Western Times News

Gujarati News

પુત્રની ડ્યુચેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની સારવાર માટે માતા 25 કરોડનું ભંડોળ એકત્રિત કરી રહી છે

અમદાવાદના સંધ્યા જરીવાલા ડ્યુચેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી (ડીએમડી)થી પીડિત તેમના 12 વર્ષના પુત્ર અયાન જરીવાલા માટે ImpactGuru.com ઉપરથી રૂ. 25 કરોડનું ભંડોળ ઊભું કરી રહ્યાં છે. આ મુખ્યત્વે પ્રગતિશીલ માંસપેસીઓની નબળાઇનો આનુવંષિક જિનેટિક વિકાર છે અને તે 3 વર્ષથી 15 વર્ષની ઉંમરના છોકરાઓને અસર કરે છે.  mother is raising funds of INR 25 Crores for her son’s Duchenne Muscular Dystrophy treatment

અયાનને ચાર વર્ષની ઉંમરે ડીએમડી હોવાનું નિદાન થયું હતું કે જ્યારે તે શાળામાં તેના પ્રથમ સ્પોર્ટ્સ ડેમાં રેસની મધ્યમમાં જ રોકાઇ ગયો હતો. વિવિધ શહેરોમાં ફિઝિયોથેરાપિસ્ટ અને ડોક્ટર્સની સલાહ લીધા બાદ અયાનને ડીએમડી હોવાનું નિદાન થતાં તેનો પરિવાર પડી ભાંગ્યો હતો.

હાલમાં જરીવાલા પરિવાર ક્રાઉડફંડિંગ ઉપર તેમની આશાઓ બાંધી છે કારણકે સારવાર માટે આવશ્યક રકમ તેમની પાસે ઉપલપબ્ધ સ્રોતો કરતાં પણ વધુ છે. આજની તારીખમાં કેમ્પેઇન દ્વારા રૂ. 12 લાખથી વધુ રકમ ઉભી કરાઇ છે અને સર્વોચ્ચ દાન રૂ. 1.6 લાખ મળ્યું છે.

ડીએમડીને સૌથી દુર્લભ જિનેટિક પરિસ્થિતિ તરીકે જોવામાં આવે છે અને તેનાથી ભારતમાં 8 લાખ છોકરાઓને અસર થઇ છે. ડીએમડીના લક્ષણોમાં હાડપિંજર અને હ્રદયના પ્રગતિમાં નબળાઇ અને નુકશાન સામેલ છે. ડીએમડી દર્દીની બેસવાની, ઉભા રહેવાની, ચાલવાની અને બોલવાનું શીખવાની ક્ષમતાઓ વગેરેને અસર કરે છે.

ડીએમડી સામે સંઘર્ષ કરતી વખતે અયાનને તેની કળાથી તાકાત મળી કે જેના દ્વારા તે પોતાની ભાવનાને વ્યક્ત કરે છે. બ્રશ, પેન અને કલર્સ દ્વારા વિવિધ લાગણીઓ વ્યક્ત કરતાં તે યુનેસ્કો એવોર્ડ વિજેતા છે અને તેણે 11 વર્ષની ઉંમરે તેનું પ્રથમ સોલો આર્ટ એક્ઝિબિશન પણ યોજ્યું હતું.

તેની સ્વાસ્થ્ય સ્થિતિ વચ્ચે પણ તે ખુશી, સ્મિત, મજાક, આનંદને ફેલાવે છે તથા કળા અને ઇતિહાસ પ્રત્યે તેને ખૂબજ પ્રેમ છે. અયાનની પ્રતિભાની ઓળખ તેના શહેર જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે મળી છે. કમનસીબે તે હવે સંપૂર્ણપણે વ્હીલચેર ઉપર નિર્ભર છે અને સરળ કાર્ય માટે પણ તેમને મદદની જરૂર રહે છે.

અયાનના જીવનની એકમાત્ર આશા ‘Viltepso’ છે. આ દવા યુનાઇટેડ સ્ટેટ્સ અને જાપાનમાં રજૂ કરાઇ છે, જેનાથી ડીએમડી દર્દીઓના જીવનમાં સુધાર લાવી શકાય છે. 10 વર્ષની સારવારનો ખર્ચ રૂ. 25 કરોડ થાય છે, જે અંતર્ગત અયાનને યોગ્ય તબીબી દેખરેખ અને માર્ગદર્શન સાથે દર સપ્તાહે ડોઝ અપાશે.

અયાનની માતા સંધ્યા જરીવાલાએ અપીલ કરી હતી કે, “અયાન અમારા જીવનમાં પ્રેરણા લઇને આવ્યો છે. તેણે અમારા જીવનની મૂશ્કેલ સ્થિતિમાં પણ આપણી જાતને કેવી રીતે પ્રેમ કરવો તે શીખવ્યું છે. તેનો જન્મ થયો તે દિવસ હજૂ પણ મને યાદ છે અને ડોક્ટરે મારા હાથમાં તેને સોંપતી વખતે તેના આરોગ્યની પ્રશંસા કરી હતી. હું માની શકતી નથી કે આજે બાળક વ્હીલચેરમાં છે. તેને પીડાતા જોઇને મારું હ્રદય ભાંગી પડે છે.

આટલી મોટી રકમ ભેગી કરવી અમારી પહોંચની બહાર છે. અમારા પરિવાર માટે આ ખૂબજ મૂશ્કેલ સમય છે. અમે તમારી ઉદારતા અને સહયોગની આશા રાખીએ છીએ. કૃપા કરીને અમારી આખરી આશાને ગુમાવવા ન દેશો અને મારા પુત્રને આશાનું નવું કિરણ આપવા માટે શક્ય તેટલી નાની રકમ પણ દાન કરશો.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.