Western Times News

Gujarati News

બાળપણની મૈત્રી સૌથી બેમિસાલ! જાણો કલાકારો મિત્ર વિષે શું કહે છે

Kamna Pathak &TV artist

મિત્રો આપણા જીવનનો આંતરિક હિસ્સો હોય છે અને મૈત્રીમાં તેઓ ગમે તેટલા વૃદ્ધ થાય તો પણ સંબંધ આજીવન યાદગાર રહે છે.

આ ફ્રેન્ડશિપ ડે પર એન્ડટીવીના કલાકારો હજુ પણ બેસ્ટ ફ્રેન્ડ છે તેવા બાળપણના મિત્રો વિશે વાત કરે છે. આમાં મૌલી ગાંગુલી (મહાસતી અનુસૂયા, બાલ શિવ), કામના પાઠક (રાજેશ સિંહ, હપ્પુ કી ઉલટન પલટન) અને વિદિશા શ્રીવાસ્તવ (અનિતા ભાભી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.

એન્ડટીવી પર બાલ શિવમાં મહાસતીની ભૂમિકા ભજવતી મૌલી ગાંગુલી કહે છે, “આ ફ્રેન્ડશિપ ડે મારી બહેનપણી રિંકુને સમર્પિત છે, જે મારી કિંડરગાર્ટનથી મારી સૌથી નજીકની બહેનપણી છે. અમારું જોડાણ અતૂટ છે અને હું તેના વિના જીવનનું ચિત્ર અધૂરું છે એવું ધારું છું.

હવે તે પરણીને કટકમાં રહે છે છતાં અમે સંપર્કમાં છીએ અને છાશવારે ફોન અને વિડિયો કોલ્સ પર વાત કરીએ છીએ. તેની સાથે અમારી ઘણી બધી મજેદાર યાદો છે, જેમ કે, અમારા શાળાના સમયમાં અમે વરસાદમાં એકત્ર શાળાથી ઘર સુધી પગપાળાં જતાં હતાં.

અમને પાણી ઉછાળતાં ઉછાળતાં ચાલવાનું અને માટીથી ખરડાઈને ઘરે મોડા જવાનું ગમતું હતું. અમે જાણીબૂજીને લાંબો માર્ગ પસંદ કરતાં અને તે પછી કશુંક ભૂલી ગયાં છીએ એવું બહાનું કરીને પાછાં જતાં હતાં. અમે એકબીજાની સિક્રેટ્સ શેર કરતાં અને આજ સુધી કશું બદલાયું નથી. તે મારા જીવનમાં આવી તે બદલ મને ખુશી છે. મારી વહાલી ફ્રેન્ડ અને બધાને ફ્રેન્ડશિપ ડેની ખૂબ ખૂબ શુભેચ્છા.”

એન્ડટીવી પર ‘હપ્પુ કી ઉલટન પલટન’માં રાજેશની ભૂમિકા ભજવતી કામના પાઠક કહે છે, “મારી બાળપણની બહેનપણી કોમલ હજુ પણ મારી નિકટવર્તી છે. તે ઈન્દોરમાં રહે છે, જે મારું વતન છે. મારા વ્યસ્ત શૂટિંગના સમયપત્રકને લીધે મને તેની જોડે વાત કરવાનો અથવા સંપર્કમાં રહેવાનો ભાગ્યે જ મોકો મળે છે,

પરંતુ હું તેના સંપર્કમાં રહેવાની અને તેને સારું લાગે તેની ખાતરી રાખવા બધું જ શક્ય કરું છું. દાખલા તરીકે, તે હંમેશાં મારી બર્થડે પર મારે માટે મારી મનગમતી બ્રાઉની કેક બેક કરીને મને મોકલે છે. તેણે મને હંમેશાં ટેકો આપ્યો છે, મારા માઠા દિવસોમાં અને કપરા સમયમાં મને આધાર આપ્યો છે અને મારા જીવંત અવસરોને વધુ આનંદિત અને ઊજળા બનાવી દીધા છે.

મને અમારા જીવનની દરેક પળ અને અમે સરાફા બઝારમાં ઈન્દોરનું સ્ટ્રીટ ફૂડ માણતાં તે બધું જ યાદ છે. તે બહુ જીવંત છે, જેને કારણે તે મારી જોડે હોય તો ક્યારેય કંટાળો આવતો નથી. તે બહુ સુંદર ફ્રેન્ડ છે. આજકાલ તમારા મુશ્કેલ સમયમાં તમારી પડખે રહે અને પડતીમાંથી ઉપર આવવા માટે તમને મદદરૂપ થાય એવા લોકો ભાગ્યે જ મળે છે. સદનસીબે મારે માટે કોમલ છે, જે મને રોજ ફ્રેન્ડશિપ ડે છે એવો અહેસાસ કરાવે છે.”

એન્ડટીવી પર ભાભાજી ઘર પર હૈમાં અનિતા ભાભીની ભૂમિકા ભજવતી વિદિશા શ્રીવાસ્તવ કહે છે, “તમે જીવનમાં ઘણા લોકોને મળો છો. આમ છતાં તમારી પડખે અમુક લોકો જ રહે છે અને મારી ફ્રેન્ડ શિલ્પી તેમાંથી જ એક છે. તે મારી હંમેશાં નજીકની ફ્રેન્ડ રહી છે, જે હંમેશાં મારા ઉતારચઢાવમાં મારી પડખે રહી છે.

શિલ્પી જાણે છે કે હું વધુ ફ્રેન્ડ્સ ધરાવતી નથી, પરંતુ મારા જે પણ ફ્રેન્ડ્સ છે તે સમવિચારી અને વિશ્વાસુ છે. શિલ્પી ક્રાઈમમાં મારી પાર્ટનર છે. તે નોન- જજમેન્ટ લે અને મારો તાણ ઓછો કરે છે. તેના વિના જીવનની કલ્પના નહીં કરી શકું. તેની સાથે મારી ઘણી બધી સુંદર યાદો સંકળાયેલી છે,

જેમ કે, શાળામાં પહોંચવા માટે શોર્ટકટ, જેમાં મોટી બાઉન્ડરી દીવાલ કુદાવવાની, એકત્ર ક્લાસમાં ગૂટલી મારવી, એકબીજાના પ્રિયતમને પત્રો પાસ કરવા, ફેવરીટ ટીચર પરથી ઝઘડા અને ઘણું બધું. મને ભાન થયું છે કે અસલી મૈત્રીનો અર્થ એકબીજા સાથે ઈમાનદાર રહેવાનું અને આ મને સૌથી વધુ ગમે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.