Western Times News

Gujarati News

ચોરીની મોટર સાયકલ સાથે રીઢો વાહન ચોર ઝડપાયો

Habitual vehicle thief caught with stolen motorcycle

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે પરીણામલક્ષી કામગીરી કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને ગઇ તા .૨૭ / ૦૩ / ૨૦૨૨ ના રોજ પો.ઇન્સ એ.વી.પરમાર

LCB ખેડા – નડીયાદ નાઓની સુચના મુજબ ન્ઝ્રમ્ સ્ટાફના પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા . દરમ્યાન હેડકો . વિનોદકુમાર નાઓને મળેલ બાતમી હકીકત આધારે ખેડા ચોકડી પાસેથી એક શકમંદ ઇસમ નામે સંદિપસિંહ ઉર્ફે લાલો ગોપાલસિંહ ઝાલા રહે હાલ વાસણા બુજર્ગ , વાડીવાળો વિસ્તાર , તા.જી. ખેડા મુળ રહે . સીહોલ , રામમંદિર

સાથે વાટાવાસ , તા . દેત્રોજ જી . અમદાવાદ નાઓને એક નંબર વગરની હિરો સ્પ્લેન્ડર પ્લસ મોસાની સાથે ઝડપી પાડી સદર ઇસમને પોતાની પાસેની મો.સા ના જરૂરી દસ્તાવેજી પુરાવા માંગતા કોઇ સંતોષકારક હકિકત જણાઇ નહિ આવતા નંબર વગરની મો.સા. કિરૂ . ૨૫૦૦૦ / – તથા મોબાઇલ ફોન કિરૂ .૫૦૦૦ / – મળી કુલ્લે રૂ ૩૦,૦૦૦ / – ના મુદ્દામાલ સાથે

સદરી ઇસમને સી.આર.પી.સી. કલમ ૪૧ ( ૧ ) ડી ૧૦૨ મુજબ પકડી અટક કરેલ સદરી ઇસમ અગાઉ વાહનચોરીના ગુનામાં પકડાયેલ હોય તેની ઘનીષ્ટ પુછપરછ દરમ્યાન તેણે આ મોટર સાયકલ આજથી આશરે સાતેક દિવસ પહેલા નડીયાદ સંતરામ મંદિરપાસેથી ચોરી કરેલાની કીકત જણાવેલ હોય

જે બાબતે ખરાઇ કરતા નડીયાદ ટાઉન પો.સ્ટે . પાર્ટ એ . ગુ.ર.નં. ૧૧૨૦૪ ૦૪૬૨૨૦૪૦૯ ઇપીકો.ક ૩૭૯ મુજબનો વાહનચોરીનો ગુનો રજીસ્ટર થયેલ હતો . સદર ઇસમ રીઢો વાહનચોર હોય બીજી પણ મોટર સાયકલ ચોરી કરેલાનો શક વહેમ જતા તે બાબતે યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા

તેણે આજથી આશરે છએક મહીનાની અંદર બીજી કુલ ૧૨ મોટર સાયકલની ચોરી કરેલાનો ઘટસ્ફોટ કરતા ઉપરોક્ત મો.સા. સિવાય નીચે મુજબની કુલ ૧૨ મો.સા. કિ.રૂ. ૨,૩૫,૦૦૦ / – ની ચોરી અગર છળકપટથી મેળવેલ હોય જે વાહનો ઝ્રઇઁઝ્ર કલમ -૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ હતા .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.