આ ઘટનામાં સરકાર સહાય જાહેર કરે. કોંગ્રેસના ડિલીગેશન ધારાસભ્યોએ ધારાસભ્ય તરીકે ૧ મહિનાનો પગાર આપવાની જાહેરાત કરી હતી.

આવા સમયે અરજી કરી ધ્યાન દોરનાર વ્યક્તિને દબાવવા પ્રયત્ન કરે છે. તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનામાં જે આરોપી પકડ્યા છે, અધિકારીઓની બદલી બાદ મોટા માથાઓ છૂટી ના જાય તેનું ધ્યાન રાખે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.